ભાડાના ઘરમાં રહો છો તો આ વીમો આવશે તમારા કામમાં

જો તમે Rented Houseમાં રાખેલા તમારા Belongingsનો જ વીમો લેવા માગો છો, તો આ માટે તમે Content only Cover Plan નામનો વિશેષ Insurance Plan લઈ શકો છો.

ભાડાના ઘરમાં રહો છો તો આ વીમો આવશે તમારા કામમાં

Money9: નિકિતા હાલમાં જ તેના પરિવાર સાથે ભાડાના મકાનમાં શિફ્ટ થઈ છે. પહેલા તે પોતાના ઘરમાં રહેતી હતી પરંતુ પરિવાર મોટો હોવાને કારણે તે ઘર નાનું પડી રહ્યું હતું. નિકિતા નવા મકાનમાં શિફ્ટ તો થઈ ગઈ પરંતુ તેને એ ખબર નથી પડતી કે આ ઘરના સામાનનો વીમો કેવી રીતે ઉતારવો? તમારા ઘરનો ઇન્સ્યોરન્સ, ઘરના સામાનનો ઇન્સ્યોરન્સ કરાવવો એકદમ સરળ છે. આના માટે, તમે એક કોમ્પ્રિહેન્સિવ હોમ ઇન્સ્યોરન્સ પોલિસી લઇ શકો છો. જેમાં બિલ્ડિંગ સ્ટ્રક્ચરની સાથે સાથે ઘરમાં રહેલી એસેટ પણ કવર થાય છે. પરંતુ હવે ઘર નિકિતાનું પોતાનું નથી, ભાડાનું છે તેથી તેના માટે ઘરનો વીમો તો ન લઈ શકાય. તો પછી કરવુ શું?

જો તમને પણ નિકિતા જેવી સમસ્યા છે, તો તમે આ પ્રોબ્લેમને સહેલાઇથી ઉકેલી શકો છો.. જો તમે ભાડાના મકાનમાં રાખેલા તમારા સામાનનો જ વીમો લેવા માગો છો, તો આ માટે તમે કન્ટેન્ટ-ઓન્લી કવર પ્લાન નામનો વિશેષ ઇન્સ્યોરન્સ પ્લાન લઈ શકો છો.

જુદીજુદી વીમા કંપનીઓના હોમ ઇન્સ્યોરન્સ પ્લાન્સ હેઠળ, ફક્ત કન્ટેન્ટ ઓન્લી કવર પ્લાન આવે છે જેમાં તમારા ઘરના અલગ અલગ કન્ટેન્ટ એટલે કે ચીજો કવર થાય છે. જેમ કે ટીવી, ફ્રીજ, એસી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો. આમાં, ફર્નિચર અને ઘરમાં કરાવેલું ફિક્સર જેમ કે ઇલેક્ટ્રિક ચીમની, મોંઘી લાઇટનિંગ વગેરે કવર થાય છે. તમે જ્વેલરી, કોઇ મોંઘા પેઇન્ટિંગ અથવા વર્ક ઓફ આર્ટ જેવી કિંમતી વસ્તુઓ માટે પણ અલગથી કવરેજ લઈ શકો છો. જો કે, આ માટે તમારે એડ-ઓન કવર લેવું પડશે. આ કવર લેવાથી જો આવી વસ્તુઓને કોઈ નુકસાન થશે તો તમારા ખિસ્સા પર બોજ નહીં પડે.

હવે સવાલ એ આવે કે આ ઇન્સ્યોરન્સ કેવી રીતે લેશો?

લગભગ તમામ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીઓ આ પ્રકારનો વીમો વેચી રહી છે. તમે જે કંપની પાસેથી વીમો લઈ રહ્યા છો તેને તમારે તમારા ઘરની કિંમતી વસ્તુઓનું લિસ્ટ આપવું પડશે. આ સાથે આ વસ્તુઓની અંદાજિત કિંમત પણ જણાવવી પડશે. કોઈપણ નુકસાનની સ્થિતિમાં, વીમા કંપનીમાં દાવો કરવો પડશે અને પછી કંપની તે વસ્તુઓની રિપ્લેસમેન્ટ વેલ્યૂ નક્કી કરશે. આ વેલ્યૂ નિર્ધારિત કરતી વખતે, વીમા કંપની કેટલાક ફેક્ટર્સને ધ્યાનમાં રાખી શકે છે, જેમ કે ડેપ્રિસિએશન એટલે કે જુની થવા પર વસ્તુઓની કિંમતોમાં ઘટાડો. વીમા પોલિસી લેતા પહેલા, તમારે તે પોલિસી સંબંધિત નિયમો અને શરતો ધ્યાનથી વાંચવા જોઈએ જેથી તમે એ જાણી શકો કે શું કવર છે અને શું નથી અને પોલિસીની મર્યાદાઓ શું છે વગેરે..

