KYC પ્રક્રિયામાં થયો ફેરફાર, જાણો હવે કયા ડોક્યુમેન્ટ્સ ચાલશે અને કયા નહીં

સેબીએ KYC ડોક્યુમેન્ટેશનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1 એપ્રિલ 2024 થી લાગુ થઈ ગયા છે..ફેરફાર અનુસાર હવે કેટલાક સિલેક્ટેડ ડૉક્યુમેન્ટ સાથે જ ઈન્વેસ્ટર કેવાયસી કરાવી શકે છે.

KYC પ્રક્રિયામાં થયો ફેરફાર, જાણો હવે કયા ડોક્યુમેન્ટ્સ ચાલશે અને કયા નહીં

Money9: માર્કેટ રેગુલેટર સેબીએ Know Your Customer અથવા કેવાયસી ડોક્યુમેન્ટેશનમાં ફેરફાર કર્યો છે. આ ફેરફાર 1 એપ્રિલ 2024 થી લાગુ થઈ ગયા છે..ફેરફાર અનુસાર હવે કેટલાક સિલેક્ટેડ ડૉક્યુમેન્ટ સાથે જ ઈન્વેસ્ટર કેવાયસી કરાવી શકે છે. આની અસર નવા અને હાલના મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર બંને પર પડશે…આવો જાણીએ કે કયા દસ્તાવેજોને KYC પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે અને કયા દસ્તાવેજોના સહારે હવે તમે KYC કરી શકશો.

જો તમે મ્યુચ્યુઅલ મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટર છો તો તમારા માટે ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરતા પહેલા કેવાયસી કરાવવી જરૂરી છે…કેવાયસી પ્રક્રિયામાં ઇન્વેસ્ટરે એક કેવાયસી ફોર્મ ભરવું પડે છે. જેની સાથે આઇડેન્ટિટી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ તરીકે દસ્તાવેજ જમા કરાવવા પડે છે. આ દસ્તાવેજોને બાદમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અથવા સેબી રજિસ્ટ્રર્ડ એનટીટી તરફથી કેવાયસી રજિસ્ટ્રેશનની પાસે રજિસ્ટર કરવામાં આવે છે.

KYC એક પ્રોસેસ છે…જેના દ્વારા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ અથવા કોઈ પણ ફાઇનાન્શિયલ યુનિટ ઇન્વેસ્ટરના એકાઉન્ટ અથવા ફોલિયો ખોલતા પહેલા તેની ઓળખને વેરિફાઇ કરે છે…કેવાયસી સપોર્ટિંગ ડોક્યુમેન્ટ જેવા કે પાન કાર્ડ, આધાર કાર્ડ અને એડ્રેસ પ્રૂફ દ્વારા ઇન્વેસ્ટરની ઓળખ અને સરનામાને વેરિફાઇ કરવામાં આવે છે.

એક એપ્રિલ 2024 થી KYC માટે ઓળખ અથવા એડ્રેસ પ્રુફ તરીકે સ્વીકાર કરવા માટેના દસ્તાવેજોનો વ્યાપ વધુ સીમિત કરી દેવામાં આવ્યું છે. હવે આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઇડી કાર્ડ, નરેગા જોબ કાર્ડ અને રેગુલેટરની સાથે એગ્રીમેન્ટના હેઠળ કેન્દ્ર દ્વારા સ્વીકૃત દસ્તાવેજને પ્રુફ તરીકે સ્વીકાર કરવામાં આવશે.

ઘણાબધા રોકાણકારો કેવાયસી કરાવવા માટે બેંક સ્ટેટમેન્ટ અથવા વીજળીના બિલ જેવા અન્ય યુટિલિટી બિલનો ઉપયોગ કરતા હતા…હવે સેબીએ તેમને ઝટકો આપ્યો છે અને વેલિડ ડોક્યુમેન્ટના લિસ્ટમાંથી બેંક સ્ટેટમેન્ટ અને યુટિલિટી બિલને દૂર કરી દીધા છે…સેબીએ મ્યુચ્યુઅલ ફંડને જણાવ્યું કે હવે બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલ જેવા દસ્તાવેજો KYC માટે સ્વીકારવામાં નહીં આવે.

એવા રોકાણકાર કે જેમણે અગાઉ કેવાયસી માટે ઇલેક્ટ્રિક કે ટેલિફોન બિલ જેવા બેંક સ્ટેટમેન્ટ અથવા યુટિલિટી બિલનો ઉપયોગ કર્યો હતો અને નવું એકાઉન્ટ અથવા ફોલિયો ખોલવાની તૈયારી કરી રહ્યાં છે તેઓએ નવેસરથી KYC કરાવવું પડશે…બીજી તરફ, એવા રોકાણકારોએ કે જેમણે PAN-આધાર લિંક, વેરિફાઈડ ઈ-મેલ અને મોબાઈલ નંબર દ્વારા KYC રેકોર્ડ વેલિડેટ કર્યું હતું તે પોતાની હાલની ઇંટરમીડિયરીની સાથે માર્કેટમાં લેવડ-દેવડ ચાલુ રાખી શકે છે.

KYC બધા રોકાણકારો માટે ફરજિયાત છે…આમાં એવા લોકો પણ સામેલ છે જેમણે KYC નિયમો ફરજિયાત બનતા પહેલા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું હતું…કેવાયસી ન કરાવવાથી રોકાણકારો નવા ફોલિયો અને રિડમ્પશન એટલે કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી પૈસા નહીં ઉપાડી શકે.

રોકાણકારો આધાર બેઝ્ડ ઈ-કેવાયસી દ્વારા ડિજિટલ રીતે KYC કરાવી શકે છે. આમાં, આધાર સાથે લિંક કરેલા મોબાઇલ નંબર પર OTP મોકલીને વેરિફિકેશન કરવામાં આવે છે, તમારે ફક્ત મોબાઇલ ડિવાઇસના કેમેરા, લોકેશન અને માઇક્રોફોનનો એક્સેસ આપવો પડે છે અને સેલ્ફ અટેસ્ટેડ PAN અને સિગ્નેચરની ઇમેજ અપલોડ કરવી પડે છે.

Published: April 18, 2024, 18:52 IST