Money9: મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોકો મોટી સંખ્યામાં પૈસા લગાવી રહ્યા છે અને આ ટ્રેન્ડમાં સતત વધારો થઇ રહ્યો છે. આ નવા ઇન્વેસ્ટર્સમાંથી ઘણાંને મ્યુચ્યુઅલ ફંડ અંગે સાચી માહિતી નથી હોતી. પરંતુ વાત ફક્ત આટલેથી જ અટકતી નથી… એક મોટો વર્ગ એવો પણ છે જેના મનમાં મ્યુચ્યુઅલ ફંડ્સ અંગે ઘણી ગેરમાન્યતાઓ ઘર કરી ગઇ છે. તો ચાલો આવી 5 મોટી ગેરસમજો અંગે જાણી લઇએ.
રિસ્ક ફ્રી હોય છે મ્યૂચ્યુઅલ ફંડ
મોટાભાગના લોકો માને છે કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં કોઇ પ્રકારનું જોખમ હોતું નથી. છતાં પણ તમે જોશો કે દરેક ફંડની એડના અંતમાં એક ડિસ્ક્લેમર જરૂર આવે છે કે MUTUAL FUNDS ARE SUBJECT TO MARKET RISK…સાચી વાત તો એ છે કે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડ્સની નેટ એસેટ વેલ્યૂ પણ શેરની જેમ ઘટી શકે છે. અરે, ડેટ ફંડમાં પણ રિટર્ન વ્યાજ દરોના ઉતાર-ચડાવના જોખમ સાથે જોડાયેલું છે. તમે જેટલા વધારે રિટર્નની અપેક્ષા રાખો છો, જોખમ એટલું જ વધારે હોઇ શકે છે.
રિટર્નની છે ગેરંટી
ઘણાં લોકો એમ વિચારે છે કે મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન કુશળ મેનેજર્સ દ્વારા કરવામાં આવે છે. અને તેથી તેમાંથી સ્થાયી રિટર્ન મળે છે અથવા તો તેમાં રિટર્ન મળવાની ગેરંટી હોય છે…. પરંતુ આ વાત સાચી નથી. સાચું તો એ છે કે મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયોમાં જે સ્ટોક હોય તે સ્ટોકના ભાવમાં ચડાવ ઉતાર પર પણ રિટર્નનો આધાર હોય છે. એટલે શેરબજારમાં જ્યારે મોટો કડાકો આવે છે ત્યારે ઇક્વિટી ફંડનું રિટર્ન નેગેટિવ થઇ જાય છે.
ઉંચી NAV કરતાં નીચી NAVવાળા ફંડ સારા
મોટાભાગે લોકો એમ વિચારે છે કે તેમણે ઓછી NAVવાળા ફંડમાં પૈસા લગાવ્યા છે. જે ઉંચા NAVવાળા ફંડ કરતાં સારુ હશે. પરંતુ આ જરૂરી નથી. માની લો કે તમે કોઇ સ્કીમ Aના NFOમાં 20,000 રૂપિયા લગાવ્યા જેની NAV 10 રૂપિયા છે. તેવી જ રીતે તમે એક જુની સ્કીમ Bમાં પણ 20 હજાર રૂપિયા લગાવ્યા જેની NAV 20 રૂપિયા છે.
તો આ રીતે તમને સ્કીમ Aના 2000 યૂનિટ અને સ્કીમ Bના 1,000 યૂનિટ મળશે. હવે માની લો કે બન્ને ફંડે પોતાનું બધુ રોકાણ કોઇ એક ઇન્સ્ટ્રૂમેન્ટમાં કર્યું જેમાં એક વર્ષમાં 10 ટકા વધારો થાય છે. તો આ બંન્ને ફંડની NAVમાં પણ 10 ટકાનો વધારો થશે. એટલે કે સ્કીમ Aના યુનિટની NAV 11 રૂપિયા અને સ્કીમ Bના યુનિટની NAV 22 રૂપિયા થશે.
આમ, બન્ને સ્કીમમાં રોકાણની વેલ્યૂ 22 હજાર રૂપિયા થશે એટલે કે તમને બંનેમાં એકસમાન 10 ટકા જ રિટર્ન પ્રાપ્ત થશે.
MF ફક્ત શેરબજારમાં રોકાણ કરે છે
મ્યુચ્યુઅલ ફંડ અંગે ઘણાં લોકો એમ સમજે છે કે આ ફક્ત શેરોમાં રોકાણ કરે છે. જેનું કારણ એ છે કે મોટાભાગે મ્યુચ્યુઅલ ફંડ્સમાં હાઇ રિટર્ન પ્રાપ્ત થાય છે. પરંતુ સાચી વાત એ છે કે મ્યુચ્યુઅલ ફંડ… ઇક્વિટી, ડેટ, ગવર્મેન્ટ બોન્ડ અને ત્યાં સુધી કે રિયલ એસ્ટેટ ટ્રસ્ટમાં પણ રોકાણ કરે છે. માટે, મ્યુચ્યુઅલ ફંડની કેટેગરી અલગ-અલગ હોય છે.
MF માત્ર લોન્ગ ટર્મ માટે
મ્યુચ્યુઅલ ફંડ અંગે એક ધારણા એવી છે કે તે લોંગ ટર્મના રોકાણ સાધન હોય છે. આ પણ સંપૂર્ણ રીતે સત્ય નથી. એ વાત બરોબર છે કે પાંચ વર્ષ કે તેથી વધુના રોકાણમાં તમને ઘણાં સારા રિટર્ન પ્રાપ્ત થાય છે પરંતુ ઘણાં શોર્ટ ટર્મના ફંડ પણ હોય છે. જેમાં શોર્ટ ટર્મ ડેટ કે લિક્વિડ ફંડ આવે છે. આ શોર્ટ ટર્મમાં ફંડમાં રિટર્ન ઓછું મળે છે. પરંતુ મોટાભાગે તેમાં FD કે RD જેવા સાધનોની સરખામણીમાં સારુ રિટર્ન મળે છે. હવે તમારે સમજી લેવું જોઇએ કે મ્યુચ્યુઅલ ફંડ અંગે તમારા મનમાં જે ગેરસમજણો હતી તેની સચ્ચાઇ શું છે.
તો લોકોના મોંએ સાંભળેલી વાતો પર અમલ કરવાના બદલે યોગ્ય જાણકારી અને પ્લાનિંગની સાથે જો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરશો તો સારી કમાણી કરી શકશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો