MONEY9: આજકાલ લોન લઇને જીવન પસાર કરવું એક સામાન્ય વાત બની ગઇ છે. દરેક વ્યક્તિ કોઇ ને કોઇ કામ માટે લોન લેતો હોય છે. ઘણાં કારણોથી લોકો લોન ચુકવી (LOAN REPAYMENT) પણ નથી શકતા. રિયલ એસ્ટેટ કંપનીમાં કામ કરતા દુર્ગેશ સિંહે અંગત કામ માટે વર્ષ 2018માં પર્સનલ લોન લીધી…એપ્રિલ 2021 સુધી લોનના હપ્તા બરોબર ભરતા રહ્યાં. મહામારીની બીજી લહેરમાં નોકરી જતી રહી. હવે આવક ન રહી તો હપ્તા કેવી રીતે ભરે..? આવી પરિસ્થિતિમાં લોન રિકવરી એજન્ટે (RECOVERY AGENT) તેમને ધમકાવવાનું શરૂ કર્યું. આવા ઘણાં કિસ્સા બની ચૂક્યા છે. જો રિકવરી એજન્ટ પરેશાન કરી રહ્યો છે તો તમારી પાસે કયા કાનૂની વિકલ્પ છે? આ અંગે પણ જાણી લેવું જરૂરી છે.
એજન્ટોની અનૈતિક રીતો
હાલના દિવસોમાં એવા ઘણાં ઉદાહરણ જોવા મળ્યા છે, કે જ્યાં લોન રિકવરી એજન્ટોએ લોનધારકને ડરાવ્યા-ધમકાવ્યા હોય. ખાસ કરીને ડિજિટલ લેન્ડિંગ એપ્સના કિસ્સામાં કે જ્યાં લોકો ઇન્સ્ટન્ટ લોન આપે છે ત્યાં આવા બનાવો વધારે બન્યા છે. પૈસાની રિકવરી માટે આ કંપનીઓ તમામ અનૈતિક રીતોનો ઉપયોગ કરે છે. ગ્રાહકોની સાથે બળજબરી કરવામાં આવે છે. ઇ-લેન્ડિંગ એપ્સના શિકાર બનેલા ઘણાં કસ્ટમર્સના સુસાઇડ કરવાના સમાચારો પણ અવારનવાર આવતા રહે છે. ડિજિટલ લેન્ડિંગ એપ્સની જોહુકમીને રોકવા માટે રિઝર્વ બેંક સખત ગાઇડલાઇન જાહેર કરવાની તૈયારીમાં છે.
RBIની ગાઇડલાઇન
રિકવરી એજન્ટો સાથે કેવો વ્યવહાર કરવો?
પંજાબ નેશનલ બેંકના પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજર સુરેશ બંસલ જણાવે છે કે જો લોન રિકવરી એજન્ટ પરેશાન કરે છે તો તમારે સૌથી પહેલા બેંકને આની ફરિયાદ કરવી જોઇએ. સાથે જ પોતાની પરિસ્થિતિથી બેંકને વાકેફ કરીને લોન રિપેમેન્ટની શરતો પર કામ કરવું જોઇએ. બેંક ફરિયાદનું નિવારણ 30 દિવસમાં ન કરે તો બેંકિંગ ઓબ્ડ્સમેનને ફરિયાદ કરી શકાય છે. રિઝર્વ બેંકને પણ ફરિયાદ કરી શકાય છે. રિઝર્વ બેંક, બેંકોને નિર્દેશ આપી શકે છે અને ખાસ કેસમાં દંડ પણ ફટકારી શકે છે.
બંસલ જણાવે છે કે જો રિકવરી એજન્ટ કોઇ ગેર-કાયદે એક્શન લે, માની લો કે મારઝૂડ કરે કે કોઇ એસેટ ઉઠાવી લે તો લોન લેનાર પોલીસમાં ફરિયાદ કરી શકે છે. જો વધારે હેરાન કરવામાં આવે તો વકીલનો સંપર્ક કરીને રિકવરી એજન્ટે જે હેરાનગતિ કરી છે, જેમ કે કોઇ ખોટો પત્ર લખ્યો હોય કે કોઇ ખોટી કાર્યવાહી કરી હોય તો તેને આધાર બનાવીને કોર્ટમાં પણ જઇ શકાય છે. લોનધારક એટલે કે લોન લેનાર પાસે લોક અદાલત અને કન્ઝ્યુમર કોર્ટ જવાનો પણ ઑપ્શન હોય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો