ManipalCigna Health Insurance પ્લાનની શું છે ખાસિયતો?

સામાન્ય રીતે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લાંબાગાળા માટે જ લેતા હોય છે. જો તમે ManipalCigna નો LifeTime Health Plan ખરીદો છો તો તમે પ્રીમિયમમાં સારીએવી બચત કરી શકો છો.

  • Team Money9
  • Last Updated : February 29, 2024, 14:18 IST
ManipalCigna Health Insurance પ્લાનની શું છે ખાસિયતો?

Money9: કેવો હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદશો તમે? આ એક એવો સવાલ છે જેનો કોઇ એક જવાબ ન હોઇ શકે. બધાની જરૂરિયાતો અલગ અલગ હોઇ શકે છે.

અમન પણ આવા જ એક ઓલ-રાઉન્ડર હેલ્થ ઇન્સ્યોરન્સની શોધમાં છે.

અમનની સર્ચ મણિપાલસિગ્ના હેલ્થ ઇન્સ્યોરન્સના LifeTime Health Planના બેનિફિટ્સ પર આવીને અટકી ગઇ છે. LifeTime Health Planની પાંચ વાતોએ અમનનું દિલ જીતી લીધું.

લાઇફ ટાઇમ માટે પર્યાપ્ત sum insured…વિદેશમાં સારવાર કરાવવાની સુવિધા… Sum insuredને વધારવાની છૂટ.. ફીચર્સને પોતાની જરૂરિયાતો અનુસાર કસ્ટમાઇઝ કરવાની ફ્લેક્સિબિલિટી..અને બીમારીના ક્રિટિકલ સ્ટેજમાં સ્ક્રીનિંગ માટે કવર…

આ પાંચ ખાસિયતોવાળા પ્લાનના ફિચર્સને થોડાક ડિટેલમાં સમજીએ…

દેશમાં હેલ્થકેર સાથે જોડાયેલી મોંઘવારી બમણાથી વધુ ઝડપે વધી રહી છે…

કોઇ મોટી બીમારીની સારવારમાં 10-20 લાખ રૂપિયાનું કવર થોડાક દિવસોમાં જ વપરાઇ જાય છે…

LifeTime Healthના India Plan માં…અનરિલેટેડ કંડિશનમાં સમ ઇન્સ્યોર્ડમાં અસીમિત રેસ્ટોરેશનની સુવિધા છે…આ પોલિસીમાં સામેલ પુખ્તવયના સભ્યોને પહેલા વર્ષથી જ હેલ્થ ચેકઅપની સુવિધા મળી રહી છે. સાથે જ હોસ્પિટલમાં ભરતી થવાનો ખર્ચ પણ…. ભરતી થયા પહેલા અને બાદનો ખર્ચ, ડે કેર ટ્રિટમેન્ટ, આયૂષ મેડિકલની સુવિધા..રેડ એમ્બ્યુલન્સ કવર..અને અંગદાતાનો ખર્ચ પણ પ્લાનમાં સામેલ છે.

LifeTime Health India Planમાં પ્રીમિયમના ફ્રન્ટ પર અનેક પ્રકારની ઓફર છે. જેમાં પ્રીમિયમ waiver બેનિફિટ..પોર્ટિબિલિટી કન્ટીન્યૂટી અને લોયલ્ટી ડિસ્કાઉન્ટ સામેલ છે. જો તમે પોલિસી લાંબા સમયથી હોલ્ડ કરો છો તો તમને પ્રીમિયમમાં મોટી છૂટ મળશે.

હવે એ સમજીએ કે પ્રીમિયમમાં ક્યારે અને કેટલી છૂટ મળે છે…

એક જ ઇન્ડિવિઝ્યુઅલ પોલિસીમાં પરિવારના 2 કે વધુ સભ્યોને કવર કરવા પર 15 ટકા ડિસ્કાઉન્ટ મળે છે, બે વર્ષની પોલિસી પર 7.5 ટકા…ઓનલાઇન રિન્યુઅલ પર 3 ટકા..પોલિસી ચાલુ રાખો તો 4થી 7માં વર્ષ સુધી 5 ટકા..અને પોલિસીના આંઠમાં વર્ષમાં દર વર્ષે 10 ટકાની છૂટ મળે છે.

સામાન્ય રીતે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લાંબાગાળા માટે જ લેતા હોય છે. જો તમે ManipalCigna નો LifeTime Health Plan ખરીદો છો તો તેમાં પ્રીમિયમમાં સારીએવી બચત કરી શકો છો…

LifeTime Healthના Global Plan દ્વારા વિદેશ યાત્રા દરમિયાન પણ હેલ્થ કવર લઇ શકાય છે..જો વિદેશમાં મુસાફરી કરતા હોવ અને સ્વાસ્થ્ય સંબંધિત કોઇ સમસ્યા આવે તો મુશ્કેલીઓ વધી જાય છે. ManipalCignaનો LifeTime Health Global Plan આવી પરિસ્થિતિઓનો મુકાબલો કરવા માટે જ બનાવાયો છે. એટલે કે આ પ્લાનમાં જ્યારે તમે ભારતમાં છો તો LifeTime Health India Planનો લાભ ઉઠાવશો. અને વિદેશ જાઓ તો Global Plan એક્ટિવેટ કરી શકો છો.

LifeTime Health Planમાં 27 મુખ્ય બીમારીઓને કવર કરવામાં આવી રહી છે. આ આંકડો વીમા ઉદ્યોગમાં સૌથી વધુ છે.

જો વીમાધારક વિદેશમાં આમાંથી કોઇ બીમારીથી પીડિત થાય છે. તો તેને હોસ્પિટલમાં ભરતી થવાનો ખર્ચ મળશે…એટલું જ નહીં, હોસ્પિટલમાં ભરતી થતા પહેલા અને બાદના ખર્ચ પણ કવર થશે. આ ખર્ચમાં વિદેશમાં એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સનું કવર પણ સામેલ છે.

પ્લાનમાં ગ્લોબલ રોબોટિક અને સાયબર નાઇફ સર્જરી…ગ્લોબલ ટ્રાવેલ વેક્સિનેશન..મોર્ડન એન્ડ એડવાન્સ્ડ ટ્રીટમેન્ટ અને પીડિતને સ્વદેશ લાવવાનો ખર્ચ પણ કવર કરવામાં આવી રહ્યો છે. વીમાધારકનું વિદેશમાં મૃત્યુ થઇ જાય છે. તો શબને ભારત લાવવાનો ખર્ચ પણ વીમા કંપની આપશે. આજકાલ કેન્સર તેમજ heart અને brain સાથે જોડાયેલી ગંભીર બીમારીઓની સારવાર બહુ મોંઘી છે. LifeTime Health Global Planમાં આ બધી બીમારીઓ કવર થઇ રહી છે.

આ ઉપરાંત, લંગ્સ, કિડની અને લિવર સાથે જોડાયેલી સર્જરી અને ટ્રાન્સપ્લાન્ટ પણ કવર કરવામાં આવ્યું છે..આ પ્રકારની બીજી ઘણી બીમારીઓ અને સર્જરી છે જેને પ્લાનમાં કવર કરવામાં આવી રહી છે.

LifeTime Health Planની સાથે સાથે ManipalCignaનું ક્રિટિકલ illness add-on કવર લઇ શકો છો..

આ સુવિધા હેઠળ વીમા કંપની ગંભીર બીમારીની પહેલીવાર ખબર પડે તો પસંદ કરવામાં આવેલા સમ ઇંશ્યોર્ડ જેટલી રકમની એકસાથે ચુકવણી કરશે.

LifeTime Health Planની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને તમારી જરૂરિયાતોના હિસાબે કસ્ટમાઇઝ કરી શકાય છે. પ્લાનમાં 50 લાખ રૂપિયાથી લઇને 3 કરોડ રૂપિયા સુધીનો સમ ઇંશ્યોર્ડ છે. જેને તમે ભારત અને વિદેશમાં પોતાની જરૂરિયાત અનુસાર પસંદ કરી શકો છો. આ જ રીતે પ્લાનમાં કવર કરવામાં આવી રહેલી 27 બીમારીઓમાંથી બધી અથવા માત્ર કેન્સરનો વિકલ્પ પસંદ કરી શકો છો.

Global Planમાં એરિયા ઓફ કવર એટલે કે AOC હેઠળ બે ઓપ્શન છે. પહેલું Worldwide, એટલે કે દુનિયાભરના…અને બીજું worldwide excluding USA and Canada, એટલે કે અમેરિકા અને કેનેડા સિવાયના અન્ય દેશો..

આ પ્લાનમાં પહેલેથી રહેલી બીમારીની સારવારના ક્લેમ પર 50 ટકા કો-પેમેન્ટનો ક્લોઝ લાગૂ થશે..આ શરત AOCમાં ફેરફાર બાદ ફક્ત પ્રથમ વર્ષ માટે છે. એક વર્ષ બાદ કો-પેમેન્ટ શરત દૂર કરવામાં આવશે…

જો તમે Manipal Cigna Health Insuranceનો Life Time Health Plan ખરીદી રહ્યા છો તો આ પ્લાનમાં કેટલીક બીજી સુવિધાઓને સામેલ કરી શકો છો.

જેમ કે આ Planમાં વાર્ષિક 15 ટકા ગેરંટેડ બોનસ મળે છે. જેનાથી તમારો સમ ઇન્સ્યોર્ડ વધતો રહે છે. આનાથી તમે હેલ્થકેરની મોંઘવારીથી બચી શકો છો…

મેટરનિટી બેનિફિટ્સની વાત કરીએ.. Manipal Cigna Health Insuranceના Life Time Health Planમાં મહિલાઓને એક લાખ રૂપિયા સુધીનું મેટરનિટી કવર મળશે. જેમાં નવજાત શિશુની સારવાર અને એક વર્ષ સુધીનું વેક્સિનેશન ખર્ચ કવર થશે..

આ પોલિસી IVF treatment માટે ઉપયોગમાં આવી શકે છે..તેમાં મહત્તમ 2.5 લાખ રૂપિયા સુધીનું IVF કવર મળે છે… Life Time Health Planમાં એક લાખ રૂપિયા સુધીનું સરોગસી કવર પણ available છે…જેમાં સરોગેટ મધરની સારવાર સામેલ છે..

જે કપલ્સ નિસંતાન છે, Oosyte donor પ્રોસેસથી માતા-પિતા બની શકે છે. અને આ સમયગાળા દરમિયાન પ્રેગનન્સીમાં કોઇ કોમ્પિકેશન આવી જાય છે તો એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ વીમા કંપની કવર કરશે. ભાગદોડ અને બદલાતી લાઇફસ્ટાઇલ વચ્ચે નવી નવી બીમારીઓ થવા લાગી છે. જેની સારવારની રીતોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. અમનને ManipalCignaના LifeTime Health Planમાં એ તમામ સુવિધાઓ મળી શકે છે. જેની તેને જરૂરિયાત છે. અમનની જેમ તમે પણ આ પોલિસી ખરીદીને સારવારના મોરચે તમામ પ્રકારની ચિંતાઓથી મુક્તિ મેળવી શકો છો.

Published: February 29, 2024, 14:18 IST