Money9: કોરોના મહામારી દરમિયાન ભારતમાં એવી ઘણી એપ્સ આવી જે ઇન્સ્ટન્ટ લોન આપે છે. કોવિડ અને લોકડાઉનના કારણે ખરાબ આર્થિક સ્થિતિનો સામનો કરી રહેલા લોકોને આ એપ્સ પર નિર્ભર રહેવું પડ્યું.. દેશમાં આ એપ્સની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે 2012માં ડિજિટલ લેંડિંગનું માર્કેટ માત્ર 9 બિલિયન ડોલર હતું. જ્યારે 2020માં તે 15 ગણાથી વધુ વધીને 150 બિલિયન ડોલર થઇ ગયું. 2023ના અંત સુધીમાં તે આશરે 350 બિલિયન ડોલર થવાનો અંદાજ હતો.
ફિનટેક એસોસિએશન ફોર કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ એટલે કે FACEનો રિપોર્ટ પણ આ જ પ્રકારની માહિતી આપે છે. રિપોર્ટ અનુસાર ભારતમાં ડિજિટલ લેન્ડિંગ માર્કેટ સતત વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2022-23માં 92,848 કરોડ રૂપિયાની ડિજિટલ લોન આપવામાં આવી હતી જ્યારે એક વર્ષ પહેલા આ આંકડો 35,490 કરોડ રૂપિયા હતો.
Gen Z ડિજિટલ લોન લેવામાં મોખરે છે. Gen Z એટલે એવા લોકો કે જેનો જન્મ 1996 પછી થયો છે. આ પેઢી બેંકની બ્રાન્ચમાં જઈને લાંબી કાગળની કાર્યવાહી પૂર્ણ કરીને લોન લેવા નથી માંગતી. ડિજિટલ લોન ઘરે બેઠા સરળતાથી ઉપલબ્ધ છે. તેથી જ આ પેઢી આ પ્રકારની લોનને પ્રાધાન્ય આપી રહી છે.
આ ઉપરાંત જે લોકો પાસે સારો ક્રેડિટ હિસ્ટ્રી સારી નથી, ક્રેડિટ સ્કોર ખરાબ છે તેમને બેંકો પાસેથી લોન મેળવવામાં મુશ્કેલી પડે છે, તેથી ઓછા ક્રેડિટ સ્કોર ધરાવતા લોકો ડિજિટલ લોનને પસંદ કરી રહ્યા છે. આ તમામ કારણોને લીધે, ડિજિટલ લોન ઝડપથી પોપ્યુલર બની રહી છે.
પરંતુ ડિજિટલ લોન લેતા પહેલા તમારે તેના વિશે સારી રીતે જાણી લેવું જોઈએ.. કારણ કે ડિજિટલ લોન સરળતાથી મળી જાય છે પરંતુ તેની જાળમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ હોય છે.
આ અંગે FREEDના ફાઉન્ડર રિતેશ શ્રીવાસ્તવ કહે છે કે, “ડિજિટલ લોન ખતરનાક બની શકે છે કારણ કે ભારતમાં આ લોનનો વાર્ષિક વ્યાજ દર 36 થી 48 ટકાની વચ્ચે જઈ શકે છે. આનો અર્થ એ કે દરેક 100 રૂપિયાની લોન પર તમારે વાર્ષિક 48 રૂપિયા સુધીનું વ્યાજ ચૂકવવું પડશે. આ સિવાય લોન પેમેન્ટમાં ડિફોલ્ટ થવા પર લોન કંપનીઓ અને તેમના કલેક્શન એજન્ટ્સ સતત કોલ અને મેસેજ કરીને તમને હેરાન કરી શકે છે.
ફાઇનાન્શિયલ પ્લાનર નેમા છાયા બુચ કહે છે કે, “આ શોર્ટ ટર્મ ઇન્સ્ટન્ટ લોન સરળતાથી મળી જતી હોવાથી, તમારે આ લોન આંખ બંધ કરીને ન લેવી જોઈએ. આ લોન ત્યારે જ લો જ્યારે તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય અને તમને લોનની ખૂબ જ જરૂર હોય. બીજી એક વાત ધ્યાનમાં રાખો, લોનની રકમ વધારે ન હોવી જોઈએ. ચેક કરો કે તમારી પાસેથી કેટલો વ્યાજ દર વસૂલવામાં આવી રહ્યો છે. તમારી ક્રેડિટ હિસ્ટ્રીનું મૂલ્યાંકન કરો, રિપેમેન્ટનો સમયગાળો શું છે, તમારે જે લોન ચૂકવવાની છે તે શું પોસાય તેવી છે. આ રીતે, ઇન્સ્ટન્ટ લોન લેતા પહેલા, જોખમને સારી રીતે સમજો કારણ કે તે પાછળથી તે તમને ખૂબ ભારે પડી શકે છે.
એટલા માટે જ્યારે પણ તમે ડિજિટલ લોન લો ત્યારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો.. પહેલી વાત એ કે તમે જ્યાંથી લોન લઈ રહ્યા છો તે રેગ્યુલેટેડ એન્ટિટી છે કે નહીં.. રેગ્યુલેટેડ એન્ટિટીનો અર્થ એ છે કે તે બેંક અથવા NBFC થી હોવી જોઇએ, તેમની પણ ડિજિટલ લેન્ડિંગ એપ છે, ત્યાંથી લોન લેવી સારી રહે છે. ગ્રાહકના દૃષ્ટિકોણથી જોઇએ, તો ગૂગલ અને પ્લે સ્ટોરના રેટિંગ પણ જુઓ. આની મદદથી તમે એપ્સમાં ફિલ્ટર કરી શકશો.. બહુ મોટી જરૂરિયાત હોય, કોઇ ઈમરજન્સી હોય તો જ ડિજીટલ લોન લો. નહીંતર તેનાથી દૂર રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો