લોન રિફાઇનાન્સિંગ અને રિસ્ટ્રક્ચરિંગ કરતી વખતે શું ધ્યાનમાં લેશો?

હોમ લોન એ મોટી રકમની લોન છે... પગારનો મોટો ભાગ તેની EMI ભરવામાં ખર્ચાઇ જાય છે... લાંબા ગાળાની અને મોટી રકમ હોવાના કારણે, ઘણી વખત લોકોને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે

લોન રિફાઇનાન્સિંગ અને રિસ્ટ્રક્ચરિંગ કરતી વખતે શું ધ્યાનમાં લેશો?

Money9: અત્યારે મોટાભાગના મકાનો લાંબા ગાળાની લોન એટલે કે હોમ લોનની મદદથી ખરીદવામાં આવે છે… હોમ લોન એ મોટી રકમની લોન છે… પગારનો મોટો ભાગ તેની EMI ભરવામાં ખર્ચાઇ જાય છે… લાંબા ગાળાની અને મોટી રકમ હોવાના કારણે, ઘણી વખત લોકોને લોન ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે… આવી સ્થિતિમાં, હોમ લોન લેનાર પાસે બે વિકલ્પો છે… હોમ લોન રિફાઇનાન્સિંગ અને હોમ લોન રિસ્ટ્રક્ચરિંગ… તેનો ઉપયોગ કરતા પહેલા તેના વિશે સમજવું ખૂબ જ જરૂરી છે.

લોન રિફાઇનાન્સિંગમાં, હાલની હોમ લોનને નવી હોમ લોન સાથે બદલવામાં આવે છે…એટલે કે, જૂની લોનની ચુકવણી કરવા માટે નવી લોન લેવામાં આવે છે…જ્યારે નવી લોનના નિયમો અને શરતો હાલની લોન કરતાં વધુ સારી હોય ત્યારે રિફાઇનાન્સિંગનો ઉપયોગ કરવામાં આવે છે. નવી લોનથી હાલની લોનની ચુકવણી થઇ જાય છે અને નવી લોનના હપ્તા શરૂ થઇ જાય છે…આને હોમ લોન બેલેન્સ ટ્રાન્સફર તરીકે પણ ઓળખવામાં આવે છે.

નવી લોન માટે પ્રોસેસિંગ ફી ચૂકવવી પડે છે…તે સામાન્ય રીતે લોનની રકમના એક ફિક્સ પર્સન્ટેજ હોય છે…બેંકો પ્રોસેસિંગ ફી તરીકે ન્યૂનતમ અને મહત્તમ રકમ પણ રાખે છે…ઉદાહરણ તરીકે, SBI 0.35 ટકા, HDFC બેંક 0.50 ટકા અથવા 3000 રૂપિયા બન્નેમાંથી જે વધારે હોય તે…બેંક ઓફ બરોડા 0.40 ટકા અથવા વધુમાં વધુ 15,000 રૂપિયા… ICICI બેન્ક 0.50 થી 2 ટકા અથવા 3000 રૂપિયા, બેમાંથી જે વધારે હોય તે પ્રોસેસિંગ ફી તરીકે ચાર્જ કરે છે. તેના ઉપર 18 ટકા GST પણ લાગે છે.

એક બેંકમાંથી બીજી બેંકમાં હોમ લોન ટ્રાન્સફર કરતી વખતે, વિવિધ પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ… કેટલાક મહત્વપૂર્ણ પરિબળો આ પ્રકારે છે…
પહેલું- જ્યારે તમે લોન લીધી હોય…તે સમયે વ્યાજના દરો વધુ હોઇ શકે છે. ત્યારબાદ વ્યાજદર ઘટી ગયા. આવી સ્થિતિમાં તમે બીજી બેંક સાથે વાત કરીને લોનનું રિફાઇનાન્સિંગ કરાવી શકો છો… બેંક વર્તમાન દરોને ધ્યાનમાં રાખીને, નીચા રેટ ઓફર કરી શકે છે… જેનાથી તમારી EMI ઘટી જશે…

બીજું- હોમ લોન લેતી વખતે, જો ક્રેડિટ સ્કોર સારો ન હોય એટલે કે 700-750 થી ઉપર ન હોય, તો બેંકો વધુ વ્યાજ દર વસૂલ કરે છે. લોન લીધા પછી સમયસર ચૂકવણી કરવાથી ક્રેડિટ સ્કોર સુધરે છે, તો લોન રિફાઇનાન્સિંગ કરાવી શકો છો. બીજું બેંક તમારા સારા ક્રેડિટ સ્કોરને ધ્યાનમાં રાખીને ઓછા વ્યાજ દરે લોન આપી શકે છે.

