માઈક્રો SIP શું છે અને તેનાથી રોકાણકારોને શું ફાયદો થશે?

નાના રોકાણકારોને આકર્ષવા માટે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે હવે માત્ર 100 રૂપિયાની SIPની શરુઆત કરી છે... ગ્રામીણ વસ્તી, ઓછી આવક ધરાવતા લોકો, પોકેટ મની મેળવતા વિદ્યાર્થીઓ અને ત્યાં સુધી કે બાળકો પણ માઇક્રો SIPનો લાભ મેળવી શકે છે.

માઈક્રો SIP શું છે અને તેનાથી રોકાણકારોને શું ફાયદો થશે?

Money9: કોઇ પ્રોડક્ટને લોકપ્રિય બનાવવામાં સૌથી અસરકારક શસ્ત્ર છે માર્કેટિંગ…

માર્કેટિંગ મોડલમાં ચાર ‘P’ મહત્વની ભૂમિકા ભજવે છે…અને તે છે – પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન… પ્રોડક્ટના બ્રાન્ડિંગની આ એ જ ટેકનિક છે જેણે FMCG સેક્ટરમાં ક્રાંતિ લાવી દીધી છે.

વાસ્તવમાં, FMCG કંપનીઓ તેમના શેમ્પૂને એક લિટરની બોટલને બદલે 1-2 રૂપિયાના પાઉચમાં વેચી રહી છે… આના કારણે, આ પ્રોડક્ટ સામાન્ય લોકો માટે સુલભ અને સસ્તી સાબિત થઈ રહી છે…

હવે માર્કેટિંગની આ ફોર્મ્યુલાને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP પર લાગુ કરવાનો વિચાર ચાલી રહ્યો છે…

સેબીના ચેરપર્સન માધબી પુરી બુચના જણાવ્યા મુજબ…માર્કેટ રેગ્યુલેટર, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એસઆઈપીની ન્યૂનતમ રકમ 500 રૂપિયા પ્રતિમાસથી ઘટાડીને 250 રૂપિયા કરવાનો વિચાર કરી રહી છે.

તાજેતરના એક કાર્યક્રમમાં, બૂચે જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે એફએમસીજી કંપનીઓ પાસેથી શીખવું જોઈએ… તેઓ સમાજના એક મોટા વર્ગની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમના ઉત્પાદનોને કેવી રીતે સસ્તું બનાવે છે…

ચાલો સમજીએ કે 250 રૂપિયામાં SIPની શરૂઆત રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને પર કેવી અસર કરી શકે છે…

પરંતુ તે પહેલા ચાલો જાણીએ કે SIP શું છે?

SIP એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે… આમાં તમે દર મહિને એક નિશ્ચિત રકમનું પ્લાનિંગ કરીને રોકાણ કરી શકો છો…

મોટાભાગના લોકો SIP દ્વારા ઇક્વિટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે… જો તમે દર મહિને નાની રકમનું રોકાણ કરો છો તો પણ… તે સમયની સાથે નોંધપાત્ર રીતે વધી શકે છે…

SIP એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જ્યારે શેરબજાર ઉંચાઇ પર હોય ત્યારે તમને ઓછા યૂનિટ મળશે અને જ્યારે બજાર ડાઉન હોય ત્યારે વધુ.

આ રીતે SIP તમારા રોકાણને એવરેજ કરવા અને રિટર્નને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે…

મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા દર મહિને 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ સંગઠન AMFI ના ડેટા અનુસાર, દેશમાં લગભગ 8.2 કરોડ SIP એકાઉન્ટ્સ છે… જેના દ્વારા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડની વિવિધ યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે…

હવે સમજીએ કે માઈક્રો એસઆઈપી શું છે?

નાના રોકાણકારોને આકર્ષવા માટે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે હવે માત્ર 100 રૂપિયાની SIPની શરુઆત કરી છે… ગ્રામીણ વસ્તી, ઓછી આવક ધરાવતા લોકો, પોકેટ મની મેળવતા વિદ્યાર્થીઓ અને ત્યાં સુધી કે બાળકો પણ માઇક્રો SIPનો લાભ મેળવી શકે છે…

દર મહિને 100 થી 500 રૂપિયાની બચત કરીને, કોઈપણ વ્યક્તિ લાંબા ગાળે એક મોટું ફંડ બનાવી શકે છે… આનાથી બજેટ પર પણ વધુ અસર નહીં પડે…

આવી સ્થિતિમાં, નાના રોકાણકારો માટે માઇક્રો એસઆઈપી એક શ્રેષ્ઠ વિકલ્પ છે…

ઘણા ફંડ હાઉસ રૂ. 100ની માઈક્રો એસઆઈપી સુવિધા ઓફર કરી રહ્યા છે…

તેમાં ICICI પ્રુડેન્શિયલ, આદિત્ય બિરલા સન લાઈફ અને નિપ્પોન ઈન્ડિયાનો સમાવેશ થાય છે…

જો કે, માઇક્રો SIP નો માર્ગ સરળ નથી…

AMCના નાણાકીય નિષ્ણાતોના મતે, માઇક્રો SIP શરૂ કરવા માટે ઊંચો ખર્ચ આવે છે…આમાં સૌથી મોટી અડચણ ડિજિટલ KYC છે…

મનીફ્રન્ટના સહ-સ્થાપક અને સીઇઓ મોહિત ગંગ કહે છે કે માઇક્રો SIPમાં રોકાણ માટે ગ્રાહક લાવવા, ટ્રાન્ઝેક્શન અને રોકાણનું સંચાલન કરવાની ઊંચી કિંમત મોટો પડકાર છે.

આવી સ્થિતિમાં, AMC માટે પેબેક એટલે કે કમાણી થવાની અવધી ઘણી લાંબી છે… આવી સ્થિતિમાં, AMC માટે માઇક્રો SIP વ્યવહારુ નથી…

જો કોસ્ટના ફ્રન્ટ પર કોઇ વચલો રસ્તો નીકળે તો વધુ સંખ્યામાં માઇક્રો એસઆઈપી શરૂ કરી શકાય છે…

આ પહેલથી મ્યુચ્યુઅલ ફંડમાં નાના શહેરો, ગામડાઓ અને તાલુકા લેવલે લોકોની ભાગીદારી વધશે, જેનાથી સમાજના એક મોટા વર્ગના ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન એટલે કે નાણાંકીય સમાવેશમાં મદદ મળશે.

જો કે, આમ કરવા માટે, રેગ્યુલેટર અને AMCએ માઇક્રો એસઆઈપીની કિંમત ઘટાડવા માટે સંયુક્ત રીતે કામ કરવું પડશે… જેથી રોકાણકારોને હાઇ એક્સપેન્સ રેશિયો એટલે કે ઉંચા ખર્ચનો બોજ સહન ન કરવો પડે…

મોહિત ગંગ કહે છે કે માઈક્રો એસઆઈપી સેગમેન્ટમાં એએમસી માટે ઓપરેશનલ અને રેગ્યુલેટરી ખર્ચમાં ઘટાડો કરવો એ એક વચગાળાનો રસ્તો હોઈ શકે છે… માઈક્રો એસઆઈપીની કિંમત ઘટાડવાની જરૂર છે…છેલ્લી રીત એએમસીને આ રોકાણ પર વધુ ચાર્જ લેવાની હોઇ શકે છે.

ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું કદ 50 લાખ કરોડ રૂપિયાના આંકડાને વટાવી ગયું છે…પરંતુ જીડીપીના રેશિયોની સામે તો માત્ર 15.8 ટકા જ છે, જે ગ્લોબલ માર્કેટની સરેરાશ 74 કરતા ઘણો ઓછો છે.

આ આંકડાઓ દર્શાવે છે કે દેશના મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે હજુ લાંબી મજલ કાપવાની છે… જો માઈક્રો એસઆઈપીની શરૂઆત સફળ રહેશે તો તેનાથી મોટી સંખ્યામાં લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે પ્રેરિત થશે.. માઈક્રો એસઆઈપીનું લોન્ચિંગ મ્ચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે શુભ સંકેત છે.

Published: April 12, 2024, 19:52 IST