Money9: સુબોધ તાજેતરમાં જ નિવૃત્ત થયો છે. નિવૃત્તિ પછી પેન્શન મેળવવાનું શરૂ થયું પરંતુ ઇનકમના સોર્સ શોધી રહ્યો હતો. તો કોઈએ FDનું સૂચન કર્યું અને કહ્યું કે FDમાં એક ઓપ્શન હોય છે, જેને પસંદ કરવાથી તમને માસિક વ્યાજના રૂપમાં આવક મળે છે. સુબોધ એફડી વિશે જાણે છે, પહેલા પણ ઘણી એફડી કરી ચૂક્યો છે.. પરંતુ એફડીમાં આવી પણ કોઈ સુવિધા હોય છે તે વિશે તેને ખબર ન્હોતી.
ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD હંમેશા રોકાણનું એક સુરક્ષિત અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. આમાં સેફ્ટી તો મળે જ છે સાથે સાથે રિટર્ન પણ સારુ મળે છે. સુબોધ જેવા એવા લોકો કે જેઓ નિવૃત્તિ પછી આવકનો સોર્સ શોધે છે, તેમના માટે FD નિયમિત માસિક આવકનો એક સ્ત્રોત બની શકે છે. આ સુવિધા શું છે, કેવી રીતે કામ કરે છે? આવો આ વીડિયોમાં સમજીએ.
ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરતી વખતે, તમે એવો વિકલ્પ પસંદ કરી શકો છો કે તમારે મેચ્યોરિટી બાદ પૈસા ઉપાડવા છે કે એક નિશ્ચિત સમયે પૈસા જોઇએ છે. આના માટે તમે મંથલી ઇન્ટરેસ્ટ પેઆઉટનો ઓપ્શન પસંદ કરી શકો છો. આનાથી FD સાથે લિંક્ડ તમારા સેવિંગ એકાઉન્ટમાં દર મહિને વ્યાજ આવતું રહેશે.
મંથલી ઇન્ટરેસ્ટ પેઆઉટના ઓપ્શનવાળી એફડી એવા લોકો માટે યોગ્ય છે જે સતત માસિક આવક ઈચ્છે છે. ખાસ કરીને નિવૃત્ત વ્યક્તિ અથવા એવા લોકો માટે આ યોગ્ય સોદો છે જે પેન્શન જેવી એક સ્થિર આવક ઇચ્છે છે.
મંથલી ઇન્ટરેસ્ટ પેઆઉટવાળી એફડી ટૂંકા ગાળા ઉપરાંત લાંબા ટેન્યોરમાં પણ લઇ શકાય છે. ઘણી બેંક આ એફડી 10 વર્ષ સુધીના સમયગાળા માટે ઓફર કરે છે. આનાથી લાંબા ટેન્યોરની સાથે મળતા હાઇ ઇન્ટરેસ્ટ રેટનો પણ તમને ફાયદો મળે છે. આ ઉપરાંત, પ્રી-મેચ્યોર વિડ્રોઅલની સુવિધા પણ મળે છે.
હવે સવાલ એ થાય કે આ પ્રકારની FD પર વ્યાજની ગણતરી કેવી રીતે થાય છે?
તો આ ઇન્ટરેસ્ટ સામાન્ય રીતે સિમ્પલ ઇન્ટરેસ્ટના ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. આ સાથે, મંથલી પેઆઉટ કરવામાં આવે છે. આનાથી તમને નિયમિત આવક મળે છે જ્યારે તમારી પ્રિન્સિપલ એમાઉન્ટ પણ ઇન્વેસ્ટ રહે છે.
ધારો કે તમે માસિક ચુકવણીના વિકલ્પ સાથે FDમાં 10 લાખ રૂપિયા જમા કરાવ્યા છે. આમાં વાર્ષિક રિટર્ન 6 ટકા છે. જો આને 12 મહિનામાં વહેંચવામાં આવે તો માસિક વ્યાજ 0.5 ટકા થશે. સિમ્પલ ઇન્ટરેસ્ટની ફોર્મ્યુલાને લાગુ કરીએ તો 10 લાખ રૂપિયાને 0.5 ટકાથી ગુણાકાર કરવાની સાથે તમને જે મંથલી પેઆઉટ મળશે તે 5,000 રૂપિયા હશે. મોટાભાગની બેંકો આ પ્રકારની FDની સુવિધા આપે છે.
બીજો પ્રશ્ન એ છે કે શું માસિક ધોરણે મળતું વ્યાજ કરપાત્ર છે? તો જવાબ છે હા. રોકાણકાર જે ઇનકમ ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવે છે તે મુજબ આ ઇન્ટરેસ્ટ પર ટેક્સ લાગશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો