Direct અને Regular plan વચ્ચે શું છે તફાવત? રોકાણ માટે બન્નેમાંથી કઇ રીત સારી?

જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું પસંદ કરો છો, ત્યારે તમારી પાસે બે રીતે રોકાણ કરવાનો વિકલ્પ હોય છે. એક ડાયરેક્ટ પ્લાન અને બીજો રેગ્યુલર પ્લાન

Direct અને Regular plan વચ્ચે શું છે તફાવત? રોકાણ માટે બન્નેમાંથી કઇ રીત સારી?

Money9: જ્યારે પણ તમે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા રોકાણ કરવાનું પસંદ કરો છો, ત્યારે તમારી પાસે બે રીતે રોકાણ કરવાનો વિકલ્પ હોય છે.

એક ડાયરેક્ટ પ્લાન અને બીજો રેગ્યુલર પ્લાન.. બંને સ્કીમ એક જ છે પરંતુ તમે તેમાં બે રીતે રોકાણ કરી શકો છો.

હવે સવાલ એ છે કે આ બંને વચ્ચે શું તફાવત છે અને તમારા માટે કઈ રીત વધુ સારી છે…આવો સમજીએ 9 પોઇન્ટમાં –

સૌપ્રથમ તો ડાયરેક્ટ અને રેગ્યુલર પ્લાન શું હોય છે એ સમજીએ

ડાયરેક્ટ પ્લાનમાં, રોકાણકાર કોઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં કોઇ ડિસ્ટ્રીબ્યૂટર કે એજન્ટ વગર સીધું રોકાણ કરી શકે છે, બીજી તરફ, રેગ્યુલર પ્લાનમાં કોઇ મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર અથવા એજન્ટની મદદથી રોકાણ કરવામાં આવે છે.

બીજો પોઇન્ટ. બન્ને પ્રકારના રોકાણમાં શું સમાનતા છે?

ડાયરેક્ટ પ્લાન અને રેગ્યુલર પ્લાન કોઇ એક મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં મળનારા બે વિકલ્પ છે. આને આ રીતે સમજો કે રોકાણકારને એક પ્લાનની બે વેરાયટી મળે છે. સ્કીમ એક, પોર્ટફોલિયો અને ફંડ મેનેજર એક જ હોય છે.

રેગ્યુલર અને ડાયરેક્ટ વચ્ચેનો તફાવત જોઇએ તો રેગ્યુલર અને ડાયરેક્ટ દ્વારા તમે સ્કીમમાં રોકાણ કરો છો. આ બંને વચ્ચેનો તફાવત માત્ર એક્સપેન્સ રેશિયો એટલે કે આની પર લાગતા ખર્ચનો છે.

રેગ્યુલર પ્લાનની તુલનામાં ડાયરેક્ટ પ્લાનનો ખર્ચ ઓછો હોય છે. તેનું કારણ એ છે કે ડાયરેક્ટ પ્લાનમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર કે એજન્ટની જરૂર નથી હોતી.

ડાયરેક્ટ પ્લાનમાં, બ્રોકર અને ડિસ્ટ્રિબ્યુટરને કમિશન ચૂકવવાની જરૂર નથી પડતી.. તેથી તેનો વાર્ષિક ખર્ચ એટલે કે એક્સપેન્સ રેશિયો ઘટી જાય છે.

ડાયરેક્ટ પ્લાનનો એક્સપેન્સ રેશિયો 0.6 થી 1 ટકાની વચ્ચે રહે છે…રેગ્યુલર પ્લાનનો ખર્ચ 1.7 થી 2.44 ટકા સુધી હોય છે.

ચોથો પોઇન્ટ જે ધ્યાનમાં રાખવાનો છે તે છે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં વધારો… ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર ઓછા ખર્ચનો અર્થ એ છે કે રોકાણકારના પૈસા કમિશન પર ઓછા અને રોકાણ પર વધુ ખર્ચવામાં આવશે.

રોકાણના આ વિકલ્પમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની સંસ્થા AMFIના આંકડા દર્શાવે છે કે ફેબ્રુઆરી 2023માં દેશમાં લગભગ 20 ટકા રિટેલ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં સીધું રોકાણ કર્યું હતું. આ આંકડો ફેબ્રુઆરી 2024માં લગભગ 23 ટકા પર પહોંચી ગયો. રીતે રિટેલ રોકાણકારોના ડાયરેક્ટ રોકાણમાં એક વર્ષમાં 15નો વધારો થયો.

હવે પણ જોઇ લઇએ કે કેવી રીતે રોકાણ કરવું?

મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં AMCની વેબસાઇટ, સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ, મ્યુચ્યુઅલ ફંડ યુટિલિટી એટલે કે MFU અથવા ડિજિટલ ચેનલોના ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરી શકાય છે.

બજારમાં ઘણી ફિનટેક કંપનીઓ હવે મ્યુચ્યુઅલ ફંડમાં સીધા રોકાણ માટે પ્લેટફોર્મ પ્રદાન કરી રહી છે… તેમાંથી કેટલીક આ સુવિધા મફતમાં આપી રહી છે, જ્યારે કેટલીક ફી વસૂલ કરી રહી છે…

રોકાણ કેટલું સુરક્ષિત છે? હવે સવાલ એ થાય છે કે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કેટલું સુરક્ષિત છે?

ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટની સુવિધા આપતા મોટાભાગના પ્લેટફોર્મ સેબીની સાથે રજિસ્ટર્ડ છે અને રેગ્યુલેટરના કડક નિયમો હેઠળ આવે છે…

તેઓએ સેબીની પ્રાઇવસી અને સિક્યોરિટી સંબંધિત નીતિઓનું પાલન કરવાનું હોય છે.

હાલમાં, મોટાભાગના પ્લેટફોર્મ્સને સ્ટાર્ટઅપ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે… એવી સંભાવના છે કે ભવિષ્યમાં કેટલાક પ્લેટફોર્મ બંધ થઈ શકે છે અથવા મોટી કંપનીઓ તેને ખરીદી શકે છે…

પરંતુ રોકાણકારોએ ચિંતા ન કરવી જોઈએ કારણ કે ભવિષ્યમાં જો પ્લેટફોર્મ કોઈ કારણસર બંધ થઈ જાય… અથવા કોઈ અન્ય કંપની તેને ખરીદે…તો પણ તમારા પૈસા મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસે સુરક્ષિત રહેશે…

કોઈપણ ફંડનો એક રજિસ્ટ્રાર હોય છે… સેબી દ્વારા નિયુક્ત આ રજિસ્ટ્રાર તમારા રોકાણ પર નજર રાખશે…

સાતમો પોઇન્ટ છે સેબીનું ફ્રેમવર્ક…ઇન્વેસ્ટમેન્ટ સુરક્ષિત કરવા માટે, સેબીએ જૂન 2023માં એક નવું ફ્રેમવર્ક રજૂ કર્યું હતું…

જે અંતર્ગત, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની સેવાઓ આપનારા પ્લેટફોર્મ્સે એક્ઝિક્યુશન ઓન્લી પ્લેટફોર્મ એટલે કે EOP માટે અરજી કરવી પડશે… મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં EOPનો અર્થ છે એવા ડિજિટલ અથવા ઓનલાઈન પ્લેટફોર્મ કે જે મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના ડાયરેક્ટ પ્લાનમાં સબ્સ્ક્રિપ્શન, રિડમ્પશન અને રોકાણને સ્વિચ કરવાની સુવિધાઓ પૂરી પાડે છે…

ઓનલાઈન ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ સ્ટોક બ્રોકર અથવા રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર લાયસન્સ હેઠળ કામ કરે છે… જે રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ ખરીદવા અને વેચવાની સુવિધાઓ પૂરી પાડે છે…

RIA નિયમો હેઠળ જે રોકાણકારો કોઈપણ સલાહ વિના મ્યુચ્યુઅલ ફંડની ખરીદી અને વેચાણ કરી રહ્યા છે તેમને ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા જોખમો સામે સુરક્ષા ન્હોતી મળતી.

આને ધ્યાનમાં રાખીને, SEBIએ જણાવ્યું કે EOPs એમ્ફીની સાથે રજિસ્ટર્ડ થઇને એએમસી સાથે એજન્ટ તરીકે કામ કરી શકે છે, જે કેટેગરી-1 તરીકે ઓળખાશે… અથવા સેબીની સાથે સ્ટોક બ્રોકર તરીકે રજિસ્ટર્ડ થઇને રોકાણકારોના એજન્ટ તરીકે કામ કરી શકે છે, જે કેટેગરી-2માં આવશે.

કોણે રોકાણ કરવું જોઈએ? તો પછી કોણે રોકાણ કરવું જોઈએ મ્યુચ્યુઅલ ફંડના ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ?

વાઇઝઇન્વેસ્ટના CEO હેમંત રૂસ્તગી કહે છે કે એક્ઝિક્યુશન ઓન્લી પ્લેટફોર્મ્સ એટલે કે EOPs માટે ફ્રેમવર્ક આવ્યા બાદ મ્યુચ્યુઅલ ફંડની ડાયરેક્ટ પ્લાન્સમાં રોકાણ ઘણી હદ સુધી સુરક્ષિત બની ગયું છે… EOP રોકાણકારોને હવે સાયબર સુરક્ષા, ટેક્નોલોજી અને ફરિયાદ દાખલ કરવાની સુવિધા પ્રદાન કરી રહ્યું છે…

આવનારા સમયમાં ડાયરેક્ટ પ્લાનને લગતી સુવિધાઓમાં વધુ વધારો થશે… જો તમને મ્યુચ્યુઅલ ફંડ વિશે સમજ હોય ​​તો તમે ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરી શકો છો…

એટલે કે, અનુભવી રોકાણકારો માટે ડાયરેક્ટ પ્લાન એ વધુ સારો વિકલ્પ છે જેમને ડિસ્ટ્રીબ્યૂટર અથવા નાણાકીય સલાહકારોની જરૂરિયાત નથી…

જો તમને મ્યુચ્યુઅલ ફંડની ઉંડાણપૂર્વકની સમજણ નથી તો તમારે ડિસ્ટ્રીબ્યૂટર દ્વારા જ રોકાણ કરવું જોઈએ.

અંતે વાત કરીએ રિટર્નની..મ્યુચ્યુઅલ ફંડના ડાયરક્ટ પ્લાનમાં ઓછા ખર્ચના કારણે રેગ્યુલર પ્લાનની તુલનામાં વધુ રિટર્ન મળે છે.

આનાથી લાંબા ગાળાના રોકાણકારોને ફાયદો થાય છે… જો કે, ડાયરેક્ટ પ્લાનમાં રોકાણ કરવા માટે, મ્યુચ્યુઅલ ફંડ વિશે સારી જાણકારી હોવી જોઈએ…

ઉપરાંત, વ્યક્તિએ રોકાણ અંગે જાગૃત રહેવું જોઈએ…

Published: April 19, 2024, 17:29 IST