Money9: સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે ટુ વ્હીલર, પેસેન્જર કાર, કોમર્શિયલ વ્હીકલ સહિતના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઈન્સ્યોરન્સ માટેના નવા બેઝ પ્રીમિયમ રેટ જાહેર કર્યા છે. મોટાભાગની કેટેગરી માટે ગયા વર્ષ મુજબના જ રેટ રાખવામાં આવ્યા છે. થ્રી વ્હીલર્સ (પરંપરાગત અને ઈલેક્ટ્રિક રિક્ષા) માટે થોડાં ઓછા પ્રીમિયમની દરખાસ્ત કરવામાં આવી છે. સરકારે આ અંગે 30 દિવસમાં ટિપ્પણી અને સૂચનો મંગાવ્યા છે. વર્ષ 2023-24 માટેના મોટર થર્ડ પાર્ટી પ્રીમિયમ એન્ડ લાયેબિલિટી રૂલ્સ IRDAI સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ તૈયાર કરાયા છે. મહત્વપૂર્ણ છે કે મંત્રાલય સમયાંતરે થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટે બેઝ પ્રીમિયમના દરોની દરખાસ્ત કરતું હોય છે.
માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ નોટિફિકેશન મુજબ 1000 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાની પ્રાઈવેટ કાર માટે મોટર થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ માટેના બેઝ પ્રીમિયમ રેટ 2094 રૂપિયા રહેશે. 1000-1500 સીસી વચ્ચેની કાર માટે રુ.3416નું પ્રીમિયમ રહેશે અને 1500 સીસીથી વધુ ક્ષમતાની કાર માટે રુ.7897 પ્રીમિયમ રહેશે.
75 સીસીથી ઓછી એન્જિન ક્ષમતાના ટુ વ્હીલર્સ માટે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ બેઝ રેટ રુ.538 રહેશે. 350 સીસી સુધીના ટુ વ્હીલર્સ માટે રેટ રુ.714 રહેશે અને તેનાથી વધુ ક્ષમતાના ટુ વ્હીલર્સ માટે રુ.2804 રહેશે.કોમર્શિયલ વાહનો માટે પણ નવા રેટની દરખાસ્ત કરવામાં આવી છે જે મુજબ 7500 કિલોગ્રામથી ઓછી ભારવહન ક્ષમતાના કોમર્શિયલ વ્હીકલ્સ (થ્રી વ્હીલર્સ સિવાયના) માટે પ્રીમિયમ રુ.16,049 રહેશે. 40,000 કિલો અને તેનાથી વધુની વહનક્ષમતાવાળા વાહનો માટે પ્રીમિયમ રુ.27,186-44,242ની રેન્જમાં રહેશે.
થ્રી વ્હીલર્સ અને મોટરાઈઝ્ડ પેડલ સાઈકલ માટે બેઝ પ્રીમિયમ રેટ રુ.4492 રહેશે.
30 કિલોવોટથી ઓછી ક્ષમતાની પ્રાઈવેટ ઈ-કાર માટે રેટ રુ.1780 રહેશે અને 30-65 કિલોવોટ વચ્ચેની ઈ-કાર માટે રુ.2904 રહેશે. 65 કિલોવોટથી વધુની ઈ-કાર માટે રેટ રુ.6712 રહેશે.
3 કિલોવોટથી ઓછી ક્ષમતાના ઈ-ટુવ્હીલર્સ માટે રેટ રુ.457, 3-7 કિલોવોટ વચ્ચેની ક્ષમતાવાળા ઈ-ટુ વ્હીલર્સ માટે રેટ રુ.607, 7-16 કિલોવોટ માટે રુ.1161 અને 16 કિલોવોટ તથા તેનાથી વધુ માટે રુ.2383 રહેશે.
7500 કિલોગ્રામથી ઓછી ભારવહન ક્ષમતા ધરાવતા બેટરી આધારીત કોમર્શિયલ વાહનો (થ્રી વ્હીલર સિવાય) માટે નવા બેઝ પ્રીમિયમ રેટ રુ.13,642 રહેશે. 7500-12000 કિલો માટે રુ.23108 રહેશે. 12,000-20,000 કિલો માટે રુ.30,016 રહેશે. 20,000-40,000 કિલો માટે રુ.37,357 રહેશે. 40,000 કિલો માટે રુ.37,606 રહેશે.
શૈક્ષણિક સંસ્થાઓની બસ માટે ઈન્સ્યોરન્સ પ્રીમિયમમાં 15 ટકા ડિસ્કાઉન્ટ રહેશે. વિન્ટેજ કાર તરીકે રજિસ્ટર્ડ ખાનગી કાર માટે 50 ટકા ડિસ્કાઉન્ટ રહેશે. ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને હાઈબ્રિડ ઈલેક્ટ્રિકલ વ્હીકલ્સ માટે અનુક્રમે 15 ટકા અને 7.5 ટકા ડિસ્કાઉન્ટ રહેશે. થ્રી વ્હીલર પેસેન્જર વ્હીકલ્સ માટે 6.5 ટકા ડિસ્કાઉન્ટની દરખાસ્ત છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો