FINANCIAL PLAN બનાવવો અને તેનો REVIEW કરવો કેમ છે જરૂરી?

FINANCIAL PLAN એક પ્રક્રિયા છે. જેમાં કોઇ વ્યક્તિની હાલની કમાણી, Financial Goals, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ગોલને પ્રાપ્ત કરવાની સ્ટ્રેટેજી જેવી ચીજો હોય છે.

FINANCIAL PLAN બનાવવો અને તેનો REVIEW કરવો કેમ છે જરૂરી?

Money9: નદીમની જેમ ઇન્વેસ્ટમેન્ટ તો દરેકને કરવું છે, કરવું પણ જોઇએ..પરંતુ પ્લાનિંગ સાથે..તમારુ ઇન્વેસ્ટમેન્ટ યોગ્ય દિશામાં થઇ રહ્યું છે કે નહીં…તેનો તાળો મેળવવા જરૂર પડે છે ફાઇનાન્સિયલ પ્લાનિંગની..ફાઇનાન્સિયલ પ્લાનિંગ એક એવી પ્રક્રિયા છે. જેમાં કોઇ વ્યક્તિની હાલની કમાણી, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ ફાઇનાન્સિયલ ગોલ્સને પ્રાપ્ત કરવાની સ્ટ્રેટેજી જેવી બાબતો હોય છે. કાર કે ઘર ખરીદવું, બાળકોનો અભ્યાસ કે લગ્ન અને રિટાયરમેન્ટ પ્લાનિંગ ફાઇનાન્સિયલ ગોલ્સના કેટલાક ઉદાહરણ છે..આવો જાણીએ ફાઇનાન્સિયલ પ્લાન બનાવવો અને તેનો રિવ્યૂ કરવો કેમ જરુરી છે.

ફાઇનાન્સિયલ પ્લાન તમારી લાઇફ જર્નીમાં ગાઇડ એટલે કે માર્ગદર્શકની જેમ કામ કરે છે. તે તમને કમાણી, ખર્ચ, બચત અને રોકાણને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જેથી કરીને તમે પૈસાને મેનેજ કરીને ફાઇનાન્સિયલ ગોલ્સને પ્રાપ્ત કરી શકો. ફાઇનાન્સિયલ પ્લાન પૈસા સાથે સંબંધિત અનિશ્ચિતતાઓ માટે તમને તૈયાર કરે છે. આ જ કારણ છે કે રોકાણની સાથે ઇન્સ્યોરન્સ અને ઇમરજન્સી ફંડ પણ તમારા ફાઇનાન્સયિલ પ્લાનનો મહત્વનો ભાગ હોવો જોઇએ. ફાઇનાન્સિયલ પ્લાનમાં ખાનગી અને પારિવારિક નાણાકીય જરૂરિયાતો, રોકાણ સાથે જોડાયેલા જોખમ ઉઠાવવાની ક્ષમતા, બચત અને રોકાણ જેવી બાબતોનો સમાવેશ થવો જોઇએ.

મોટાભાગના ફાઇનાન્સિયલ પ્લાનર વર્ષમાં ઓછામાં ઓછા એકવાર ફાઇનાન્સિયલ પ્લાનનો રિવ્યૂ કરવાની સલાહ આપે છે. ફાઇનાન્સિયલ પ્લાનનો રિવ્યૂ એટલા માટે જરૂરી છે કારણ કે તેનાથી ખબર પડે છે કે ફાઇનાન્સિયલ ગોલને પ્રાપ્ત કરવાની દિશામાં તમારુ રોકાણ યોગ્ય ટ્રેક પર છે કે નહીં. રિવ્યૂ કરવાથી ખબર પડે છે કે ફાઇનાન્સિયલ પ્લાનમાં ક્યાં સુધારાની શક્યતા છે. સાથે જ તે તમને રોકાણ સાથે જોડાયેલી ભૂલોથી પણ બચાવે છે.

જે લોકો પોતાના ફાઇનાન્સિયલ પ્લાનનો રિવ્યૂ નથી કરતા તેઓ વાસ્તવમાં બેદરકાર છે. આ બેદરકારીનું પરિણામ તમારે ભવિષ્યમાં ત્યારે ભોગવવું પડે છે જ્યારે તમને રોકાણ કરેલી રકમની જરૂરિયાત પડે છે. તે વખતે તમને ખબર પડે છે કે જેટલા પૈસાની જરૂરિયાત છે એટલા પૈસા તો તમારી પાસે છે જ નહીં..હવે વાત કરીએ એવી પરિસ્થિતિઓ વિશે જ્યાં ફાઇનાન્સિયલ પ્લાનને બારીકાઇથી જોવો જરૂરી છે.

જો તમે નોકરીયાત છો તે દર વર્ષે તમારો પગાર વધતો હશે…ફાઇનાન્સિયલ પ્લાન બનાવતી વખતે, પગાર પર ઘણો ભાર મૂકવામાં આવે છે… તેથી, દર વર્ષે જ્યારે પગાર વધે છે, ત્યારે ફાઇનાન્સિયલ પ્લાનનો રિવ્યૂ અને રોકાણમાં થોડો ફેરફાર તો કરવો જ જોઇએ. પ્રમોશન, જોબ ચેન્જ, નોકરી છુટવા અને લાંબા સમય સુધી કોઇ નોકરી વિના રહેવું કેટલાક એવા તબક્કા છે…જ્યારે તમારી આવકમાં મોટા ફેરફાર થાય છે…આવી પરિસ્થિતિઓમાં તમારે ફાઇનાન્સિયલ પ્લાનનો ડીપ રિવ્યૂ કરવાની જરૂર પડશે. આવું એટલા માટે કારણ કે જોબ ચેન્જ અથવા પ્રમોશનના કિસ્સામાં, રોકાણ વધારવાની અને નોકરી ગુમાવવા જેવા મુશ્કેલ સમયમાં, રોકાણ ઘટાડવાની જરૂર પડે છે. તો સેલ્ફ એમ્પ્લોયડ એટલે કે સ્વરોજગાર ધરાવતા લોકોએ કમાણી વધવાની સાથે રોકાણ વધારતા રહેવું જોઈએ.

દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન, બાળક, બાળકનો અભ્યાસ, ઘર ખરીદવું અને રિટાયરમેન્ટ જેવા ઘણા મહત્વના તબક્કાઓ આવે છે… જેના કારણે પ્રાથમિકતાઓ એટલે કે પ્રાયોરિટીઝ બદલાય છે..આવા કિસ્સામાં ફાઇનાન્સિયલ પ્લાનનો રિવ્યૂ જરૂર કરો. અને આવું એટલા માટે કરો કારણ કે હવે તમારે ફક્ત તમારા માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે પણ ફાઇનાન્સિયલ પ્લાન બનાવવાની જરૂર પડશે…રોકાણની જેમ, વીમા માટે પણ આ નિયમ લાગુ પડે છે…જો તમારી પાસે માત્ર ઇન્ડિવિઝ્યુઅલ હેલ્થ વીમા પૉલિસી છે, તો લગ્ન થાય ત્યારે તમે ફેમિલી ફ્લોટર પ્લાન લઈ શકો છો. જેથી ફેમિલી પણ કવર થાય.

માણસનું જીવન અનિશ્ચિતતાઓથી ભરેલું છે…એક સ્વસ્થ વ્યક્તિ પણ ગંભીર બીમારીનો શિકાર બની શકે છે…હાલમાં સારવારનો ખર્ચ ઘણો મોંઘો છે…બીમારી ખર્ચ વધવાની સાથે તમારી કામ કરવાની ક્ષમતા પણ ઘટી શકે છે. આનાથી આવક ઘટી શકે છે અથવા તે બંધ પણ થઈ શકે છે…આવી સ્થિતિમાં, ફાઇનાન્સિયલ ગોલ્સમાં ફેરફારની જરૂર પડી શકે છે…આના માટે, ફાઇનાન્સિયલ પ્લાનનો રિવ્યૂ કરવો જરૂરી છે…ધારો કે, તમે વિદેશપ્રવાસ માટે રોકાણ કરી રહ્યાં છો.. પરંતુ અચાનક જો કોઈ ગંભીર બીમારીની ખબર પડે તો તમારે ફોરેન ટ્રિપ માટેનું રોકાણ બંધ કરીને આ રોકાણને ઈમરજન્સી ફંડ અથવા ટ્રીટમેન્ટના ખર્ચમાં રૂપાંતરિત કરવું પડી શકે છે. તેથી સારવારના ખર્ચને કવર કરવા માટે પૂરતા કવરેજનો વીમો જરૂર ખરીદો.

જ્યારે તમે હોમ લોન, લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અથવા એજ્યુકેશન લોન જેવી મોટી લોન લો છો, ત્યારે ફાઇનાન્સિયલ પ્લાનની સમીક્ષા કરવી જરૂરી બની જાય છે. લોન માટે અરજી કરતા પહેલા તમારે તમારી એસેટ્સ પર ધ્યાન આપવું જોઈએ જેથી ખબર પડે કે તમે કેટલું ડાઉન પેમેન્ટ કરી શકો છો.. EMI ના દૃષ્ટિકોણથી પણ ફાઇનાન્સિયલ પ્લાનની સમીક્ષા કરો… કારણ કે હાઉસિંગ લોનને કારણે તમારા ખર્ચમાં ઘણો વધારો થશે… આવી સ્થિતિમાં, તમને એ ખબર હોવી જોઈએ કે અન્ય ફાઇનાન્સિયલ પ્લાન માટે તમે રોકાણ કરી શકશો કે નહીં?

ફાઇનાન્સિયલ પ્લાનના રિવ્યૂનો યોગ્ય સમય એ નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એપ્રિલ મહિનો છે… ફાઇનાન્સિયલ પ્લાનમાં રોકાણની સાથે વીમાનો પણ સમાવેશ કરો…રોકાણ કરતા પહેલા ઈમરજન્સી ફંડ બનાવો…મોટી લોન લેવાના કિસ્સામાં, ટર્મ ઈન્સ્યોરન્સનું કવર વધારીને આ રકમનો સમાવેશ કરો…જેથી કોઈ અપ્રિય ઘટનાના કિસ્સામાં મોટાભાગની રકમ લોનની ચૂકવણીમાં જવાના બદલે તમારી ફેમિલીને ટર્મ કવરની પર્યાપ્ત રકમ મળે..વર્ષમાં ઓછામાં ઓછા એક વખત ફાઇનાન્સિયલ પ્લાનની સમીક્ષા કરો.. જેથી ફાઇનાન્સિયલ ગોલ અધૂરો ન રહે…સાથે જ એક વસિયત પણ જરૂર બનાવો. જેથી તમારી મિલકત યોગ્ય હાથમાં પહોંચે.

Published: March 29, 2024, 18:18 IST