અત્યારે MIDCAP-SMALLCAP ફંડ્સમાં ચાલતી SIPs અંગે રોકાણકારોએ શું કરવું?

માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી.

અત્યારે MIDCAP-SMALLCAP ફંડ્સમાં ચાલતી SIPs અંગે રોકાણકારોએ શું કરવું?

Money9: માર્કેટ રેગ્યુલેટર સેબી નાના અને મધ્યમ શેરો સાથે સંકળાયેલા મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવી રહેલા રોકાણને લઇને ચિંતિત છે. આનો અંદાજો એ વાતથી લગાવી શકાય કે સેબીએ માર્ચની શરૂઆતમાં મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને આ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સના રોકાણકારોના હિતોની રક્ષા કરવા માટે લેવામાં આવેલા પગલાની વિગતો માંગી હતી. અને તે પણ માર્ચના અંત સુધીમાં. તો છેવટે સેબી તરફથી આવેલા આ નિર્ણયનો અર્થ શું છે? શું મિડકેપ-સ્મોલકેપ શેરના વેલ્યૂએશન્સને લઇને ખરેખર ચિંતાજનક સ્થિતિ છે? Sebiના નિર્ણયથી શું બજારે ચિંતિત થવું જોઇએ? અને હવે મિડકેપ-સ્મોલકેપ ફંડ્સમાં ચાલતી SIPsને લઇને રોકાણકારોએ શું કરવું જોઇએ?…આ બધા વિશે વિસ્તારથી સમજીએ..

પસંદગીના સ્મોલકેપ-મિડકેપ અને ખાસ કરીને એક પ્રકારના illiquid (ઇલ-લિક્વિડ) શેરોમાં આવી રહેલા મોટા રોકાણથી મિડકેપ-સ્મોલકેપ ફંડ્સમાં જોખમ વધી રહ્યું છે. પરંતુ હાલ સેબીની ચિંતાનું મુખ્ય કારણ શું છે? હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ્સની સંસ્થા AMFIના આંકડા જણાવે છે કે જાન્યુઆરીના અંત સુધી સ્મોલકેપ ફંડ્સની AUM એટલે કે assets under management 89 ટકા વધીને 2.48 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગઇ છે જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.31 લાખ કરોડ રૂપિયા હતી. તો મિડકેપ ફંડ્સની AUM 1.83 લાખ કરોડ રૂપિયાથી 58 ટકા વધીને 2.90 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે.

Samco MFના એક સ્ટડી મુજબ…આશ્ચર્યજનક બાબત એ છે કે સ્મોલકેપ ફંડની 2.48 લાખ કરોડ રૂપિયાની AUM લાર્જકેપ ફંડ્સની 2.99 લાખ કરોડ રૂપિયાની AUMના 83 ટકા જેટલી થઈ ગઈ છે, જે ઓગસ્ટ 2021માં માત્ર 44 ટકા હતી. જો આ પ્રકારના મોટા ઇન્ફ્લોથી શેર નવી ઊંચાઈ સુધી પહોંચી શકે છે, તો રોકાણકારોએ વિપરીત પરિસ્થિતિ માટે પણ તૈયાર રહેવું જોઈએ…જો કે હાલમાં બજારમાં તેજીનું મોમેન્ટમ અટકવાના કોઈ સંકેત નથી દેખાઇ રહ્યા. પરંતુ SEBI ઇચ્છે છે કે મ્યુચ્યુઅલ ફંડ હાઉસ મિડકેપ-સ્મોલકેપ ફંડ્સમાંથી મોટા આઉટફ્લો માટે તૈયાર રહે…આ પ્રકારની કટોકટીની સ્થિતિ અથવા લિક્વિડિટી સંકટનો સામનો કરવા માટે તાજેતરમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી આવી સ્કીમોમાં ઇન્ટરેસ્ટ ન દર્શાવવો સેબી માટે પૂરતું પ્રોત્સાહન છે કે તે મિડકેપ-સ્મોલકેપ સ્કીમોમાં મ્યુચ્યુઅલ ફંડ્સને વધુ રિસ્ક મેનેજમેન્ટ પર ફોકસ કરવા પર ભાર મુકે.

હવે સવાલ એ છે કે સેબીના નિર્ણયથી બજાર શા માટે ચિંતિત છે? અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસ કયા નિર્ણયો લઈ શકે છે? નાણાકીય વર્ષ 24 ના પ્રથમ 10 મહિનામાં એટલે કે એપ્રિલ 2023 થી જાન્યુઆરી 2024 દરમિયાન, સ્મોલકેપ સ્કીમોમાં 37,360 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે, જે સમગ્ર FY23 માં 22,103 કરોડ રૂપિયાના રોકાણની તુલનામાં 92 ટકા વધુ છે, જેના કારણે સેબીને બજારમાં Froth એટલે કે પરપોટા જેવી સ્થિતિનો ડર છે.

માનવામાં આવી રહ્યું છે કે મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી મિડકેપ-સ્મોલકેપ ફંડ્સમાં આવનારા વધારાના રોકાણ પર પ્રતિબંધ લગાવી શકાય છે અથવા તો એક્ઝિટ લોડને વધારી શકાય છે જેથી ઉતાવળે આ સ્કીમોમાંથી પૈસાનો ઉપાડ રોકાણકારોને મોંઘો પડે. જોકે કેટલાક સીનિયર મ્યુચ્યુઅલ ફંડ અધિકારી એવી આશા રાખી રહ્યા છે કે સેબીની ચેતવણીથી કદાચ લોકો સ્વેચ્છાએ રોકાણ બંધ કરી દે અથવા તો ઉપાડ કરી લે. હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડ અધિકારી નથી ઇચ્છતા કે સેબી કોઇ એવા નિયમ લાગુ કરે જેનાથી બિઝનેસ પર અસર થાય.

હવે પ્રશ્ન એ છે કે શું વેલ્યુએશન ખરેખર મોંઘા છે અને શું બજારમાં Froth જેવી સ્થિતિ છે? શું સેબીના આ નિર્ણયને કારણે બજારમાં જબરજસ્તી વેચવાલીની શક્યતા પણ છે? વર્ષ 2023માં એક્ટિવ ઇક્વિટી સ્કીમ્સમાં આવેલા કુલ 1.6 લાખ કરોડ રૂપિયાના ચોખ્ખા રોકાણમાંથી 40 ટકા એટલે કે 64,000 કરોડ રૂપિયા મિડકેપ અને સ્મોલકેપ સ્કીમ્સમાં આવ્યા છે… એટલું જ નહીં, 2023માં મિડકેપ ફંડ્સમાં 22,913 કરોડ રૂપિયાની તુલનામાં સ્મોલકેપ ફંડ્સમાં 41,035 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું જ્યારે આ સમયગાળા દરમિયાન લાર્જ કેપ સ્કીમમાંથી 2,968 કરોડ રૂપિયાનો આઉટફ્લો થયો છે.

પરંતુ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે સેબીના આ નિર્ણયને કારણે, નાના અને મધ્યમ શેરોમાં કોઈ પણ પ્રકારનું જબરજસ્તી વેચાણ થવાની કોઈ શક્યતા નથી કે જેના કારણે શેરની કિંમતો પર કોઈ અસર પડે… આવુ એટલા માટે કારણ કે મોટા ભાગના મોટા મ્યુચ્યુઅલ ફંડ હાઉસ લિક્વિડિટીની સાથે સાથે સ્મોલ-કેપ સેગમેન્ટમાં વેલ્યુએશન સાથે સંકળાયેલા જોખમોથી વાકેફ છે અને તેમણે માર્કેટમાં ઘટાડા અથવા સ્કીમમાંથી બહાર નીકળવાના સંભવિત જોખમને પહોંચી વળવા માટે તેમની વ્યક્તિગત વ્યૂહરચનાઓ તૈયાર કરીને રાખી છે.

કેટલાક મ્યુચ્યુઅલ ફંડ અધિકારીઓ સેબીના નિર્ણયને એમ કહીને વિવાદિત માની રહ્યા છે કે લાર્જ કેપ શેર્સમાં 35 ટકા સુધીના રોકાણની શક્યતા એક મોટું લિક્વિડિટી કવર છે… પરંતુ આ કેટેગરીની ઘણી સ્કીમોએ હજુ સુધી આ લિમિટ્સનો ઉપયોગ નથી કર્યો.. કારણ કે ફંડ મેનેજરો એ વાતને લઇને ચિંતિત છે કે સ્મોલકેપ શેરોમાં ઓછું એક્સપોઝર સ્કીમના પ્રદર્શનને અસર કરી શકે છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શું મિડકેપ અને સ્મોલકેપ સ્કીમ્સમાં એસઆઈપી રોકાણ અટકાવી દેવું જોઈએ અથવા તેમાં કોઈપણ પ્રકારના ફેરફારની જરૂરિયાત છે?

એકંદરે મિડકેપ અને સ્મોલકેપ સ્કીમોમાં ઝડપથી વધતા રોકાણને લઇને એકતરફ સેબી ચિંતિત છે અને રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માંગે છે તો બીજી તરફ મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને ભરોસો છે કે આ કેટેગરીમાં કોઇ મોટી વેચવાલી થવાનું જોખમ નથી. જો કોઇ ઇમરજન્સી સ્થિતિ ઉભી પણ થાય છે તો મ્યુચ્યુઅલ ફંડ આના માટે એક સ્ટ્રેટેજી હેઠળ તૈયારી કરી ચૂક્યા છે. તો પણ આ કેટેગરીમાં રોકાણને લઇને થોડા સતર્ક થવા અને પોતાના પોર્ટફોલિયોની સમીક્ષા કરવાની જરૂર છે.

Published: March 21, 2024, 19:59 IST