Rs 250ની SIP થશે શરૂ! SEBIના પ્રમુખે આપી આ જાણકારી

SEBIના ચેરપર્સન માધબી પુરી બુચે જણાવ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે FMCG ઉદ્યોગના "sachetization"માંથી શીખ લેવી જોઈએ અને Financial Productsને બહોળા વર્ગ સુધી કેવી રીતે પહોંચાડવી તે દિશામાં કામ કરવું જોઈએ.

SIP, SEBI, Mutual Funds, Rs 250 SIP, Madhabi Puri Butch, Mutual Fund SIP Investment, sachetization, Financial Products, Securities and Exchange Board of India, Stocks, Shares, Investors, Mutual Fund News in Gujarati, Money9 Gujarati

Money9 Gujarati:

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો (Mutual Funds Investors) ટૂંક સમયમાં દર મહિને 250 રૂપિયા જેટલું નજીવું રોકાણ પણ કરી શકશે. SEBI અત્યારે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સાથે મળીને માસિક SIP 500 રૂપિયાથી ઘટાડીને 250 રૂપિયા સુધી લઈ જવા પર કામ કરી રહી છે, એમ SEBI (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઈન્ડિયા)ના ચેરપર્સન માધબી પુરી બુચે (Madhabi Puri Buch) એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે FMCG ઉદ્યોગના “sachetization”માંથી શીખ લેવી જોઈએ અને તેમની ફાયનાન્સિયલ પ્રોડક્ટ્સ (Financial Products)ને સમાજના બહોળા વર્ગ સુધી કેવી રીતે પહોંચાડવી તે દિશામાં કામ કરવું જોઈએ. જો સેબી ઈચ્છે છે તે પ્રમાણે થશે, તો ટૂંક સમયમાં મ્યુચ્યુઅલ ફંડમાં 250 રૂપિયાની SIP શરૂ થશે.

Sechetization શું છે?

FMCG કંપનીઓ વર્ષો પહેલાં મોટી બોટલમાં શેમ્પૂ વેચતી હતી. આ કારણસર શેમ્પૂનું માર્કેટ બોટલ ખરીદી શકતા લોકો સુધી મર્યાદિત હતું, પરંતુ બાદમાં FMCG કંપનીઓએ શેમ્પૂને નાના-નાના પાઉચ (sache)માં લોન્ચ કર્યા અને કિંમત ઘટાડીને સીધી 1 રૂપિયો કરી દીધી. પરિણામે, સમગ્ર દેશના લોકો 1 રૂપિયાનું શેમ્પૂનું સેશે ખરીદતા થયા અને એક વિશાળ માર્કેટનો ફાયદો કંપનીઓને મળ્યો. આવી જ રીતે, કોઈ પણ મોટી કિંમતની વસ્તુને નાની કિંમતમાં એટલે કે, સેશે સ્વરૂપમાં રજૂ કરવાની સ્ટ્રેટેજીને “sachetization” કહે છે. સેબીના ચેરપર્સન બુચે પણ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગને તેની પ્રોડક્ટ્સને આવી રીતે નાના વર્ગને પોષાય તેટલી કિંમતમાં રજૂ કરવાની હાકલ કરી છે.

 

Madhabi Puri Butch, Chairperson, Securities and Exchange Board of India (SEBI)

 

બુચે જણાવ્યું હતું કે, અમે તો માસિક રોકાણ (SIP) ઘટાડીને 100 રૂપિયા કરવા માંગીએ છીએ, પરંતુ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓના મતે, આટલું ઓછું રોકાણ તેમના માટે યોગ્ય નથી, કારણ કે પ્રત્યેક રોકાણ પાછળ થતો ખર્ચ 100 રૂપિયા જેટલી નજીવી રકમમાંથી કાઢવો મુશ્કેલ થઈ પડશે. આથી, અમે કંપનીઓને 100ની જગ્યાએ 250 રૂપિયા સુધીની SIP પર કામ કરવાનું કહ્યું છે અને તેના માટે અમે સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.

બુચે જણાવ્યું હતું કે, “અમે નિયમનકારો તરીકે જાણીએ છીએ કે જ્યાં સુધી તે વ્યવહારુ ન હોય ત્યાં સુધી તેને આગળ ધપાવવામાં આવશે નહીં. તેથી, અમે તમામ ખર્ચને ઓળખવા માટે ઉદ્યોગ સાથે ખૂબ જ નજીકથી કામ કરી રહ્યા છીએ, જેમાં કેટલાક નિયમન-આધારિત ખર્ચનો સમાવેશ થાય છે, જે તેને 250 રૂપિયા સુધી લઈ જવામાં અવ્યવહારુ બનાવે છે.”

SEBI પ્રમુખે શું કહ્યું…?

બુચે જણાવ્યું કે, અમુક મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ NGO અને માઇક્રો ફાઇ. સંસ્થઆઓ સાથે મળી 100 રૂપિયાની SIP સુવિધા ઓફર કરે છે. હાલમાં, કેટલાક ફંડ હાઉસ 100 રૂપિયાની SIP સાથે માઇક્રો SIP સુવિધા ઓફર કરે છે. વાસ્તવમાં, થોડા વર્ષો પહેલા, કેટલાક ફંડ હાઉસે માઇક્રો SIPને પ્રોત્સાહન આપવા માટે NGO, માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓ અને સહકારી બેંકો જેવી થર્ડ પાર્ટી સંસ્થાઓ સાથે જોડાણ કર્યું હતું. માઇક્રો SIPs નાણાકીય સમાવિષ્ટ મોડલ પર કામ કરે છે જેનો ઉદ્દેશ્ય દેશના અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દૈનિક વેતન મેળવનારાઓ પાસેથી નાની રકમો એકત્રિત કરવાનો છે. તેના અનુસંધાનમાં દિવ્ય ભાસ્કરમાં ઇપીએસ કોલમમાં ઉલ્લેખ કર્યો હતો કે યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડના તત્કાલિન ચેરમેન અને એમડી યુકે સિંહાએ મહિલાઓની સંસ્થા સેવા સાથે મજૂરી કરીને આજીવિકા રળતી શ્રમજીવી મહિલાઓ માટે એક એસઆઇપી સ્કીમ શરૂ કરાવી હતી. તે અનુસાર મહિલાઓ યથાશક્તિ મહિને રૂ. 10, 20, 50, 100 સેવા બેન્કના એક એકાઉન્ટમાં જમા કરાવે અને સેવા બેન્ક તે પૈસા યુટીઆઇ મ્યુચ્યુઅલ ફંડના બેલેન્સફંડમાં એસઆઇપી સ્વરૂપે જમા કરાવે. જેના કારણે છાણા વેચીને ગુજરાન ચલાવતા નાથીબેને રૂ. એક લાખથી વધુ ફંડ જમા કર્યું હતું.

વધુમાં એ પણ ઉલ્લેખનીય છે કે, દિત્ય બિરલા સન લાઈફ, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ, નિપ્પોન, યુટીઆઈ, એસબીઆઈ, અને માઇક્રો એસઆઈપી વિકલ્પો ઓફર કરતા હતા. જો કે, ઉચ્ચ સંપાદન ખર્ચ અને લોજિસ્ટિક્સ સમસ્યાઓના કારણે માઇક્રો એસઆઈપી શરૂ થઈ ન હતી. મોડેથી, ટેક્નોલોજી અને ઓનલાઈન ડિસ્ટ્રીબ્યુટરના ઉદભવ સાથે એક્વિઝિશન અને લોજિસ્ટિક્સની કિંમતમાં ભારે ઘટાડો થયો છે.

 

Published: March 26, 2024, 21:51 IST