વીમા પૉલિસી સરેન્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

વીમા નિયમનકાર IRDA એ જીવન વીમા પૉલિસીની સરેન્ડર વેલ્યૂને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે..વીમા પૉલિસીને મેચ્યોરિટી પહેલાં બંધ કરાવવાને સરેન્ડર માનવામાં આવે છે

વીમા પૉલિસી સરેન્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

Money9: વીમા નિયમનકાર IRDA એ જીવન વીમા પૉલિસીની સરેન્ડર વેલ્યૂને લગતા નિયમોમાં ફેરફાર કર્યો છે..વીમા પૉલિસીને મેચ્યોરિટી પહેલાં બંધ કરાવવાને સરેન્ડર માનવામાં આવે છે. જો તમે પોલિસીને સરેન્ડર કરો છો, તો ચૂકવેલા પ્રીમિયમનો થોડોક હિસ્સો મળે છે, જેને સરેન્ડર વેલ્યૂ કહેવામાં આવે છે. સરેન્ડર વેલ્યૂની સાથે જોડાયેલા નવા નિયમ 1 એપ્રિલથી લાગૂ થઇ ગયા છે.

સરેન્ડર વેલ્યૂને લઇને શું છે નવા નિયમ? નિયમોમાં ફેરફારથી શું થશે અસર? વીમા પૉલિસી સરેન્ડર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આવો સમજીએ…

જો પોલિસી મેચ્યોરિટી પહેલા સરેન્ડર કરવામાં આવે તો વીમાધારકને નુકસાન થાય છે…ઇરડાએ વીમા ગ્રાહકોને મોટા નુકસાનથી બચાવવા માટે ગત દિવસોમાં ટ્રેડિશનલ પોલિસીઓની સરેન્ડર વેલ્યૂને વધારવાનો પ્રસ્તાવ આપ્યો હતો. હવે સૌ પ્રથમ આપણે એ સમજીએ કે ફેરફાર પહેલા શું હતા સરેન્ડર વેલ્યૂના નિયમ?

અત્યાર સુધી જીવન વીમા કંપનીઓ પૉલિસી સરેન્ડર કરવા માટે બે વિકલ્પો આપતી હતી…પ્રથમ – ગેરંટેડ સરેન્ડર વેલ્યુ જેમાં તમે 3 વર્ષ પૂરા થયા પછી જ પોલિસી સરેન્ડર કરી શકાતી હતી..ત્રણ વર્ષ પહેલાં પોલિસી સરેન્ડર કરવા પર કોઇ પૈસા નહોતા મળતા… બીજા વિકલ્પમાં, પોલિસીધારકને સ્પેશ્યલ સરેન્ડર વેલ્યૂ મળતી હતી. આ મૂલ્ય મૂળ વીમા રકમ, કુલ બોનસ અને સરેન્ડર વેલ્યૂના આધારે નક્કી થતી હતી…જો પ્રીમિયમ ત્રણ વર્ષ માટે ચૂકવવામાં આવ્યું હોય, તો કુલ જમા રકમના 30 ટકા સુધીની રકમ મળતી હતી…ચારથી સાત વર્ષની વચ્ચે પોલિસી સરેન્ડર કરવા પર 50 ટકા સુધી રકમ મળતી હતી.

વીમા કંપનીઓના સેરન્ડર વેલ્યૂને લગતા નિયમો અલગ-અલગ હતા…IRDAએ હવે સરેન્ડર વેલ્યૂને લગતા નિયમો ફિક્સ કરી દીધા છે…હવે પૉલિસીને સરેન્ડર કરવા પર ગેરેન્ટેડ રિટર્ન મળશે…પરંતુ આનાથી વીમાધારકને વધુ ફાયદો નહીં થાય… નવી સિસ્ટમમાં જો પોલિસી વધારે જૂની હશે તો સરેન્ડર વેલ્યુ પહેલા કરતા વધારે મળશે.

નવા નિયમો હેઠળ, જો પોલિસી બીજા વર્ષમાં સરેન્ડર કરવામાં આવે છે, તો કુલ પ્રીમિયમની 30 ટકા રકમ પાછી મળશે… પરંતુ સરેન્ડર વેલ્યુનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે પ્રથમ બે પ્રિમિયમ જમા કર્યું હશે… જો પોલિસી ત્રીજા વર્ષમાં સરેન્ડર કરવામાં આવે છે. તો વીમા કંપની 35 ટકા રકમ પરત કરશે.

જો વીમા પૉલિસી ચોથા અને સાતમા વર્ષની વચ્ચે સરેન્ડર કરવામાં આવે છે… તો વીમાધારકને કુલ જમા પ્રીમિયમના 50 ટકા રકમ રિફંડ કરવામાં આવશે..પૉલિસીને મેચ્યોરિટીના બે વર્ષ પહેલા સરેન્ડર કરવામાં આવે છે, તો તમને પ્રીમિયમની 90 ટકા રકમ પરત કરવામાં આવશે…

જો પોલિસી સિંગલ પ્રીમિયમની છે તો તેને બે વર્ષ પછી સરેન્ડર કરી શકાય છે…નવા નિયમો હેઠળ, ત્રીજા વર્ષમાં કુલ જમા પ્રીમિયમના 75 ટકા રકમ પરત કરવામાં આવશે..પોલિસીને ટર્મના અંતિમ બે વર્ષમાં સરેન્ડર કરવામાં આવશે તો 90 ટકા સરેન્ડર વેલ્યૂ મળશે.

હવે પ્રશ્ન એ છે કે આ પરિવર્તનની શું અસર થશે?

સેબીના રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જીતેન્દ્ર સોલંકી કહે છે…કે નવી ગાઇડલાઇન્સમાં ગેરેંટીડ સરેન્ડર વેલ્યુની જોગવાઈ કરવામાં આવી છે…પરંતુ તેનાથી વીમાધારકોને વધુ ફાયદો નહીં થાય…નવા નિયમો વત્તા-ઓછા અંશે પહેલા જેવા જ છે. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે તેના અગાઉના પ્રસ્તાવમાં એક અવધિ બાદ સરેન્ડર ચાર્જ દૂર કરવાની જોગવાઈ કરી હતી…પરંતુ વીમા ઉદ્યોગના લોબિંગને કારણે, આ દરખાસ્ત પાછો ખેંચી લેવામાં આવ્યો…જો જૂનો પ્રસ્તાવ લાગૂ થયો હોત તો નિર્ધારિત સમયગાળા બાદ સરેન્ડર વેલ્યૂ તરીકે સંપૂર્ણ પ્રીમિયમ મળ્યું હોત..હવે મેચ્યોરિટીથી એક વર્ષ પહેલા પણ પૉલિસી સરેન્ડર કરવામાં આવે છે, તો 90 ટકા રકમ જ પરત કરવામાં આવશે… એકંદરે, ઇરડાના નવા નિયમોથી વીમા કંપનીઓને ફાયદો થશે…

દેશમાં વીમાનું મિસસેલિંગ એટલે કે જૂઠું બોલીને વીમો વેચવાના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. સરકારે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. એવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે જ્યારે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને વીમા વેચી દેવામાં આવ્યા હોય..આ બધા મોટી કમિશનની લાલચમાં કરવામાં આવી રહ્યું છે.

જો ઇરડાએ સરેન્ડર ચાર્જને ઘટાડ્યો હોત, તો વીમા કંપનીઓને એજન્ટ કમિશનમાં કાપ મૂકવો પડ્યો હોત..સ્વાભાવિક છે કે આનાથી વીમાના વેચાણ પર નેગેટિવ અસર પડી હોત..સરેન્ડર મૂલ્ય વધવાનો મોટો ફાયદો એ હોત કે વીમાના મિસસેલિંગ પર અંકુશ આવી જાત. આ મુદ્દા પર IRDA ની પીછેહઠથી વીમાનું મિસસેલિંગ વધશે જેનું પરિણામ વીમાધારકોએ ભોગવવું પડશે.

આવી સ્થિતિમાં કોઈ પણ જીવન વીમા પોલિસી સમજી વિચારીને જ ખરીદો.કોઈના દબાણમાં આવીને કોઈ પોલિસી ન ખરીદો.જો તમે મેચ્યોરિટી પહેલા વીમા પોલિસી બંધ કરશો તો તમને નુકસાન થશે. આવી સ્થિતિમાં ચૂકવવામાં આવેલા પ્રીમિયમનો એક નાનકડો હિસ્સો જ પાછો મળશે. પોલીસીને સરેન્ડર કરતા પહેલા તેની સાથે જોડાયેલા નિયમોને સારી રીતે સમજો.

Published: April 11, 2024, 18:16 IST