Money9: લાંબા ગાળાના રોકાણ પર આકર્ષક રિટર્ન અને ટેક્સ સેવિંગ માટે નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPS સારો વિકલ્પ સાબિત થઇ રહી છે. આ એક પેન્શન અને રોકાણ યોજના છે. સરકારની આ રિટાયરમેન્ટ સ્કીમની ખાસ વાત એ છે કે તે માર્કેટ લિંક્ડ હોય છે જે બજાર આધારિત રિટર્ન પુરુ પાડે છે. ખાનગી સેક્ટરમાં કામ કરનારા માટે પેન્શન મેળવવાનો આ એક સારો વિકલ્પ છે. આ વસ્તુ જોઇને અને સમજીને વિનયે પણ એનપીએસમાં રોકાણ શરુ કર્યું હતું. વિનય ચાર વર્ષથી દર મહિને 2000 રૂપિયાનું રોકાણ NPSમાં કરી રહ્યો છે પરંતુ આ રોકાણ પર અનિચ્છાએ વિનયે બ્રેક લગાવવી પડશે. ઘણી IT કંપનીઓમાં છટણીઓનો સમય ચાલી રહ્યો છે. આ ગાળામાં વિનયની પણ નોકરી જતી રહી. વિનય પોતાના NPS કોન્ટ્રીબ્યૂશનને રોકવા માંગે છે અને જમા રકમ ઉપાડવા માંગે છે.
NPS એક સારો વિકલ્પ
વિનયનું NPSમાં પોતાનું કોન્ટ્રીબ્યૂશન અને રિટર્ન મળીને અંદાજે 1.16 લાખ રૂપિયા જમા છે. શું વિનય અર્લી વિડ્રોઅલ કરી શકે છે? વિનયની હાલત એવી છે કે તેને NPSથી પ્રીમેચ્યોર એક્ઝિટ લેવી છે પરંતુ માત્ર ચાર વર્ષના NPS એકાઉન્ટમાંથી તે હમણાં નહીં નીકળી શકે. પ્રીમેચ્યોર એક્ઝિટ માટે પાંચ વર્ષ સુધી NPSમાં ટકી રહેવું જરૂરી છે. કારણ કે વિનય ચાર વર્ષનો સમય વિતાવી ચૂક્યો છે તો તેણે વધુ એક વર્ષ પસાર કરવું પડશે. વિનયે કોઇપણ રીતે એક વર્ષની મિનિમમ 1000 રૂપિયા પેમેન્ટ કરીને એકાઉન્ટને ફ્રિજ થતા બચાવવું પડશે અને આવતા વર્ષે એક્ઝિટ લઇ શકશે. NPSમાં જમા રકમ 2.5 લાખ રૂપિયાથી ઓછી હોય તો પૂરી રકમ પાછી મળી જાય છે. જો મેચ્યોરિટી પહેલા એકાઉન્ટ બંધ કરો તો અને NPSમાં જમા 2.5 લાખ રૂપિયાની ઉપર છે તો પછી 80-20 નો નિયમ લાગુ થશે. એટલે કે જમા રકમના માત્ર 20 ટકા પૈસા એકસાથે કાઢી શકાશે. અને 80 ટકા રકમથી એન્યુટી પ્લાન ખરીદવો પડશે.
NPSને સુપર એન્યુએશન એજને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. સુપર એન્યુએશન પેન્શન મેળવવા માટેની ઉંમર હોય છે. NPSમાં 60 વર્ષની ઉંમર સુપર એન્યુએશન સ્ટેજ છે પરંતુ ઘણીવાર આ ઉંમર સુધી પહોંચતા પહેલા જ પૈસાની જરૂર પડી શકે છે. એટલે NPSમાં સબ્સ્ક્રાઇબરને પાર્શિયલ વિડ્રોઅલ એટલે કે આંશિક પૈસા ઉપાડવાની તક આપવામાં આવે છે. આના માટે NPS ખાતાનું 3 વર્ષ જુના હોવું જરુરી છે. 3 વર્ષ કમ્પ્લિટ થયા બાદ જમા રકમના 25 ટકા હિસ્સો વિડ્રોઅલ કરી શકાય છે. NPSના આખા ટેન્યોરમાં ત્રણ વાર જમા રકમનો કેટલોક હિસ્સો કાઢી શકાય છે.
આ સંજોગોમાં તમે આશિંક ઉપાડ કરી શકો
– બાળકોના હાયર એજ્યુકેશન – બાળકોના લગ્ન – પોતાનું ઘર કે ફ્લેટ ખરીદવા કે બનાવવા – ગંભીર બીમારીની સારવાર માટે – દુર્ઘટનાની સ્થિતિમાં – પોતાના અભ્યાસ કે વ્યવસાય માટે
પછી તે પ્રી-મેચ્યોર વિડ્રોઅલ હોય કે પાર્શિયલ વિડ્રોઅલ બન્ને સ્થિતિમાં સબ્સ્ક્રાઇબરને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર એટલે કે PRAN IDની સાથે કેન્સલ ચેક, KYC પ્રુફની સાથે સંબંધિત ક્લેમ ફોર્મ જમા કરવાનું હોય છે. એક્સપર્ટની સલાહ છે કે એનપીએસ રિટાયરમેન્ટ પ્લાનિંગ સાથે જોડાયેલું છે. આ રોકાણને સમય પહેલા ઉપાડથી બચવાની દરેક શક્ય કોશિશ કરવી જોઇએ. કટોકટીની સ્થિતિ આવે ત્યારે આ ખાતામાંથી પૈસા ઉપાડો. જો શક્ય હોય તો દર વર્ષે મિનિમમ રકમ જમા કરીને ખાતાને ચાલુ રાખો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો