Senior Citizen માટે શું સારું? Mutual Fund કે NPS?

NPS અને Mutual Fundમાં ઘણીવાર લોકો કન્ફ્યૂઝન રહે છે કે ક્યાં જવું? NPS સારું કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ... NPS અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બંનેના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે

Senior Citizen માટે શું સારું? Mutual Fund કે NPS?

Money9: નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બંને લાંબા ગાળાના રોકાણ છે… NPS અને મ્યુચ્યુઅલ ફંડમાં ઘણીવાર લોકો કન્ફ્યૂઝન રહે છે કે ક્યાં જવું? NPS સારું કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ… NPS અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બંનેના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે… આવો જાણીએ કે કેવા પ્રકારના રોકાણકારો માટે કઈ યોજના યોગ્ય છે.

દરેક રોકાણ કોઈને કોઈ હેતુ કે ઉદ્દેશ સાથે કરવામાં આવે છે.. NPS એ લાંબા ગાળાનું રિટાયરમેન્ટ ફોકસ રોકાણ છે, જેને રિટાયરમેન્ટ બાદ રેગ્યુલર ઇનકમ માટે તૈયાર કરવામાં આવે છે. ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનો ઉપયોગ જુદાજુદા લોંગ ટર્મ ફાઇનાન્સિયલ ગોલ જેવા કે વેલ્થ ક્રિએશન, રિટાયરમેન્ટ, બાળકોના અભ્યાસ-લગ્ન માટે કરી શકાય છે. શોર્ટ ટર્મ ગોલ માટે ડેટ મ્યુચ્યુઅલ ફંડ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.

NPS માં, તમારા પૈસાનું રોકાણ વિવિધ એસેટ ક્લાસમાં કરવામાં આવે છે… આમાં ઈક્વિટી, સરકારી બોન્ડ્સ, કોર્પોરેટ બોન્ડ્સ અને વૈકલ્પિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સનો સમાવેશ થાય છે… અત્યારના સમયમાં, NPSમાં રોકાણકારો બે પ્રકારનો રસ્તો પસંદ કરી શકે છે. ઓટો અને એક્ટિવ ચોઈસ… એક્ટિવ ચોઈસમાં, NPS સબસ્ક્રાઈબર અલગ-અલગ એસેટ ક્લાસમાં એલોકેશન પર્સન્ટેજ જાતે જ પસંદ કરી શકે છે… ઓટો ચોઈસમાં, તમારી ઉંમર પ્રમાણે આપોઆપ એલોકેશન થાય છે.

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પોતાની એસેટનો મોટાભાગનો હિસ્સો અલગ-અલગ કંપનીઓના શેરમાં રોકાણ કરે છે… AMFIના જણાવ્યા અનુસાર, આ સ્કીમોએ એસેટનો ઓછામાં ઓછી 65 ટકા હિસ્સો ઇક્વિટી અને ઇક્વિટી રિલેટેડ ઇન્ટ્રુમેન્ટસમાં રોકાણ કરવો પડે છે… ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ અલગ અલગ સેક્ટર કે થીમ અને માર્કેટ કેપવાળી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે.

NPS ને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ કરતાં વધુ સુરક્ષિત અને ઓછી વોલેટાઇલ એટલે કે ઉતાર-ચડાવવાળી માનવામાં આવે છે… કારણ કે તે ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ્સ અને સરકારી બોન્ડ્સમાં ફંડને ડાયવર્સિફાઇ કરે છે…જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ મોટાભાગની મૂડી માત્ર ઇક્વિટી એટલે કે શેરમાં જ રોકાણ કરે છે. તેથી તેમાં ઉતાર-ચડાવની આશંકા વધુ રહે છે.

NPS ના ટિયર-1 એકાઉન્ટમાં રોકાણ કરવા માટે નિવૃત્તિ સુધીનો લોક-ઇન પીરિયડ છે. જો કે, કેટલીક પરિસ્થિતિઓ જેમ કે મેડિકલ ઇમરજન્સી, અભ્યાસ અને લગ્નના ખર્ચ વગેરે માટે NPSમાંથી આંશિક ઉપાડની સુવિધા મળે છે. તો ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ એટલે કે ELSS સિવાયની મોટાભાગની ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં લોક ઇન પીરિયડ નથી. ELSSમાં 3 વર્ષનો લોક-ઇન પીરિયડ છે.

NPS નો ઉપયોગ સામાન્ય રીતે પેન્શન અને ટેક્સ સેવિંગ માટે કરવામાં આવે છે… NPSમાં રોકાણ પર આવકવેરા કાયદાની સેક્શન 80CCD 1(B) હેઠળ 50 હજાર રૂપિયા સુધીનું ડિડક્શન છે… જો તમે પગારદાર છો અને તમારા એમ્પ્લોયર એટલે કે કંપની તમારા વતી NPS માં કોન્ટ્રીબ્યૂશન કરે છે… તો સેક્શન 80CCD (2) હેઠળ બેઝિક સેલેરી પ્લસ DAના 10 ટકા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો… સરકારી કર્મચારીઓ માટે લિમિટ 14 ટકા છે.. જાતે NPS માં કોન્ટ્રીબ્યૂશન કરશો તો સેક્શન 80CCD (1) હેઠળ છૂટ મળશે. જો કે, સેક્શન 80CCE હેઠળ આના પર કેપિંગ છે. સેક્શન 80C, 80CCC અને સેક્શન 80CCD (1)ને જોડીને માત્ર 1.5 લાખ રૂપિયા સુધીનું જ ડિડક્શન મળી શકે છે.

ELSS એટલે કે ઈક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ સિવાય કોઈપણ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર કરમુક્તિ નથી મળતી… ELSSમાં રોકાણ પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C હેઠળ છૂટ મળે છે… 80C હેઠળ રોકાણ પર ડિડક્શનની મહત્તમ મર્યાદા 1.5 લાખ રૂપિયા સુધીની છે.

NPSમાં મેચ્યોરિટી પર ખાતામાં જમા થયેલી કુલ રકમના 60 ટકા ઉપાડ કરવા પર કોઈ ટેક્સ નથી લાગતો. બાકીના 40 ટકામાંથી એન્યુઇટી પ્લાન ખરીદવાનો હોય છે. જેનાથી રેગ્યુલર ઇનકમ મળે છે. એન્યુઇટી પ્લાનમાં રોકાણ કરવા પર કોઈ ટેક્સ નથી લાગતો..પરંતુ એન્યુઇટી ઇનકમ પર ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ ચૂકવવો પડી શકે છે…

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી રિડમ્પ્શન અથવા પૈસા ઉપાડવા પર ટેક્સ લાગે છે… ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12 મહિનાથી વધુનું રોકાણ લોંગ ટર્મ માનવામાં આવે છે. 12 મહિનાથી વધુ રોકાણ કર્યા પછી પૈસા ઉપાડવા પર LTCG ટેક્સ વસૂલવામાં આવશે. એક નાણાકીય વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીના નફા એટલે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર કોઈ ટેક્સ નથી..આનાથી વધુના નફા પર 10 ટકા ટેક્સ છે. જો હોલ્ડિંગ પીરિયડ 12 મહિનાથી ઓછો હશે, તો નફો શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન કહેવાશે. આની પર 15 ટકાના દરે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે.

MyWealthGrowth.comના કો-ફાઉન્ડર. હર્ષદ ચેતનવાલા જણાવે છે કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ મુખ્યત્વે શેર્સમાં રોકાણ કરે છે. રોકાણનો દ્રષ્ટિકોણ લાંબાગાળાનો હશે તો ઇક્વિટી ફંડમાં રિસ્ક ઘટી જાય છે. લાંબા ગાળામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 12 થી 15 ટકાનું રિટર્ન મળી શકે છે. NPS વધુ ડાયવર્સિફાઇ છે. તેમાં મેક્સિમમ ઇક્વિટી એલોકેશન 75 ટકા રાખવામાં આવે તો પણ લાંબા ગાળે NPSનું રિટર્ન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સરખામણીએ 2 થી 4 ટકા સુધી ઓછું રહે છે.

NPS અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા, સ્કીમ સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ ધ્યાનથી વાંચો… તમારી જોખમ લેવાની ક્ષમતા અને રોકાણનો ઉદ્દેશ્ય નક્કી કર્યા પછી જ નિર્ણય લો…ફાઇનાન્સિયલ પ્લાનરની એડવાઇઝ જરૂર લો… જો તમારું લક્ષ્ય ઓછા જોખમ અને ડિસન્ટ રિટર્નની સાથે રિટાયરમેન્ટ પ્લાનિંગનું છે તો NPS તમારા માટે ઉપયોગી થઈ શકે છે… જે લોકો વધુ જોખમ લઈને ઊંચું રિટર્ન મેળવવા માગે છે તેઓ નિવૃત્તિ સહિત અન્ય નાણાકીય લક્ષ્યાંકોને પૂરા કરવા માટે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ તરફ નજર દોડાવી શકે છે. પરંતુ બન્નેમાં રોકાણનો વ્યૂ લોંગ ટર્મનો રાખો..

Published: March 29, 2024, 14:03 IST