building blocks શું છે? ફિનફ્લુઅન્સર્સ પર કેવી રીતે લગામ લગાવશે?

Social Media પર Finfluencers એવા સલાહવીર હોય છે જે લોકોને છેતરીને રોકાણ કરવા માટે ફસાવે છે. નફો મેળવવા માટે ફેક સ્ક્રીનશોટનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે.

building blocks શું છે? ફિનફ્લુઅન્સર્સ પર કેવી રીતે લગામ લગાવશે?

Money9: સૌરભ લાંબા સમયથી એક ફિનફ્લુઅન્સરને ફોલો કરી રહ્યો હતો… એટલે કે ફાઈનાન્સિયલ ઈન્ફ્લુએન્સર… તેની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખી હતી અને ટેલિગ્રામ ચેનલનો પાસ પણ ખરીદી લીધો હતો…

તે ફિનફ્લુઅન્સરની સલાહ પર, શેરમાં સારી એવી રકમનું રોકાણ કર્યું … પરંતુ ત્યાં કોઈ ફાયદો ન થયો, તેના બદલે માત્ર નુકસાન જ થયું …

સૌરભ એકમાત્ર એવો વ્યક્તિ નથી કે જેણે ફિનફ્લુઅન્સરની સલાહને અનુસરીને રોકાણ કર્યું અને પૈસા ગુમાવ્યા હોય…એવા ઘણા લોકો છે કે જેઓ સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ ફિનફ્લુઅન્સરને ફોલો કરી રહ્યાં છે અને તેમની વાતો પર આંખ મીંચીને ભરોસો કરી રહ્યાં છે.

Finfluencers સોશિયલ મીડિયા પર એવા સલાહવીર હોય છે જે લોકોને છેતરીને રોકાણ કરવા માટે ફસાવે છે. નફો મેળવવા માટે ફેક સ્ક્રીનશોટનો ઉપયોગ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. અને પેઇડ કોર્સિસ અને ટેલીગ્રામ ચેનલ જોઇન કરવા માટે ઇન્ફ્લુઅન્સ કરે છે.

આ ફિનફ્લુઅન્સર્સના વધતા બિઝનેસમાં ટ્રેડિંગ એપ્સ પણ ફાળો આપી રહી છે. તેમને એફિલિએટ લિંક્સને પ્રમોટ કરવા માટે કમિશન વગેરે આપવામાં આવે છે.

આમની પર લગામ લગાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમયાંતરે કાર્યવાહી કરતી રહે છે…

આ જ ક્રમમાં હવે સેબી કેટલાક building blocks લઇને આવી રહી છે. આ વીડિયોમાં અમે આ જ building blocksની વાત કરીશું.

સમજીશું કે તે છે શું અને કેવીરીતે ફિનફ્લુઅન્સર પર લગામ કસવામાં મદદ કરી શકે છે…હકીકતમાં સેબી ફિનફલ્યુઅન્સર એટલે કે ફાઇનાન્સિયલ ઇનફ્લુઅન્સરને ગેરમાર્ગે દોરતા મેસેજ અને ટિપ્સ પર પ્રતિબંધ લગાવવા માંગે છે. સેબીને લાગે છે કે ફિનફ્લુઅન્સર પર લગામ કસવા માટે પરંપરાગત રીત પૂરતી નથી..

તેથી, નવા નિયમો નક્કી કરતા પહેલા, SEBI તેને સરળતાથી લાગુ કરવા માટે કેટલાક ‘બિલ્ડિંગ બ્લોક્સ’ ઉભા કરવા માંગે છે…

‘બિલ્ડિંગ બ્લોક્સ’ એટલે એવી સિસ્ટમ કે જે ફિનફ્લુઅન્સર્સની ક્રેડિબિલિટીને તપાસશે…આ બિલ્ડીંગ બ્લોક્સ હેઠળ, SEBIની ફિનફ્લુઅન્સર્સના હાઇ રિટર્નના દાવાઓને ચકાસવા માટે એક પર્ફોર્મન્સ વેલિડેશન એજન્સી બનાવવાની યોજના ધરાવે છે…

એજન્સીની રચના પછી, સેબીની પાસે એ નક્કી કરવા માટેના નિયમો હશે કે કોણ ફિનફ્લુઅન્સર્સ છે અને કઈ રેગ્યુલેટેડ એન્ટિટીઝને આ કામ કરવાની મંજૂરી છે.

ઓગસ્ટ 2023માં બહાર પાડવામાં આવેલા સેબીના એક કન્સલ્ટેશન પેપર મુજબ…
આ પર્ફોર્મન્સ વેલિડેશન રિટર્ન, રિસ્ક અને અન્ય માપદંડો પર આધારિત હશે… આ માપદંડો ઇન્ડસ્ટ્રી ફોરમ નક્કી કરશે.

સેબી ઇચ્છે છે કે તેની રેગ્યુલેટેડ એન્ટિટિઝ ફિનફ્લુઅન્સર્સ સાથે સહયોગ ન કરે…

તેથી, સેબીએ ગયા વર્ષે આ પ્રકારના સહયોગ પર પ્રતિબંધ મૂકવાની દરખાસ્ત રજૂ કરી હતી…

પરંતુ હજુ પણ એવા ફિનફ્લુઅન્સર્સ છે જેઓ કોઈ નિયમનકારી સંસ્થા સાથે જોડાયેલા નથી… છતાં ખોટી સલાહ આપીને લાખો અને કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે.

છેલ્લા એક વર્ષમાં, સેબીએ યુટ્યુબ વીડિયો દ્વારા શેર ખરીદવાની સલાહ આપનારી પંપ એન્ડ ડમ્પ સ્કીમ્સ સામે પગલાં લીધા છે.

આ ઉપરાંત, ફેબ્રુઆરી 2023 માં ઘણા ફિનફ્લુઅન્સર્સને ચેતવણી પણ આપવામાં આવી હતી… હવે જો આ ‘બિલ્ડિંગ બ્લોક્સ’ સાથે નિયમો નક્કી કરવામાં આવશે, તો લોકોને ગેરમાર્ગે દોરનારા ફિનફ્લુઅન્સર્સ સામે યોગ્ય નિયમો હેઠળ પગલાં લેવાનો માર્ગ સ્પષ્ટ થશે…

અંતે, અમારી સલાહ એ હશે કે કોઈ પણ ફિનફ્લુઅન્સર્સથી આકર્ષિત ન થાઓ… તેમને સાંભળો, તેમની સલાહ લો પરંતુ તેમના પર તમારી રીતે રિસર્ચ કરો..

ઘણી સેબીમાં રજિસ્ટર્ડ એન્ટિટી છે, તેમની યુટ્યુબ ચેનલો જોઈ શકો છો… તેમને સાંભળીને શેરમાં રોકાણ કરવા વિશે તમારી સમજણ વધારો… અને પછી જ રોકાણ કરો…

Published: April 9, 2024, 19:56 IST