તમે પણ આવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં તો રોકાણ નથી કરતા ને?

વિદેશમાં લિસ્ટ ETFમાં રોકાણ કરનારા મ્યુચ્યુઅલ ફંડ્સને SEBIએ નવું રોકાણ લેવાની ના પાડી છે. વિદેશી સિક્યોરિટીઝમાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે $7bની ટોચમર્યાદા છે. વિદેશી ETFમાં રોકાણ કરવા માટે $1bની પણ અલગ મર્યાદા છે અને આ મર્યાદા નજીક છે.

Mutual Funds, SIP, SEBI, mutual funds news, mutual funds news today, mutual funds news in Gujarati, SEBI new rules, AMFI, investment, investors, ETF, Funds, Overseas investment, Foreing Mutual FUnds, Money9 Gujarati

Money9 Gujarati:

શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વિદેશી બજારોમાં રોકાણ કરો છો? તો તમારે આ સમાચાર ધ્યાનથી વાંચવા જોઈએ. મૂડીબજારના નિયમનકાર SEBI (સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓફ ઈન્ડિયા (AMFI)ને સૂચના આપી છે કે, જે મ્યુચ્યુઅલ ફંડ્સ વિદેશમાં લિસ્ટ થયેલા ETFમાં રોકાણ કરતાં હોય તે નવું રોકાણ સ્વીકારવાનું બંધ કરે. એટલે કે, જો તમારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ વિદેશી ETFમાં રોકાણ કરતી હશે તો હવે તમે આ સ્કીમ દ્વારા નવું રોકાણ નહીં કરી શકો.

શા માટે આવું થયું…?

વાસ્તવમાં, મ્યુચ્યુઅલ ફંડ્સ વિદેશી બજારોમાં બે રીતે રોકાણ કરે છે. પહેલો રસ્તો સીધો સ્ટોક ખરીદવાનો છે અને બીજો રસ્તો બજારમાં રોકાણ કરતા હોય તેવા ETFના યુનિટ ખરીદવાનો છે. મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સીધા જ શેર ખરીદવાની મર્યાદા 7 અબજ ડૉલર નક્કી કરવામાં આવી છે જ્યારે ETFમાં રોકાણની મર્યાદા 1 અબજ ડૉલર છે. સીધું રોકાણ કરવાની 7 અબજ ડૉલરની મર્યાદા જાન્યુઆરી 2022માં હાંસલ થઈ ગઈ હતી અને સેબીએ ત્યારે મ્યુચ્યુઅલ ફંડને આવી રીતે રોકાણ નહીં કરવાની સૂચના આપી હતી.

હવે, મ્યુચ્યુઅલ ફંડ્સ તેમની ETFમાં રોકાણની 1 અબજ ડૉલરની મર્યાદાની નજીક પહોંચી ગયા છે જેના કારણે સેબીએ 20 માર્ચ, 2024ના રોજ તેમને નવું ફંડ નહીં સ્વીકારવાની સૂચના આપી છે.

ફંડ ઓફ ફંડ્સ (ETF)માં રોકાણ સ્વીકારનારા ફંડ હાઉસ કે જેઓ વિદેશી ETFમાં નાણાનું રોકાણ કરે છે તેમણે હવે આવું રોકાણ સ્વીકારવા પર બ્રેક મારવી પડશે. વિદેશમાં રોકાણ કરતી હોય તેવી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સની સંખ્યા 77 છે.

 

Published: March 21, 2024, 22:05 IST