રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે મ્યુચ્યુઅલ ફંડ કેટલું યોગ્ય?

જો તમે રિટાયરમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડનો ફાયદો ઉઠાવવા માંગો છો તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા કોઇ ઇક્વિટી મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ કરવું જોઇએ

  • Team Money9
  • Last Updated : August 12, 2022, 15:10 IST
રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે મ્યુચ્યુઅલ ફંડ કેટલું યોગ્ય?

Money9: રિટાયરમેન્ટ વ્યકિતના જીવનનો ગોલ્ડન પીરીયડ હોય છે, જેમાં તમે તમારી તમામ પ્રકારની જવાબદારીઓ અને ચિંતાઓથી મુક્ત થવા માંગો છો. આ બોલવામાં જેટલું સરળ લાગે છે, તેને પ્રાપ્ત કરવું એટલું જ મુશ્કેલ છે. આવો જાણીએ કે આવું કેમ થાય છે? તો આનું કારણ એ છે કે જેમ-જેમ તમે ઉંમરલાયક થાઓ છો, તેમ તેમ સારવાર પર તમારો ખર્ચ વધતો જાય છે. માટે 60 વર્ષની ઉંમર બાદ તમને ઘણા રૂપિયાની જરૂર પડશે.

મોટાભાગના લોકો યુવાનીમાં રિટાયરમેન્ટ પ્લાનિંગની બિલકુલ પરવા નથી કરતા અને તેને ટાળતા રહે છે. લોકો એમ વિચારે છે કે નિવૃતિનું પ્લાનિંગ તો બાદમાં પણ કરી શકાય છે. પરંતુ રિટાયરમેન્ટ પ્લાનિંગમાં જેટલું મોડું કરશો એટલું જ ફંડ એકત્રિત કરવામાં નુકસાન થશે.

રિટાયરમેન્ટમાં કેટલું ઉપયોગી

હવે સવાલ એ ઉભો થાય છે કે શું મ્યુચ્યુઅલ ફંડ રિટાયરમેન્ટ પ્લાન માટે ફંડ તૈયાર કરવામાં મદદ કરી શકે છે, તો આનો જવાબ છે હાં. આ અન્ય પરંપરાગત રોકાણની તુલનામાં શ્રેષ્ઠ રિટર્ન આપી શકે છે. ચાલો જાણીએ કે કોઇ વ્યક્તિને રિટાયરમેન્ટના સમયે કેટલી રકમની જરૂર પડી શકે છે. માની લો કે રાહુલ શ્રીવાસ્તવ કોઇ કંપનીમાં કામ કરે છે અને તેની ઉંમર 35 વર્ષ છે. તેનો દર વર્ષનો ખર્ચ અંદાજે 8 લાખ રૂપિયાનો છે. તે 60 વર્ષની ઉંમરે રિટાયર થવા માંગે છે. એટલે આવતા 25 વર્ષમાં તે રિટાયર થઇ જશે. હવે માની લઇએ કે આ સમયગાળા દરમિયાન એવરેજ મોંઘવારી વાર્ષિક 5.5% રહે છે. તો આની પર જાણકારો ઘણાં ટૂલનો ઉપયોગ કરીને એ જણાવે છે કે રાહુલને રિટાયરમેન્ટ સમયે ઓછામાં ઓછા 7.88 કરોડ રૂપિયાના ફંડની જરૂર પડશે જેથી રિટાયરમેન્ટ બાદ 10-15 વર્ષ સુધી તે નિરાંતનો શ્વાસ લઇ શકે.

ફંડની પસંદગીનો આધાર

ફંડની પસંદગી એ વાત પર આધાર રાખે છે કે કેવા પ્રકારના જુદાજુદા નાણાકીય સાધનોમાં તમે રોકાણ કરો છો. આ ઉપરાંત, એક રોકાણકાર તરીકે તમારે EMI, બાળકોના શિક્ષણ માટેની યોજના, તેમના લગ્ન વગેરેના ખર્ચાઓનું પણ ધ્યાન રાખવાનું હોય છે. હવે એ વાત તો સ્પષ્ટ છે કે, જો કોઇને આટલી મોટી રકમ ભેગી કરવી હોય તો એક તો તેણે પોતાની બચતનો એક મોટો હિસ્સો દર મહિને કે ત્રણ મહિને કોઇ યોજનામાં લગાવવો પડશે અને આ યોજના એવી હોવી જોઇએ જેમાં ઘણું સારુ રિટર્ન મળતું હોય. FD જેવી પરંપરાગત બચત યોજનાઓમાં આ સંભવ નથી કારણ કે તેમાં જે વ્યાજ મળે છે તે મોંઘવારીનો મુકાબલો નહીં કરી શકે.

