કઈ બેન્કની રિકરિંગ ડિપોઝિટમાં થશે વધારે કમાણી? SBI, HDFC કે ICICI ?

રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતુ ખોલાવવા માંગતા લોકોને અત્યારે સારા વ્યાજ દરનો લાભ મળી શકે છે. દેશની અગ્રણી બેન્કો SBI, HDFC Bank અને ICICI Bank સૌથી વધુ વ્યાજ દર ઑફર કરી રહી છે.

  • Team Money9
  • Last Updated : February 7, 2024, 17:43 IST
Recurring deposit

Money9 Gujarati:

Recurring deposit (RD) latest interest rates: ફિક્સ્ડ ડિપોઝિટ (FD)ની જેમ રિકરિંગ ડિપોઝિટ (RD)માં પણ કાર્યકાળ અને ઉંમરના આધારે વ્યાજ મળે છે. જો તમે વરિષ્ઠ નાગરિક છો તો વ્યાજ દર વધારે હશે. FD અને RD બંને પર લગભગ સમાન વ્યાજ દર મળે છે. જોકે, FDની જેમ, RDમાં એક જ સમયે ફિક્સ્ડ રકમ જમા કરાવવી નથી પડતી. તમે નિયમિત સમયે RDમાં નિશ્ચિત રકમનું રોકાણ કરી શકો છો. જો તમે પણ RDમાં રોકાણ કરવા માંગો છો, તો ચાલો તમને જણાવીએ કે SBI, HDFC, ICICI બેંકમાંથી કઈ બેંકની RD સૌથી વધુ વ્યાજ આપે છે.

SBIના રિકરિંગ ડિપોઝિટની વિગતઃ

SBI RD પર 6.50 ટકાથી 7 ટકા વાર્ષિક વ્યાજ આપી રહી છે. વરિષ્ઠ નાગરિકોને 7.35 ટકાથી 7.5 ટકા સુધીનું વ્યાજ મળે છે. તમે દર મહિને ઓછામાં ઓછા 100 રૂપિયાનું રોકાણ કરીને શરૂઆત કરી શકો છો. SBI RDનો કાર્યકાળ 1 વર્ષથી 10 વર્ષ સુધીનો હોય છે.

SBIની RDમાં મળતું વ્યાજ નીચે મુજબ છેઃ

1 વર્ષથી 2 વર્ષ કરતાં ઓછીઃ 6.80 ટકા

2 વર્ષથી 3 વર્ષ કરતાં ઓછીઃ 7.00 ટકા

3 વર્ષથી 5 વર્ષ કરતાં ઓછીઃ 6.50 ટકા

5 વર્ષ અને 10 વર્ષ સુધીઃ 6.50 ટકા

HDFC RD

HDFCમાં RD ખોલવાથી તમને 4.50 ટકાથી 7 ટકા વાર્ષિક વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકો માટે આ દર 5 ટકાથી 7.75 ટકા સુધી છે. તમે HDFCમાં 6 મહિનાથી 10 વર્ષ સુધીની રિકરિંગ ડિપોઝિટ ઓછામાં ઓછી 1,000 રૂપિયાની ડિપોઝિટ સાથે ખોલી શકો છો. HDFCના વિવિધ RD પર ઉપલબ્ધ વ્યાજના દર નીચે મુજબ છેઃ

6 મહિના – 4.50 ટકા

9 મહિના – 5.75 ટકા

12 મહિના – 6.60 ટકા

15 મહિના – 7.10 ટકા

24 મહિના – 7.00 ટકા

27 મહિના – 7.00 ટકા

36 મહિના – 7.00 ટકા

39 મહિના – 7.00 ટકા

48 મહિના – 7.00 ટકા

60 મહિના – 7.00 ટકા

90 મહિના – 7.00 ટકા

120 મહિના – 7.00 ટકા

ICICI બેન્ક RD

ICICI બેંક સામાન્ય નાગરિકોને RD પર 4.75 ટકાથી 7.10 ટકા વ્યાજ આપે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ વ્યાજ દરો 5.25 ટકાથી 7.60 ટકાની વચ્ચે છે. તમે ઓછામાં ઓછી 500 રૂપિયાની રકમ સાથે 6 મહિનાથી 10 વર્ષ માટે રિકરિંગ ડિપોઝિટ ખાતુ ખોલી શકો છો. વિવિધ કાર્યકાળના RD પર ઉપલબ્ધ વ્યાજ નીચે મુજબ છે:

6 મહિના – 4.75 ટકા

9 મહિના – 6.00 ટકા

12 મહિના – 6.70 ટકા

15 મહિના – 7.10 ટકા

18 મહિના – 7.10 ટકા

21 મહિના – 7.10 ટકા

24 મહિના – 7.10 ટકા

27 મહિના – 7.00 ટકા

30 મહિના – 7.00 ટકા

33 મહિના – 7.00 ટકા

36 મહિના – 7.00 ટકા

3 વર્ષથી 5 વર્ષ સુધી – 7.00 ટકા

5 વર્ષથી 10 વર્ષ સુધી – 6.90 ટકા

 

 

Published: February 7, 2024, 17:38 IST