Money9: ક્યારેક ક્રેડિટ કાર્ડના રિવોર્ડ પોઇન્ટને 24 કલાકમાં ક્લેમ કરવાના મેસેજ આવી રહ્યા છે. તો ક્યારેક ITR રિફંડના ઇમેઇલ પર ક્લિક કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તો ક્યારેક KYC કરવા માટે કોલ આવી રહ્યા છે. આ પ્રકારના કોલ અને મેસેજનો જો તમે ભૂલથી પણ રિસ્પોન્ડ કરી દીધો કે પોતાની માહિતી શેર કરી દીધી તો ગયા કામથી..સાયબર ફ્રોડ થઇ જવાનું જોખમ તમારી ઉપર દરેક વખતે મંડરાઇ રહ્યું હોય છે. સાયબર ઠગ સતત પોતાને અપડેટ કરી રહ્યા છે. અને ફ્રોડની નવી રીતો અપનાવી રહ્યા છે. આનો મુકાબલો કરવા માટે સાયબર સિક્યોરિટી ઇન્સ્યોરન્સ તમારી મદદ કરી શકે છે.
આ એક જરૂરી વીમો છે કારણ કે સાયબર ફ્રોડના કેસોમાં તમે ગણતરીની મિનિટોમાં પૈસા ગુમાવી બેસો છો. અને પૈસા પાછા મળવાની શક્યતા લગભગ નહીંવત હોય છે. સાયબર ઇન્સ્યોરન્સ આ પ્રકારના ફ્રોડના ફાઇનાન્સિયલ રિસ્કને ઘટાડે છે. સાયબર ઇન્સ્યોરન્સ પોલિસીમાં અનઓથોરાઇઝ્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન, આઇડેન્ટિટી થેફ્ટ, ઓનલાઇન થેફ્ટ કવર હોય છે. કો્ર્પોરેટ સેક્ટર માટે સાયબર ઇન્સ્યોરન્સ પોલિસી બહુ પહેલાથી અસ્તિત્વમાં છે. હવે તેને મારા-તમારા જેવા લોકો પણ લઇ શકે છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ 10 હજાર રૂપિયાથી લઇને 1 કરોડ રૂપિયાના સમ ઇન્સ્યોર્ડનો સાયબર ઇન્સ્યોરન્સ કવર આપી રહી છે. પ્રીમિયમની વાત કરીએ તો 500 રૂપિયાથી લઇને 8500 રૂપિયામાં સાયબર ઇન્સ્યોરન્સ લઇ શકાય છે. આવા જ 3 પ્લાનના ફિચર્સ અંગે આજે અમે તમને જણાવીશું..
સૌથી પહેલા વાત HDFC Ergo ના સાયબર સાશે ઇન્સ્યોરન્સની જે 3 વિકલ્પ આપે છે – Student Plan, Family Plan અને Working Professional Plan.
Working Professional Plan માં Cyber Bullying, Cyber Stalking, ઇમેજને નુકસાન એટલે કે Loss Of Reputation, Data Restoration, માલવેર ડીકન્ટેમિનેશન, આઇડેન્ડિટી થેફ્ટ, Replacement Of Hardware, Social Media And Media Liability જેવા નુકસાન કવર થાય છે. વર્કિંગ પ્રોફેશનલનું પ્રીમિયમ અને કવર કંઇક આ પ્રકારે છે- 817 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 50,000 રૂપિયાનું કવર, 984 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 1 લાખ રૂપિયાનું કવર લઇ શકાય છે અને 1094 રૂપિયાના પ્રીમિયમ પર 1.5 લાખ રૂપિયાનો સમ ઇંશ્યોર્ડ મળી શકે છે. HDFC Ergoના સ્ટુડન્ટ પ્લાનમાં 474ના વાર્ષિક પ્રીમિયમ પર 25,000 રૂપિયાનું કવર લઇ શકાય છે. 570 રૂપિયામાં 50,000 રૂપિયાનો સમઇંશ્યોર્ડ છે અને 687 રૂપિયામાં 1 લાખ રૂપિયાનું કવર લઇ શકાય છે.
Bajaj Allianz ની Individual Cyber Safe Insurance Policy માં Identity theft, Cyber stalking, Malware attack, Phishing, Cyber extortion, Email spoofing માટે કવર ઉપલબ્ધ છે. 662 રૂપિયાથી લઇને 8,933 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 1 લાખ રૂપિયાથી લઇને 1 કરોડ રૂપિયા સુધીનો સમ ઇંશ્યોર્ડ મળી શકે છે.
SBI જનરલ સાયબર વોલ્ટેજમાં પોલિસીમાં પૈસાની ચોરી, Identity Theft, Cyber Bullying, Online shopping, Privacy Breach અને થર્ડ પાર્ટી દ્વારા Data Breach માટે કવર સામેલ છે. તેમાં ઇન્ડિવિઝ્યુઅલ પ્લાન અને ફેમિલી પ્લાન બન્ને લઇ શકાય છે. ઇન્ડિવિઝ્યુઅલ પ્લાન્સમાં 57 રૂપિયાથી લઇને 2,147 રૂપિયાનું પ્રીમિયમ છે જેમાં 10,000 રૂપિયાથી માંડીને 1 કરોડ રૂપિયા સુધીનો સમ ઇંશ્યોર્ડ છે. ફેમિલી પ્લાનમાં પ્રીમિયમ 64 રૂપિયાથી લઇને 2,470 રૂપિયા છે અને સમ ઇંશ્યોર્ડ 10,000 રૂપિયાથી લઇને 1 કરોડ રૂપિયા સુધીનો છે.
સાયબર સિક્યોરિટી જો ઓનલાઇન ખરીદવી છે તો ઇન્સ્યોરન્સ કંપનીની સાઇટ પરથી કે પછી કોઇ ઇન્સ્યોરન્સ એગ્રીગેટર પાસેથી લઇ શકાય છે. ઓફલાઇન ખરીદવી છે તો ઇન્સ્યોરન્સ કંપનીની ઓફિસે કે પછી વીમા એજન્ટ પાસેથી ખરીદી શકો છો. સાયબર ઇન્સ્યોરન્સ લેતી વખતે પોલિસીના ફિચર્સ, પ્રીમિયમ અને સમ ઇંશ્યોર્ડ અંગે બેથી ત્રણ કંપનીઓની તુલના જરૂર કરી લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો