MONEY9 GUJARATI: મીનલને માસ્ટર્સનો અભ્યાસ કરવા અમેરિકા જવું છે… બૉસ્ટનની એક યુનિવર્સિટીમાંથી એડમિશન માટે લેટર પણ આવી ગયો છે… પરંતુ તેને એજ્યુકેશન લોન (Education Loan) મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે… સમસ્યા એ છે કે તેની પાસે કોલેટરલ (Collateral) એટલે કે ગીરો માટે કોઈ મોટી મિલકત નથી
મીનલ જેવા ઘણા સ્ટૂટન્ટ્સ આ સમસ્યામાંથી પસાર થાય છે… વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન અદ્ભુત લાગે છે… પરંતુ આ અભ્યાસ માટે નાણાં એકત્ર કરવા ખૂબ જ મુશ્કેલ હોઈ શકે છે… ખાસ કરીને જ્યારે તમારી પાસે લોન માટે કોલેટરલ આપવા માટે ઘર કે જમીન જેવી કોઈ વેલ્યૂએબલ પ્રૉપર્ટી (Valuable property) ના હોય. આવી સ્થિતિમાં, નોન-કોલેટરલ એજ્યુકેશન લોન (Non-Collateral Education Loan) મદદરૂપ થઈ શકે છે… આ માટે, તમે કંઈપણ ગીરો રાખ્યા વિના વિદેશમાં અભ્યાસ (study abroad) માટે લોન (loan) મેળવી શકો છો…
નોન-કોલેટરલ એજ્યુકેશન લોન એ લોન છે… જેમાં તમારે લોનના બદલામાં બેંક પાસે કંઈપણ ગીરવે રાખવાની જરૂર નથી… આ લોન ઘણી બાબતોના આધારે આપવામાં આવે છે… જેમ કે વિદ્યાર્થીના શૈક્ષણિક રેકોર્ડ… જે કોર્સમાં તે એડમિશન લેવા માંગે છે તે. અને અભ્યાસ પછી ભવિષ્યમાં નોકરીની સંભાવનાઓ શું છે…
નોન-કોલેટરલ એજ્યુકેશન લોન અને કોલેટરલ લોન વચ્ચે કોલેટરલ ઉપરાંત કેટલાક અન્ય તફાવતો પણ છે…
બિન-કોલેટરલ એજ્યુકેશન લોનમાં કોલેટરલના અભાવને કારણે, લોન એમાઉન્ટ કોલેટરલ લોનની તુલનામાં ઓછી હોઈ શકે છે… ઈન્ટરેસ્ટ રેટ પણ વધુ હોઈ શકે છે કારણ કે કોલેટરલના અભાવને લીધે, બેંક માટે રિસ્ક વધુ હોય છે… સામાન્ય રીતે, આવી લોન પરના વ્યાજ દરો 10.5% થી 14%ની વચ્ચે હોય છે… જો કે, એક સારી વાત એ છે કે નોન-કોલેટરલ એજ્યુકેશન લોન માટે ઓછા ડૉક્યૂમેન્ટેશનની જરૂર પડે છે… તે મેળવવી સરળ અને ઝડપી છે…
આ માટે તમે ઓનલાઈન અરજી કરી શકો છો… તમે બેંક બ્રાંચ જઈને તેના વિશે પૂછપરછ પણ કરી શકો છો, અપ્લાય કરી શકો છો… તમે બેંકના રિલેશનશિપ મેનેજરનો પણ સંપર્ક કરી શકો છો… રિલેશનશિપ મેનેજર તમારી જરૂરિયાત મુજબ મદદ કરી શકે છે…
સ્ટૂડન્ટના હાયર સેકન્ડરી અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા જોઈએ… કો-એપ્લીકેન્ટનો ક્રેડિટ સ્કોર 600થી ઉપર હોવો જોઈએ… કો-એપ્લીકેન્ટની મંથલી ઈનકમ 35,000 રુપિયાથી વધુ હોવી જોઈએ… અને તે જરૂરી છે કે તેના પર પહેલાથી કોઈ EMIની જવાબદારી ના હોવી જોઈએ. કો એપ્લીકેન્ટે 3 વર્ષનું ITR અથવા 2 વર્ષનું ફોર્મ-16 આપવું પડશે. કો-એપ્લીકેન્ટ પરિવારના કોઈ સભ્ય હોવા જોઈએ..જેમ કે માતા, પિતા, ભાઈ, બહેન અથવા પતિ-પત્ની. આ લોન માત્ર માસ્ટર્સ કોર્સ માટે જ મળે છે. તમારી પાસે એપ્રૂવ્ડ કોર્સનો એડમિશન લેટર હોવો આવશ્યક છે… યુનિવર્સિટી અથવા કૉલેજ બેંકની એપ્રૂવ્ડ લિસ્ટમાં હોવી આવશ્યક છે…
તો આશા છે કે હવે તમે નોન-કોલેટરલ એજ્યુકેશન લોન વિશે સારી રીતે સમજી ગયા છો… જો તમારું પણ વિદેશમાં ભણવાનું સપનું છે… તો તમે આ લોનની મદદથી તેને પૂર્ણ કરી શકો છો…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો