MONEY9 GUJARATI: રાહુલ ઘર ખરીદવાનું વિચારી રહ્યો છે… એક જ વારમાં ઘર માટે મોટી રકમ ચૂકવવી મુશ્કેલ છે… તેથી હોમ લોન (Home Loan)ની મદદથી તે ડ્રીમ હોમનું સપનું પૂરું કરશે… પરંતુ બેંક (Bank)માંથી કેટલી લોન મળી શકે છે? .. અને જેટલી લોન (Loan) નહીં મળે તે રકમની વ્યવસ્થા કરીને પેમેન્ટ કરવું પડશે,,જેને ડાઉન પેમેન્ટ (Down payment) કહેવામાં આવે છે… રાહુલ આ અંગે મૂંઝવણમાં છે… જો રાહુલને તેની લોનનો LTV Ratio એટલે કે લોન-ટુ-વેલ્યુ રેશિયો વિશે ખબર હોય… તો તેના માટે તમામ ગણતરીઓ આસાન થઈ જશે… શું છે આ LTV Ratio… અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે.. જાણો આ વીડિયોમાં…
RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો ઘરની કિંમતની ચોક્કસ મર્યાદા સુધી જ લોન આપી શકે છે. મિલકત પર ઉપલબ્ધ લોનની રકમ લોન-ટુ-વેલ્યુ રેશિયો પર આધારિત હશે, જે દર્શાવે છે કે ઘરની કિંમત પ્રમાણે કેટલી લોન મળી શકે છે.. RBIના નિયમો પ્રમાણે, જો ઘરની કિંમત 30 લાખ રૂપિયા સુધી હોય, તો બેંકો તેના 90 ટકા સુધીની હોમ લોન આપી શકે છે. જો ઘરની કિંમત 30 લાખથી 75 લાખ રૂપિયાની વચ્ચે હોય, તો લોન- ટુ-વેલ્યુ રેશિયો 80 ટકા સુધી હોઈ શકે છે… જો ઘરની કિંમત 75 લાખ રુપિયાથી ઉપર હોય તો બેન્કો માત્ર 75 ટકા સુધીની જ લોન આપી શકે છે…
ધારો કે તમે 60 લાખ રુપિયાનું ઘર ખરીદવા જઈ રહ્યા છો… RBIના નિયમો પ્રમાણે બેન્કો 80 ટકા સુધી લોન-ટુ-વેલ્યુ રેશિયો આપી શકે છે… પરંતુ એ જરૂરી નથી કે બેન્કો તમને મૂલ્યના 80 ટકાની લોન આપે. જો બેંક 70 ટકા લોન-ટુ-વેલ્યુ રેશિયો ઓફર કરે છે, તો તમને 42 લાખ રુપિયાની હોમ લોન મળશે… અને બાકીના 18 લાખ રુપિયાની રકમ તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવી પડશે, જેને ડાઉન પેમેન્ટ કહેવાય છે. જ્યારે તમે બેંકમાં લોન માટે અરજી કરો છો, ત્યારે જરૂરી નથી કે તમને એટલી લોન મળી જાય જેટલી તમે લેવા માંગો છો.
LTV રેશિયો નક્કી કરતી વખતે બેંકો ઘણી બધી બાબતો પર ધ્યાન આપે છે… જેમ કે ઘર ખરીદનારની લોનની ચુકવણી કરવાની ક્ષમતા, જેમાં તેની આવક અને વર્તમાન તમામ લોનને આંકવામાં આવે છે. સાથે જ તેની ઉંમર અને જે પ્રોપર્ટી ખરીદવામાં આવી રહી છે તેની સ્થિતિ તપાસવામાં આવે છે… હવે LTV રેશિયોનો કેલ્કયુલેશન ફૉર્મુલા જાણો… ખરીદવામાં આવી રહેલી પ્રૉપર્ટી પર મળી રહેલી લોન અને પ્રૉપર્ટીની કિંમતના આધાર પર કેલક્યુલેટ કરવામાં આવે છે.. લોનની રકમને પ્રૉપર્ટી વેલ્યુથી ભાગ્યા કરો અને પછી ગુણાકાર કરો 100થી…
ઉદાહરણ તરીકે… રાહુલ 50 લાખ રુપિયાની ડીલ સીલ કરી રહ્યો છે…RBIના નિયમો પ્રમાણે તેને 80 ટકા એટલે કે 40 લાખ રુપિયા સુધીની લોન મળી શકે છે… પરંતુ રાહુલની આર્થિક સ્થિતિના આધારે 35 લાખ રુપિયા સુધીની જ લોન બેન્ક તેને આપશે. આવી સ્થિતિમાં, રાહુલના ઘરનો LTV રેશિયો (35 લાખ/50 લાખx100) 70 ટકા થશે… અને રાહુલને 15 લાખનું ડાઉન પેમેન્ટ કરવું પડશે… જો રાહુલ ડાઉન પેમેન્ટની રકમને હજુ વધારી દે છે તો LTV રેશિયો ઘટાડી શકશે…લેન્ડર એટલે કે લોન આપતી સંસ્થાઓ વધુ ડાઉન પેમેન્ટ આપનારા ગ્રાહકોને પ્રાધાન્ય આપે છે.. LTV રેશિયો જેટલો ઓછો હશે બેંક લોન આપવામાં એટલી પોઝિટિવ હશે..
ટેક્સ અને ઇન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ બળવંત જૈન કહે છે… કે હોમ લોનના કિસ્સામાં, પ્રૉપર્ટીના એગ્રીમેન્ટ-ટૂ-સેલમાં નોંધાયેલી કિંમતથી કોઈ ફરક પડતો નથી… બેંક તેના વેલ્યુઅર પાસેથી ઘરની કિંમતનું મૂલ્યાંકન કરાવશે. .. અને બેંનેમાંથી જે પણ કિંમત ઓછી હશે, તેના આધારે લોન ગણવામાં આવશે… જૈન કહે છે કે લોન મંજૂર કરવામાં ખરીદદારની વાર્ષિક આવક, ઉંમર અને ક્રેડિટ હિસ્ટ્રી ખૂબ મહત્વ ધરાવે છે…
જો તમારો લોન-ટુ-વેલ્યુ રેશિયો ઓછો છે, તો તે બેંકના રિસ્ક ઑફ માર્જિનને ઘટાડે છે. આવી સ્થિતિમાં, બેંક તમને ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે. પરંતુ આ માટે તમારે બેંક સાથે વાટાઘાટ કરવી પડશે. વાટાઘાટ કર્યા વગર કોઈ પણ બેંક વ્યાજ દર નહીં ઘટાડે.. આવી સ્થિતિમાં, જો રાહુલની જેમ તમે પણ હોમ લોન દ્વારા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો… તો પહેલા ડાઉન પેમેન્ટ માટે સારી એવી રકમની વ્યવસ્થા કરો… તમે જેટલી વધુ રકમ ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવશો… તમારો લોન-ટુ-વેલ્યુ રેશિયો ઓછો થશે.જેનાથી તમને હોમલોન લેવામાં સરળતા રહેશે, સાથે જ વ્યાજ પણ ઓછું ચુકવવું પડશે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો