વીમાના મિસસેલિંગથી કેવી રીતે બચશો?

મિસસેલિંગની મોટાભાગની ફરિયાદો વીમા એજન્ટો સામે થાય છે. ત્યારબાદ બેંકોનો નંબર આવે છે. વીમાના મિસસેલિંગ પર અંકુશ લગાવવા માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ મોટું પગલું ભર્યું છે. રેગ્યુલેટરે 55 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવેલી વીમા પૉલિસીઓની તપાસ વધારી દીધી છે.

વીમાના મિસસેલિંગથી કેવી રીતે બચશો?

Money9: ગુરુગ્રામમાં એક ખાનગી કંપનીના મેનેજર મહેશ ચૌહાણે સમયસર નિવૃત્તિ લઈ લીધી છે. કંપની તરફથી સારી એવી રકમ મળી છે. મહેશ એક દિવસ બેંકમાં ગયો તો મેનેજરે તેને વીમાની બચત યોજનામાં પૈસા રોકવાની સલાહ આપી. પોલિસી સંબંધિત મોટી મોટી વાતો કરી. મેનેજરની સલાહ પર મહેશે પોલિસી ખરીદી. પાછળથી ખબર પડી કે આ પોલિસી તો તેમના કોઈ કામની નથી. તેમને છેતરીને વીમો વેચવામાં આવ્યો છે.

મિસસેલિંગની મોટાભાગની ફરિયાદો વીમા એજન્ટો સામે થાય છે. ત્યારબાદ બેંકોનો નંબર આવે છે. વીમાના મિસસેલિંગ પર અંકુશ લગાવવા માટે ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAI એ મોટું પગલું ભર્યું છે. રેગ્યુલેટરે 55 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બનાવવામાં આવેલી વીમા પૉલિસીઓની તપાસ વધારી દીધી છે. તપાસના વ્યાપમાં જીવન અને આરોગ્ય બન્ને પ્રકારના વીમા લાવવામાં આવ્યા છે.

સરકાર પણ ઈન્સ્યોરન્સ મિસ સેલિંગથી ચિંતિત છે. તાજેતરમાં, સેન્ટ્રલ ફાઇનાન્સિયલ સર્વિસિસના સચિવે જાહેર ક્ષેત્રની બેંકોના પ્રમુખો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વીમા પોલિસી વેચતી વખતે વીડિયો અને ઓડિયો રેકોર્ડિંગ રાખવા પર ચર્ચા થઈ. આનો અર્થ એ છે કે જ્યારે પણ તમને કોઈ પોલિસી વેચવામાં આવશે, ત્યારે જે વાયદા કરવામાં આવશે તેનું રેકોર્ડિંગ રાખવું પડશે.

દેશમાં વીમો વેચવા માટે નવ બેંકો કોર્પોરેટ એજન્ટ તરીકે જોડાયેલી છે. વર્ષ 2022-23માં, જીવન વીમા કંપનીઓના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં બેંકોનું 17.44 ટકા અને નોન-લાઇફ ઇન્સ્યોરન્સમાં 5.93 ટકાનું યોગદાન રહ્યું હતું. બેંકોમાં વીમો વેચનારા વિભાગને બેંકેશ્યોરન્સ કહેવામાં આવે છે. તેની સાથે સંકળાયેલા કર્મચારીઓને વીમા વેચવા માટે મોટા ટાર્ગેટ આપવામાં આવે છે. આને પૂર્ણ કરવા માટે બેંકો તમામ પ્રકારની યુક્તિઓ અપનાવે છે.

બેંક કર્મચારીઓને ખબર હોય છે કે કયા ગ્રાહકના ખાતામાં વધુ પૈસા જમા છે. તેથી તેઓ ખોટી રીતે વીમો વેચવામાં સફળ થઇ જાય છે. વીમો વેચવા પર બેંક કર્મચારીઓને ઇન્સેન્ટિવ પણ મળે છે. જેના કારણે વીમાનું મિસસેલિંગ વધુ વધી રહ્યું છે.

હવે પ્રશ્ન એ છે કે મિસસેલિંગથી કેવી રીતે બચવું …
તમે એ વાત સારી રીતે સમજી લો કે જીવન વીમો ફક્ત નાણાકીય જોખમના રક્ષણ માટે જ છે. રોકાણ માટે આ સારો વિકલ્પ નથી. જીવન વીમાના એન્ડોમેન્ટ પ્લાનમાં રોકાણ પર સરેરાશ વાર્ષિક રિટર્ન 5 થી 6 ટકા જ રહે છે, જે મોંઘવારીને હરાવવા માટે પૂરતું નથી. તેથી, જ્યારે પણ કોઈ બેંક કર્મચારી અથવા એજન્ટ તમને રોકાણ માટે વીમો ખરીદવાનું કહે, તો તેના પર સંપૂર્ણ વિશ્વાસ ન કરો. આ અંગે, સેકન્ડ ઓપિનિયન એટલે કે કોઇ અન્ય વ્યક્તિની સલાહ જરૂર લો.

તમે જે પણ પોલિસી ખરીદો છો તેના ફિચર્સને સારીરીતે સમજી લો. પોલિસીના શબ્દોને ધ્યાનથી વાંચો. ત્યારબાદ જ કોઇ અંતિમ નિર્ણય લો. જો તમારી ઉંમર 55 વર્ષથી વધુ છે તો વીમા પોલિસી ખરીદવાનો કોઈ અર્થ નથી. વીમામાં, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મોર્ટેલિટી એટલે કે વીમા કવરનો ચાર્જ પણ વધે છે. જેનાથી તમારુ રિટર્ન વધુ ઘટી જાય છે.

સેબીના રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જિતેન્દ્ર સોલંકીનું કહેવું છે કે ઈન્સ્યોરન્સના મિસસેલિંગને રોકવા માટે ઈરડાએ સારું પગલું ભર્યું છે. સામાન્ય રીતે, 55 વર્ષથી વધુ ઉંમરના લોકોના બેંક ખાતામાં વધુ પૈસા હોય છે જેને સરળતાથી મિસસેલિંગના શિકાર બનાવી લેવાય છે. સેબી અને નાણા મંત્રાલયની પહેલથી વીમા એજન્ટો અને બેંકોની જવાબદારી વધી જશે. તેઓએ ખોટી રીતે વીમો વેચતા પહેલા સો વાર વિચારવું પડશે. આનાથી વીમાના મિસસેલિંગ પર અંકુશ આવશે.

એ વાતને સારી રીતે સમજી લો કે ઈન્શ્યોરન્સમાં રોકાણ માટે ક્યારેય પૈસા ન લગાવો. તમારા માટે મ્યુચ્યુઅલ ફંડ, નાની બચત યોજના અને FD સારા વિકલ્પ સાબિત થઈ શકે છે. આવા સાધનોમાં રોકાણથી તમને સારું રિટર્ન તો મળવાની સાથે સાથે પૈસાની ઉપલબ્ધતા પણ જળાવાઇ રહેશે. આમાં, વીમા પોલિસીની મેચ્યોરિટીની જેમ લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નહીં રહે. એટલા માટે જ Money9 કહે છે કે જાગતા રહો અને સુરક્ષિત રહો.

Published: March 12, 2024, 13:52 IST