Money9: પરિવારમાં કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ આરોગ્ય વીમાનું પ્લાનિંગ કરવું તેમાં સમજદારી નથી. પરંતુ હેલ્થ ઇન્સ્યોરન્સ તમારા ફાઇનાન્સિયલ પ્લાનિંગનો એક ભાગ હોવો જોઈએ. બીમારી ક્યારેય કહીને નથી આવતી. તે કોઇપણ સમયે, કોઈને પણ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે તમારા ઘરમાં કોઇ મોટી ઉંમરના માતા-પિતા હોય, જે તમારા પર નિર્ભર હોય, ત્યારે વીમાની જરૂરિયાત ઘણી વધી જાય છે… હેલ્થ વીમો લેતી વખતે રિતિકની જેમ લોકોના મનમાં કન્ફ્યૂઝન રહે છે કે શું ફેમિલી ફ્લોટર હેલ્થ પ્લાનમાં વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવો જોઈએ કે નહીં? અથવા તેમના માટે અલગથી પોલિસી લેવી જોઈએ…આવો આ જ સવાલનો શોધીએ જવાબ…
ફેમિલી ફ્લોટર પ્લાન..જેવું કે નામ પરથી ખબર પડે છે તેમ.. આમાં, પોલિસીધારક પર નિર્ભર પરિવારના તમામ સભ્યો કવર થાય છે. ફેમિલી ફ્લોટરમાં, તમામ મેમ્બર્સનું કોમન કવરેજ હોય છે. ધારો કે પરિવારમાં 4 સભ્યો છે અને કવર 10 લાખ રૂપિયા છે. તો પરિવારનો કોઇ એક સભ્ય 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. જો કોઇ સભ્યની સારવાર પાછળ 7 લાખનો ખર્ચ થયો તો બાકીના ત્રણ મેમ્બર 3 લાખ રૂપિયા સુધીનો જ ખર્ચ કરાવી શકે છે. વ્યક્તિગત પોલિસીમાં, એક વ્યક્તિ અને એક સમ ઇંશ્યોર્ડની ફોર્મ્યુલા ચાલે છે, જેનો ઉપયોગ વ્યક્તિ પોતાની સારવાર માટે કરી શકે છે.
ફેમિલી ફ્લોટર પોલિસીમાં સામાન્ય રીતે પોતે, જીવનસાથી અને બાળકને કવર કરવાની મંજૂરી હોય છે. મોટાભાગની પોલિસી 25 વર્ષથી વધુ ઉંમરના બાળકોને ફેમિલી ફ્લોટર પ્લાનનો ભાગ બનવાની મંજૂરી નથી આપતી. આ ઉપરાંત, મોટાભાગની ફેમિલી ફ્લોટર પોલિસીઓ બે વયસ્કને જ કવર કરે છે. માત્ર થોડીક જ કંપનીઓએ ચાર વયસ્કોને આવરી લેતી પોલિસીઓ તૈયાર કરી છે.
ફેમિલી ફ્લોટર પ્લાન તમારા કેટલાક પૈસા બચાવી શકે છે કારણ કે એ વાતની સંભાવના ઘણી ઓછી છે કે પરિવારના તમામ સભ્યોને એક જ સમયે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે… જો કે, ફેમિલી ફ્લોટર અથવા વ્યક્તિગત પોલિસી વચ્ચે પસંદગી કરવી ક્યારેક મુશ્કેલ બની જાય છે ખાસ કરીને જ્યારે તમારા ઘરમાં કોઇ મોટી ઉંમરની વ્યક્તિ હોય.
ફેમિલી હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાનમાં પ્રીમિયમની રકમ પરિવારના સૌથી વડીલ સભ્યની ઉંમર પર આધાર રાખે છે. આવી સ્થિતિમાં, પ્રીમિયમની રકમ વધી શકે છે. જો તમે રિતિકની જેમ યુવાન છો… ધારો કે તમે 33 વર્ષના છો અને તમારી ફેમિલી ફ્લોટર પોલિસી તમને, પત્ની અને બાળકને કવર કરે છે. તેમાં જો તમે તમારા વૃદ્ધ માતા-પિતાને પણ કવર કરો છો, તો તમારું પ્રીમિયમ વધી જશે. જેને તમારે દર વર્ષે ચૂકવવું પડશે.રિતિકે બધા સભ્યો માટે અલગ-અલગ વીમો લેવો જોઈએ અથવા દરેક માટે ફેમિલી ફ્લોટર પ્લાન લેવો જોઈએ… આવો એક્સપર્ટ પાસેથી જાણીએ આનો જવાબ.
જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ રોગો થવાની શક્યતાઓ પણ વધતી જાય છે. વૃદ્ધોમાં રોગોની ઝપેટમાં આવવાની શક્યતા વધુ રહે છે. જો તમારા પરિવારમાં કોઈ વરિષ્ઠ નાગરિક છે અને તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ ફેમિલી ફ્લોટર છે તો પૂરી ફેમિલી માટે આ કવર અપૂરતું હોઇ શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમારા પેરન્ટ્સને સ્વાસ્થ્યને લગતી કોઇ જુની સમસ્યા હોય..કારણ કે તેમને સારવાર માટે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડી શકે છે…વરિષ્ઠ નાગરિક માતા-પિતા માટે અલગ હેલ્થ વીમા પૉલિસી લેવી ફાયદાકારક છે કારણ કે તેનાથી તેઓને એક સારોએવો સમ ઇંશ્યોર્ડ મળી જશે, જે ફક્ત તેમની સારવાર પર જ ખર્ચ થશે.
હેલ્થ ઈન્સ્યોરન્સ માત્ર મેડિકલ ખર્ચને જ કવર નથી કરતો પરંતુ ટેક્સ પણ બચાવે છે. રિતિક તેની, પત્ની અને બાળકની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીના પ્રીમિયમ પર કલમ 80D હેઠળ 25 હજાર રૂપિયા જ્યારે સીનિયર સિટિઝન પિતાની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પર 50 હજાર રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકે છે.
રિતિક અથવા તેના જેવા લોકો કે જેમણે કોઈપણ પ્રકારનું મેડિકલ કવર નથી લીધું …તેમના માટે પહેલી સલાહ એ છે કે સૌપ્રથમ પોતાની અને પોતાના પરિવારની સલામતી માટે આરોગ્ય વીમો લે…જો પરિવારમાં કોઈ વૃદ્ધ વ્યક્તિ છે તો તેમના માટે માટે અલગથી હેલ્થ ઇન્શ્યોરન્સ લે..જીવનના દરેક તબક્કે તમારા ઘરના વડિલોએ તમને સાથ આપ્યો છે… હવે તમારી ફરજ છે કે તેમને તેમના ગોલ્ડન યર્સમાં સુરક્ષિત રાખો…આના માટે હેલ્થ ઇન્સ્યોરન્સથી સારો વિકલ્પ બીજો કોઈ નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો