રોકાણ માટે કેવા છે નવા યૂલિપ, તે જુના યૂલિપથી કેટલા અલગ છે?

ટલીક વીમા કંપનીઓએ નવા યુનિટ લિંક્ડ વીમા પ્લાન એટલે કે ULIP રજૂ કર્યા છે. થોડા વર્ષો પહેલા સુધી, યુલિપમાં ભારે ભરખમ ચાર્જ વસૂલવામાં આવતા હતા...પરંતુ નવા યુલિપના ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે

રોકાણ માટે કેવા છે નવા યૂલિપ, તે જુના યૂલિપથી કેટલા અલગ છે?

Money9: સરકારી શાળામાં શિક્ષક સુનંદા ખૂબ ખુશ છે. તેને જાણવા મળ્યું છે કે કેટલીક વીમા કંપનીઓએ નવા યુનિટ લિંક્ડ વીમા પ્લાન એટલે કે ULIP રજૂ કર્યા છે. પોલિસીના બ્રોશરમાં કહેવામાં આવ્યું છે કે આ રોકાણમાં ઘણા પ્રકારના ચાર્જ માફ કરવામાં આવ્યા છે. વીમા કવર માટે વસૂલ કરાયેલા મોર્ટેલિટી ચાર્જ પણ પરત કરવામાં આવશે. સુનંદાની ખુશીનું કારણ એ છે કે તે મ્યુચ્યુઅલ ફંડની જેમ રોકાણ કરશે અને વીમા કવર ફ્રીમાં મળી જશે. રોકાણ માટે કેવા છે નવા યુલિપ, જૂના યુલિપથી કેટલા અલગ છે? આવો સમજીએ…

દરેક રોકાણ યોજનામાં ખુબીઓ અને ખામી બંને હોય છે. આ વાત યુલિપને પણ લાગુ પડે છે. આ એક જીવન વીમા યોજના છે. આના દ્વારા તમે જીવન વીમા કવરની સાથે કમાણી કરી શકો છો. તમે ટેક્સ સેવિંગનો પણ લાભ લઈ શકો છો. યુલિપમાં રોકાણનો લોક-ઇન પીરિયડ પાંચ વર્ષનો હોય છે. થોડા વર્ષો પહેલા સુધી, યુલિપમાં ભારે ભરખમ ચાર્જ વસૂલવામાં આવતા હતા…પરંતુ નવા યુલિપના ખર્ચમાં ઘણો ઘટાડો થયો છે અને તેને સ્માર્ટ યુલિપ કહેવામાં આવે છે.

સ્માર્ટ યુલિપનો સૌથી મોટો ફાયદો એ છે કે બદલાતા નાણાકીય સંજોગો અનુસાર તેમાં પ્રીમિયમ ચૂકવવાની સુવિધા છે. તમે ત્રિમાસિક, છમાસિક, વાર્ષિક અથવા મ્યુચ્યુઅલ ફંડની SIPની જેમ માસિક રોકાણનો વિકલ્પ પસંદ કરી શકો છો. જો તમારી પાસે સરપ્લસ ફંડ છે તો તમે ટોપ અપ પણ કરી શકો છો. આ રોકાણમાં, જોખમ સહન કરવાની ક્ષમતા અનુસાર, ઇક્વિટી અથવા ડેટમાં 100 ટકા સુધી રોકાણનો વિકલ્પ પસંદ કરી શકે છે. પોતાની વ્યૂહરચના અનુસાર તમે ઇક્વિટી, ડેટ અથવા હાઇબ્રિડમાં સ્વિચ કરી શકો છો. કેટલીક વીમા કંપનીઓ ફંડને સ્વિચ કરવા માટે કોઈ ચાર્જ નથી વસૂલતી. પાંચ વર્ષ પછી, તમે તમારા રોકાણનો આંશિક અથવા સંપૂર્ણ ઉપાડ કરી શકો છો.

ખાસ વાત એ છે કે સ્માર્ટ યુલિપમાં પ્રીમિયમ એલોકેશન અને પોલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જ નથી જે વીમાધારકના પ્રીમિયમમાંથી કાપવામાં આવે છે. આ રીતે નવી ULIPમાં રોકાણનો ખર્ચ મહદઅંશે ઘટી ગયો છે. પરંપરાગત ULIP અને સ્માર્ટ ULIP વચ્ચેનો મુખ્ય તફાવત તેમની રોકાણ વ્યૂહરચના અને પ્રીમિયમ ચુકવણીમાં ફ્લેક્સિબિલિટી છે.

જૂના યુલિપની સૌથી મોટી ખામી રોકાણનો ઊંચો ખર્ચ હતો. એક સમયે, પ્રથમ વર્ષમાં ULIP માટે વીમા એજન્ટને 40 ટકા સુધીનું કમિશન આપવામાં આવતું હતું, જે વીમાધારકના પ્રીમિયમમાંથી કાપવામાં આવતું હતું. જો કે, હવે વીમા નિયમનકાર IRDAI એ ULIP કમિશનની મર્યાદા નક્કી કરી છે. હવે દરેક વીમા કંપની તેના બિઝનેસની સાઇઝ અને ખર્ચના આધારે એજન્ટ કમિશન નક્કી કરે છે. તેમ છતાં, આ રોકાણ ઘણું મોંઘું પડે છે કારણ કે ULIPના પ્રીમિયમમાં તે પ્લાન ચલાવવાનો ખર્ચ અને એજન્ટ કમિશનનો ખર્ચનો સમાવેશ થાય છે.

સ્માર્ટ ULIP માં, કંપનીઓએ એજન્ટ કમિશન અને પ્રીમિયમ એલોકેશન ચાર્જ નાબૂદ કરી દીધો છે. આ પ્લાનને મોટાભાગની વીમા કંપનીઓ ઓનલાઈન વેચી રહી છે. કેટલીક કંપનીઓએ પોલિસી એડમિનિસ્ટ્રેશન ચાર્જમાં ઘટાડો કર્યો છે તો કેટલાકે તેને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે.

ULIP પ્રિમિયમમાં જીવન વીમા કવરેજની કોસ્ટ ઘણી મોંઘી સાબિત થાય છે. નવા યુલિપમાં વીમા કંપનીઓ મોર્ટાલિટી ચાર્જ રિફંડ કરવાનો વિકલ્પ આપી રહી છે. ઉદાહરણ તરીકે, HDFC Click2 વેલ્થમાં મેચ્યોરિટીના સમયે જ્યારે Tata ISIP પ્લાનમાં 11માં વર્ષે રિટર્ન ઑફ મોર્ટાલિટી ચાર્જ એટલે કે ROMCનો વિકલ્પ મળી રહ્યો છે. ULIPમાં વીમા કંપની ફંડ મેનેજમેન્ટનો ચાર્જ વસૂલ કરે છે જે વાર્ષિક 0.8 થી 1.35 ટકાની વચ્ચે હોઈ શકે છે. આ રીતે, પહેલાની તુલનામાં આ રોકાણ મહદઅંશે પોસાય તેવું બની ગયું છે.

હવે એ જાણીએ કે યુલિપમાં ટેક્સ બેનિફિટ કેવી રીતે મળે છે? આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, ULIPમાં વાર્ષિક દોઢ લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે. જો કે, આ લાભ ત્યારે જ મળશે જ્યારે રોકાણની રકમ વીમા કવરની રકમના 10 ટકા સુધી હોય. જો પ્રીમિયમ આનાથી વધુ હોય તો કોઈ ટેક્સ લાભ નહીં મળે. જો યુલિપમાં તમારું કુલ વાર્ષિક રોકાણ રૂ. 2.5 લાખ સુધીનું છે, તો પાંચ વર્ષ પછી મેચ્યોરિટી પર સંપૂર્ણ રકમ કરમુક્ત રહેશે. જો વાર્ષિક રોકાણ 2.5 લાખ રૂપિયાથી વધુ હોય તો ઉપરની રકમ પર મળતું રિટર્ન ટેક્સેબલ રહેશે.

સેબીના રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જીતેન્દ્ર સોલંકી કહે છે કે ULIPમાં જીવન વીમા કવર, રિટર્ન અને ટેક્સ બેનિફિટનો લાભ મળે છે. આ સુવિધાઓને ધ્યાનમાં લેતા, ULIP રોકાણ માટે વધુ સારો વિકલ્પ લાગે છે પરંતુ લાઇફ કવરની સુવિધા રોકાણકારને મફતમાં નથી મળતી. કંપની આના માટે વાર્ષિક ચાર્જ લે છે. આ રીતે તમારા બધા પૈસાનું રોકાણ નથી થતું. વીમા કંપનીઓની આવકનો આ જ મુખ્ય સ્ત્રોત છે. ULIP માં, તમારું રોકાણ અને વીમો મિક્સ થઇ થાય છે, જે કોઈ પણ સંજોગોમાં સારું માનવામાં નથી આવતું. વીમા માટે, ટર્મ ઇન્શ્યોરન્સ લો અને રોકાણ માટે તમારા રોકાણના લક્ષ્યો અનુસાર વિકલ્પ પસંદ કરો.

તમે પણ સુનંદાની જેમ માત્ર બ્રોશર જોઈને રોકાણ કરવા તૈયાર ન થાઓ. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય લક્ષ્યો, જોખમ ઉઠાવવાની ક્ષમતા અને ખર્ચ અંગે સારી રીતે સમજો. એક વાત સારી રીતે જાણી લો કે કોઈપણ વીમા કંપની તમને મફતમાં કોઈ સુવિધા નહીં આપે. આ મંત્ર સ્માર્ટ ULIP ને પણ લાગુ પડે છે…તેથી રોકાણ અંગેના નિર્ણયો સમજી વિચારીને જ લો.

Published: April 22, 2024, 19:19 IST