ત્રીજું – જો તમને ઊંચી EMI રકમને કારણે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો પણ અન્ય બેંક જે ઓછા વ્યાજ દરો અથવા લાંબો ટેન્યોર ઓફર કરી રહી છે તેમાં લોન ટ્રાન્સફર કરાવી શકો છો.

હોમ લોન ટ્રાન્સફર કરતા પહેલા એ જુઓ કે કેટલો ટેન્યોર બાકી છે… જો લોન થોડા વર્ષો પહેલા શરૂ થઇ છે અને વ્યાજ દર વધુ છે તો લોન ટ્રાન્સફર કરવી સારી રહેશે. આ એટલા માટે છે કારણ કે લોનની શરૂઆતમાં EMIનો વધારે હિસ્સો વ્યાજમાં જતો રહે છે. લોનના ટ્રાન્સફર કરવા પર વ્યાજ દરમાં એક નાનો ઘટાડો સમગ્ર ટેન્યોર દરમિયાન ઘણું વ્યાજ બચાવી શકે છે…લોન સમાપ્ત થવામાં થોડાક જ વર્ષ બચ્યા છે તો રિફાઇનાન્સિંગનો વધુ ફાયદો નહીં થાય. લોન રિફાઇનાન્સિંગ બાદ હવે સમજીએ લોન રિસ્ટ્રક્ચરિંગને…

લોન રિસ્ટ્રક્ચરિંગનો સીધો અર્થ લોનની હાલની શરતોમાં ફેરફાર કરવો એવો થાય છે..બેંકો ગ્રાહકની સુવિધા માટે તેમાં ફેરફાર કરે છે જેથી તે લોન પરની મૂળ રકમ અને વ્યાજ બંનેની ચુકવણી કરી શકે અને લોન ડિફોલ્ટથી બચી શકે… લોન લેતી વખતે તમારી આર્થિક સ્થિતિ સારી હતી… તમે સમયસર EMI ચૂકવી રહ્યા હતા… હવે જો તમે અચાનક નોકરી ગુમાવવાથી, પગારમાં ઘટાડો થવાથી, ધંધામાં ખોટ કે અન્ય કોઈ કારણોસર EMI નથી ચૂકવી શકતા, તો બેંક સાથે વાત કરીને પોતાની લોન રિસ્ટ્રક્ચર કરાવી શકો છો.

હોમ લોનનું રિસ્ટ્રક્ચરિંગ અલગ અલગ રીતે કરી શકાય છે…આમાં લોનની EMI ઘટાડવી…લોન રિપેમેન્ટની મુદત વધારવી, હપ્તાની સંખ્યા ફેરફાર, વ્યાજ દર એડજસ્ટ કરવો અથવા મોરેટોરિયમ એટલે કે લોનના હપ્તાને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. તે બેંકની વિવેકબુદ્ધિ પર આધાર રાખે છે.

યાદ રાખો કે હોમ લોન રિસ્ટ્રક્ચરિંગ એ છેલ્લો વિકલ્પ છે..આને ત્યારે અપનાવો જ્યારે તમે વર્તમાન શરતોની સાથે લોનની ચુકવણી કરવાની સ્થિતિમાં ન હોવ…લોન રિસ્ટ્રક્ચરિંગનો હેતુ મુશ્કેલીમાં ફસાયેલા લોનધારકને થોડી રાહત આપવાનો છે…જોકે, લોન રિસ્ટ્રક્ચરિંગ કરાવવાથી તમારા ક્રેડિટ સ્કોર પર નેગેટિવ અસર પડી શકે છે.

Published: April 15, 2024, 19:55 IST