હોમ કન્ટેન્ટ કવરમાં ફ્લેક્સિબલ ટેન્યોર મળે છે. તમે 1 થી 5 વર્ષનો પ્લાન લઈ શકો છો.. તમે તમારી જરૂરિયાત મુજબ પ્લાન લઈ શકો છો. આમાં વ્યાપક કવરેજ મળે છે અને આગ, કુદરતી આફત, ચોરી, એક્સિડેન્ટલ ડેમેજ વગેરેને કારણે થતું નુકસાન કવર થાય છે.

હવે એ જાણીએ કે ક્લેમ કેવી રીતે કરી શકાય?

ઇન્સ્યોરન્સ ક્લેમ માટે ડેમેજ અથવા લોસના કિસ્સામાં, તાત્કાલિક વીમા કંપનીના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર અથવા રજિસ્ટર્ડ ઇમેઇલ ID પર તેને નોટિફાઇ કરો. તમામ જરૂરી દસ્તાવેજો તૈયાર રાખો જેથી ક્લેમ કરવામાં સરળતા રહે. કંપની દાવાની પુષ્ટિ કરવા માટે તમારી પાસેથી એવિડન્સ અને એક્સપ્લેનેશન માંગી શકે છે, જેના માટે તમારી પાસે બિલ અને વાઉચર હોવા જોઈએ. કંપની ઇન્વેસ્ટિગેટર એપોઇન્ટ કરશે જે તમારા એવિડન્સ અને ક્લેમ પર ધ્યાન આપશે. આમાં તમારે તેની સાથે સહયોગ કરવો પડશે.

એ જાણવું પણ જરૂરી છે કે આ પ્રકારના વીમા માટે કેટલું પ્રીમિયમ ભરવું પડે છે. આને આપણે બે અલગ અલગ ઉદાહરણોથી સમજીએ.

HDFC Ergoની એક હોમ કન્ટેન્ટ પોલિસી છે. જેમાં 30,000 થી 50 લાખ રૂપિયા સુધીની વેલ્યૂની એસેટનો વીમો લઈ શકાય છે. સમ ઇંશ્યોર્ડના હિસાબે પોલિસી પ્રીમિયમ નક્કી કરવામાં આવે છે. ધારો કે તમને 10 લાખનો સમ ઇંશ્યોર્ડ જોઇએ છે તો આના માટે તમારે વાર્ષિક 6,300 રૂપિયાનું પ્રીમિયમ પ્લસ ટેક્સ ચૂકવવો પડશે. આ જ રીતે, 50 લાખના વીમા માટે, પ્રીમિયમ વધીને 31,500 રૂપિયા પ્લસ ટેક્સ થઇ જશે.

આ જ રીતે, ડિજીટ ઈન્સ્યોરન્સની હોમ કન્ટેન્ટ પોલિસીમાં, 1 લાખથી 50 લાખનો સમ ઇંશ્યોર્ડ ઉપલબ્ધ છે. આમાં, 10 લાખના સમ ઇંશ્યોર્ડ માટે, વાર્ષિક પ્રીમિયમ 1,346 રૂપિયા અને 50 લાખના સમ ઇંશ્યોર્ડ માટે, 4,982 રૂપિયા ચૂકવવા પડશે.

અંતે અમે એમ જ કહીશું કે આ પ્રકારની પોલિસી લેવી એ યોગ્ય નિર્ણય છે. તેનાથી તમે ચોરી, કુદરતી આફતો વગેરે જેવી પરિસ્થિતિઓમાં મોટા નુકસાનથી બચી જશો. હા.. પોલિસી લેતી વખતે, નિયમો અને શરતો જરૂર વાંચી લો જેથી તમારા માટે સૌથી સારો વિકલ્પ પસંદ કરવામાં તમને મદદ મળે.

Published: March 14, 2024, 18:37 IST