પર્સનલ લોન લેતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખશો?

જ્યારે પણ આપણને અચાનક પૈસાની જરૂર પડે છે અને આપણી પાસે પૈસા નથી હોતા તો આપણે પર્સનલ લોન માટે દોડીએ છીએ...પર્સનલ લોન મળવી સરળ છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ

પર્સનલ લોન લેતી વખતે કઇ વાતોનું ધ્યાન રાખશો?

Money9: જ્યારે પણ આપણને અચાનક પૈસાની જરૂર પડે છે અને આપણી પાસે પૈસા નથી હોતા તો આપણે પર્સનલ લોન માટે દોડીએ છીએ… ન વધારે પેપરવર્ક…ન કંઇ ગિરવે રાખવાની માથાકુટ… 2-3 દિવસમાં પૈસા ખાતામાં… આ જ કારણે લોકો પર્સનલ લોન પસંદ કરે છે…લોન માટે એલિજિબલ થાઓ કે તરત જ બેંક લોન આપવા માટે તૈયાર પણ થઇ જાય છે. પર્સનલ લોન મળવી સરળ છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ…લોન લેતા પહેલા તમારે 6 વાતોનું ધ્યાન રાખવું જોઈએ..આ એવી વાતો છે જે બેંક પણ તમને નહીં જણાવે…

પહેલી વાત..પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન છે. આ લોન માટે કોઇ એસેટને કોલેટરલ એટલે કે ગિરવે રાખવાની જરૂરિયાત નથી હોતી. આ જ કારણ છે કે પર્સનલ લોનના વ્યાજ દરો ઘણાં વધારે હોય છે. જે અંદાજે 11 ટકાથી શરૂ થઇને 44 ટકા સુધી જાય છે. પર્સનલ લોન જેવી મોંઘી લોન લેતી વખતે, ઓછામાં ઓછી 5-6 બેંકો સાથે વાત કરો… તેમની સાથે ભાવતાલ કરો… જેથી તમને ઓછા વ્યાજ દરે લોન મળી શકે. … વ્યાજ દરમાં નાનો અમથો તફાવત લોનની ઓવરઓલ કોસ્ટ પર ઘણી અસર કરે છે.

બેંકોની વેબસાઈટ અનુસાર, પર્સનલ લોન માટે SBI 11.15 થી 14.30 ટકા… પંજાબ નેશનલ બેંક એટલે કે PNB 11.40 થી લઇને 16.95 ટકા… HDFC બેંક 10.75 થી 24 ટકા જ્યારે ICICI બેંક 10.80 થી 16.15 ટકાની વચ્ચે વ્યાજ દર ચાર્જ કરે છે.

બીજું- પર્સનલ લોનમાં, વ્યાજ દર સિવાય, બેંકો અન્ય ચાર્જ પણ લગાવે છે… આમાંની એક છે પ્રોસેસિંગ ફી… લોન લેવા માટે, તમારે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે, જે સામાન્ય રીતે લોનની રકમના 1 થી 3 ટકા હોય છે. ઘણીવાર પ્રોસેસિંગ ફી તરીકે મિનિમમ અને મેક્સિમમ રકમ પણ રાખવામાં આવે છે…આ જ રીતે, પર્સનલ લોનને પ્રી-પે એટલે કે સમય પહેલાં ચૂકવવામાં આવે, તો પ્રી-પેમેન્ટ કે ફોરક્લોઝર ચાર્જ આપવાનો હોય છે. એટલું જ નહીં, લોનની EMI ચૂકી જાઓ છો, તો તમારે પેનલ ચાર્જિસ પણ ચૂકવવા પડે છે… લોન લેતા પહેલા તમામ ચાર્જિસ વિશે જાણી લો…

ત્રીજી વાત- પર્સનલ લોન લેતા પહેલા, એ જરૂર ચેક કરો કે તમે હપ્તો ચૂકવી શકશો કે નહીં… સૌ પ્રથમ, પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટરમાં લોનની રકમ, વ્યાજ દર અને ટેન્યોર નાંખીને EMIની રકમ શોધો. ત્યારબાદ પોતાના કેશ ફ્લો એટલે કે કેટલી કમાણી થઇ રહી છે અને ખર્ચ કેટલો છે… તેનું વિશ્લેષણ કરવું જોઈએ… EMI એટલી જ રાખો… જેટલી તમે સરળતાથી ચૂકવી શકો… EMIથી જરૂરી ખર્ચા અને રોકાણ પર અસર ન પડવી જોઇએ. બધી લોનની EMI તમારી આવકના 30-40 ટકાથી વધુ ન હોવી જોઈએ.

ચોથું- પર્સનલ લોનમાં ટેન્યોર સમજી વિચારીને પસંદ કરો…ટેન્યોર ઓછો હોવાનો અર્થ વધુ EMI… જ્યારે લાંબા ટેન્યોરનો અર્થ વધુ વ્યાજ ભરવું… ઉદાહરણ તરીકે, જો તમે 5 લાખ રૂપિયાની લોન 11 ટકાના વ્યાજ પર 3 વર્ષ માટે લો છો 16,369 રૂપિયાની EMI થશે. 3 વર્ષમાં 89,297 રૂપિયાની વ્યાજ ચૂકવવું પડશે. આ જ લોનનો ટેન્યોર 5 વર્ષનો રાખો તો EMI ઘટીને 10,871 રૂપિયા થઈ જશે. પરંતુ 1,52,273 રૂપિયાનું વ્યાજ ભરવું પડશે. ટેન્યોર 2 વર્ષ વધારવા પર 62,976 રૂપિયા વધારે ભરવા પડશે.

પાચમું- લોન માટે અરજી કરતી વખતે, બેંકો તમારી આવક, ઉંમર, નોકરીની સ્થિરતા અને ક્રેડિટ સ્કોર તપાસે છે… આના આધારે, ઘણી વખત બેંકો તમને જરૂરિયાત કરતાં વધુ લોન ઓફર કરે છે… તમારે આ ચક્રવ્યૂહમાં ન ફસાવું જોઇએ. તમારી જરૂરિયાતોનું મૂલ્યાંકન કર્યા બાદ, લોનની રકમ નક્કી કરો અને તેને વળગી રહો… લોન જેટલી મોટી હશે, વ્યાજનો ખર્ચ તેટલો વધારે થશે…

અને છેલ્લી વાત એ ધ્યાનમાં રાખો કે ઝડપી નફો મેળવવાના ચક્કરમાં પર્સનલ લોન લઇને શેરબજાર અથવા કોઈ અનરેગ્યુલેટેડ અથવા સંદિગ્ધ સ્કીમમાં રોકાણ કરવાનું ન વિચારો. તેમાં રિટર્નની સાથે રિસ્ક પણ વધારે છે… લોન લઇને કરવામાં આવેલું તમારું રોકાણ ખરાબ રિટર્ન આપે છે…એટલે કે તમે જે દરે લોન લીધી છે તેના કરતાં રોકાણ પરનું રિટર્ન ઓછું મળે છે..અથવા જો કોઈ કારણસર પૈસા ડૂબી જાય તો તમે મોટી નાણાકીય મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

પર્સનલ લોન એ હોમ લોન, કાર લોન અથવા એજ્યુકેશન લોનથી અલગ છે… કારણ કે હોમ લોન લઈને તમે પ્રોપર્ટી બનાવો છો… ઓટો લોનથી કાર જ્યારે એજ્યુકેશન લોનથી ભવિષ્ય… પરંતુ પર્સનલ લોનમાં આવો કોઈ ફાયદો નથી. અહીં તમે કામ ચલાવવા માટે લોન લો છો… જેના પર તમે ઉંચુ વ્યાજ ચૂકવો છો… આવી સ્થિતિમાં, જો બહુ જરૂર હોય તો જ પર્સનલ લોન લો… જરૂરિયાત કરતાં વધુ લોનને ઇગ્નોર કરો… લોનની શરતો સારી રીતે વાંચો… ઉતાવળે નિર્ણય ન લો… શોખને પૂરો કરવા અથવા વધુ રિટર્ન કમાવવાના ચક્કરમાં લોન લઈને રોકાણ ન કરો…

 

Published: April 22, 2024, 19:49 IST