આ ઉપરાંત વ્યાજ દરોમાં કોઇપણ પ્રકારનો ઘટાડો આવે છે તો તેની નિવૃત થતી વ્યક્તિ પર ખરાબ અસર પડે છે. એટલે એવા રોકાણકાર જે રિટાયરમેન્ટ દરમિયાન આવક માટે નાની બચત યોજનાઓ પર નિર્ભર છે તેમણે મ્યુચ્યુઅલ ફંડ જેવા બીજા વિકલ્પો તરફ જોવું જોઇએ, જેથી રિટાયરમેન્ટ બાદ વધારે રોકડ આવતી રહે.

તમારી પાસે ક્યા વિકલ્પો છે?

હવે એ જોઇએ કે રિટાયરમેન્ટ માટે રોકાણ કરતી વખતે તમારી પાસે ક્યા વિકલ્પો છે? જાણકારોનું કહેવું છે કે જો તમે રિટાયરમેન્ટ માટે મ્યુચ્યુઅલ ફંડનો ફાયદો ઉઠાવવા માંગો છો તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા કોઇ ઇક્વિટી મ્યુચ્યૂઅલ ફંડમાં રોકાણ કરવું જોઇએ. આનું કારણ એ છે કે તેમાં તમે બજારના ઉતાર-ચઢાવનો ફાયદો ઉઠાવીને રૂપી કૉસ્ટ એવરેજિંગનો લાભ લઇ શકો છો.

રિટાયરમેન્ટ માટે ટાર્ગેટ ફંડ તૈયાર કર્યા બાદ તમે મ્યુચ્યુઅલ ફંડનો ફાયદો ઉઠાવવા માટે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન એટલે કે SWP પસંદ કરી શકો છો. આ વિકલ્પમાં તમે સમયાંતરે મ્યુચ્યુઅલ ફંડમાંથી એક નિશ્ચિત રકમ ઉપાડી શકો છો. તો તમે એક મહિનો, ત્રણ મહિના કે છ મહિનાનો સમયગાળો નક્કી કરીને એક પૂર્વ નિર્ધારિત રકમ મેળવી શકો છો અને તેનાથી તમારા ખર્ચ પૂરા કરી શકો છો.

CFP અને Investographyનાં ફાઉન્ડર શ્વેતા જૈન કહે છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ સૌથી સારુ રોકાણ છે. પહેલા લોંગ ટર્મ માટે SIP દ્વારા નિયમિત રીતે ઇક્વિટીમાં પૈસા લગાવો. બાદમાં જેમ-જેમ તમે રિટાયરમેન્ટની નજીક જશો તેમ તેમ તમે એ નક્કી કરી શકો છો કે ડેટ ફંડ્સ અને SWP દ્વારા નિયમિત રીતે રોકડ મળતી રહે. મ્યુચ્યુઅલ ફંડ્સમાં જે પ્રકારની ફ્લેક્સિબિલિટી છે તેના કારણે તે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે શ્રેષ્ઠ સાધન બની જાય છે.

તો કુલ મળીને એમ કહી શકો છો કે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ ઓછા જોખમવાળુ છે અને તેમાં નાની બચત યોજનાઓની સરખામણીમાં ઘણું ઉંચું રિટર્ન મળે છે. બીજી પેન્શન યોજનાઓની તુલના કરીએ તો રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાથી ટેક્સ પણ વધારે બચે છે. તો કોઇ મ્યુચ્યુઅલ ફંડની મદદથી ફંડ સરળતાથી તૈયાર કરી શકાય છે.

Published: August 12, 2022, 15:07 IST