Mutual Fund Schemesનું મર્જર શું હોય છે? આવા કિસ્સામાં રોકાણકારોએ શું કરવું જોઇએ?

મ્યુચ્યુઅલ ફંડના મર્જર હેઠળ... મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને કંપનીની કોઈ વર્તમાન સ્કીમમાં મર્જ કરવામાં આવે છે... કેટલીકવાર બે સ્કીમને જોડીને એક નવી સ્કીમ બનાવવા માટે મર્જર કરવામાં આવે છે

Mutual Fund Schemesનું મર્જર શું હોય છે? આવા કિસ્સામાં રોકાણકારોએ શું કરવું જોઇએ?

Money9: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો એક વાત ધ્યાનમાં રાખો… મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ તમને સ્કીમ સંબંધિત ફેરફારો વિશે માહિતી શેર કરવા માટે ઈમેલ અથવા એસએમએસ મોકલે છે. પછી તે મ્યુચ્યુઅલ ફંડ કંપનીની નવી સુવિધાની શરૂઆત હોય કે તેને લગતું કોઈ જોખમ…એક્સપેન્સ રેશિયો સંબંધિત માહિતી હોય… કે પછી કોઈ નિયમમાં ફેરફાર… રોકાણકારો સાથે આ પ્રકારની બીજી ઘણી જાણકારીઓ પણ શેર કરવામાં આવે છે.

જો તમે મ્યુચ્યુઅલ ફંડના રોકાણકાર છો તો આવી માહિતીને લઇને સાવધાન રહો. આવા ઈમેઈલ કે એસએમએસને ધ્યાનથી વાંચો… અને આપેલી માહિતી વિશે જરૂર વિચાર કરો..

ધારો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કંપની તમને એવો ઈમેલ મોકલે છે કે: “XYZ AMCના બોર્ડે XYZ સ્મોલ કેપ ફંડની સાથે સ્કીમ XYZ મિડ કૅપ ફંડને મર્જ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપીદીધી છે.” સામાન્ય રીતે કેટલાક રોકાણકારો આ વાંચીને ગભરાઈ જાય છે. અને ગભરાઇને તેમના રોકાણને રિડીમ એટલે કે વટાવવાનું શરૂ કરી દે છે. પરંતુ, મર્જરના સમાચારથી તમારે ડરવાની જરૂર નથી.

પહેલા તમે એ જાણી લો કે… મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું મર્જર શું હોય છે?… આવા કિસ્સાઓમાં રોકાણકારોએ શું કરવું જોઈએ?

મ્યુચ્યુઅલ ફંડના મર્જર હેઠળ… મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને કંપનીની કોઈ વર્તમાન સ્કીમમાં મર્જ કરવામાં આવે છે… કેટલીકવાર બે સ્કીમને જોડીને એક નવી સ્કીમ બનાવવા માટે મર્જર કરવામાં આવે છે… આવા સંજોગો દરમિયાન રોકાણકારો એ જરૂર ધ્યાનમાં રાખવું જોઇએ કે મર્જરથી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના ઉદ્દેશો, એક્સપેન્સ રેશિયો, રિસ્ક પ્રોફાઇલ અને ટેકસના ફ્રન્ટ પર પણ ફેરફાર થઇ શકે છે…

ઉદાહરણ તરીકે… તાજેતરમાં, આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે મર્જરનો નિર્ણય કર્યો… આ મર્જર અંતર્ગત, કંપનીએ આદિત્ય બિરલા સન લાઇફ ક્રિસિલ IBX AAA માર્ચ 2024 ઇન્ડેક્સ ફંડનું આદિત્ય બિરલા સન લાઇફ કોર્પોરેટ બોન્ડ ફંડ સાથે મર્જર કર્યું છે.

તાજેતરની તમામ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું મર્જર… 2 એપ્રિલ, 2024 થી અમલમાં આવશે… જો કે, મર્જર બાદ હાલની સ્કીમ્સના નામ અને અન્ય વિશેષતાઓ નહીં બદલાય… ન તો યૂનિટ હોલ્ડર્સના હિતોને કોઈ પ્રતિકૂળ અસર થશે.

હવે પ્રશ્ન એ છે કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું મર્જર શા માટે થાય છે?

મ્યુચ્યુઅલ ફંડ હાઉસ ઘણા કારણોસર મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સનું મર્જર કરે છે…આમાંથી કેટલાક મોટા કારણો છે… મેનેજમેન્ટ ખર્ચમાં ઘટાડો કરવો, કોઇ સ્કીમને સરળ બનાવવી, પોર્ટફોલિયો મેનેજમેન્ટ વધારવું અને સ્કીમ્સની કામગીરીને સરળ બનાવવી…

એક વાત બરોબર સમજી લેજો કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના વિલીનીકરણથી સ્કીમની બુનિયાદી વિશેષતાઓમાં ફેરફાર આવે છે… યોજનાઓના મર્જરથી રોકાણકારના પોર્ટફોલિયો પર પણ અસર પડે છે…

મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે સ્કીમ્સના મર્જર, એસેટ એલોકેશન, સ્કીમના ઉદ્દેશો, ટેક્સની અસરો અને તેની સાથે જોડાયેલી બાકીની માહિતી ઈમેલ અને એસએમએસ દ્વારા રોકાણકારોને લેખિતમાં આપવી જોઈએ. જો તમને કોઇ મ્યુચ્યુઅલ ફંડ કંપનીનો મર્જર સંબંધિત કોઈ મેસેજ આવે તો ગભરાવાની જરૂર નથી. માર્કેટ રેગ્યુલેટર સેબીના નિયમો અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ હાઉસે રોકાણકારોને કોઈપણ જાતના એક્ઝિટ લોડ વિના રોકાણમાંથી બહાર નીકળવાની તક આપવી જોઈએ. કેટલાક કિસ્સાઓમાં, રોકાણ સ્કીમમાંથી બહાર નીકળવા પર કંપનીઓ કેટલાક ચાર્જ વસૂલે છે, જેને એક્ઝિટ લોડ કહેવામાં આવે છે.

સેબીના નિયમો અનુસાર, ફંડ હાઉસે ઓછામાં ઓછા 30 દિવસની એક્ઝિટ લોડ-ફ્રી વિન્ડો આપવી જરૂરી છે. આ સમય દરમિયાન, રોકાણકારો કન્સેન્ટ ફોર્મ સબમિટ કરીને તેમનો નિર્ણય આપી શકે છે.

આ સમય દરમિયાન, એક બીજી વાત ધ્યાનમાં રાખો… જે લોકો નિર્ધારિત સમય મર્યાદામાં સંમતિ નથી આપી શકતા… તો તેમના યૂનિટને તે દિવસની નેટ એસેટ વેલ્યુ પર રિડીમ કરવામાં આવશે… હાલન જે રોકાણકારો કે મર્જર માટે સંમતિ દર્શાવી હતી તેઓ તેમની સ્કીમ્સમાં રોકાણ કરવાનું ચાલુ રાખી શકે છે.

ફિનવાઇઝરના સ્થાપક અને સીઇઓ જય શાહની સલાહ છે કે “રોકાણકારોએ કેટલાક ફેરફારો પર નજર રાખવી જોઈએ… જેમ કે નવી યોજનાના ઉદ્દેશ્યો, ફીનું માળખું અને ટેક્સની અસરો… સાથે જ ફંડ મેનેજર્સના ટ્રેક રેકોર્ડ પર પણ નજર રાખવી જોઈએ. “… જો રોકાણકારો મર્જ કરેલી સ્કીમમાં રોકાણ કરવા માંગતા ન હોય તો… તેઓ તેને 30 દિવસની અંદર રીડિમ પણ કરી શકે છે… આવા કિસ્સાઓમાં કોઈ એક્ઝિટ લોડ લાગુ નહીં પડે.”

મર્જરના સમયે શું કરવું
રોકાણકાર સર્ક્યુલરમાં મર્જરના ઉદ્દેશ્યો ધ્યાનથી વાંચે. ટેક્સ ઇમ્પ્લીકેશન્સ પર રિસર્ચ કરે. તમારા પોર્ટફોલિયો પર અસર પડી શકે છે. એક્સપેન્સ રેશિયો એટલે કે રોકાણ પર ખર્ચના ગુણોત્તરની તપાસ કરો. ફંડ હાઉસની નવી જાહેરાતોને લઇને અપડેટ રહો. ફંડ મેનેજરના ટ્રેક રેકોર્ડની તપાસ કરો. નવી સ્કીમના ઉદ્દેશો, નાણાકીય લક્ષ્યો સાથે સુસંગત છે કે નહીં તે વિશે જાણો.

જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરવું એક સલામત રોકાણ માનવામાં આવે છે… પરંતુ, રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના મર્જર પર ચાંપતી નજર રાખવી જોઈએ… કારણ કે રોકાણકારો પાસે રોકાણ અંગે નિર્ણય લેવા માટે માત્ર 30 દિવસનો સમય હોય છે. મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સના મર્જર બાદ જો રોકાણકાર તેની મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને વેચવાનો નિર્ણય કરે છે તો તેણે કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડી શકે છે…

જો કે, મોટાભાગના કિસ્સાઓમાં ચિંતા કરવાની જરૂર નથી હોતી. રિસર્ચ અને એનાલિસિસ કરીને, રોકાણકારો સરળતાથી તેમના નફા-નુકસાનને સમજી શકે છે. જો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમના મર્જરને સમજવામાં કોઈપણ પ્રકારની સમસ્યા અથવા મૂંઝવણ હોય, તો આ અંગે તમારા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો…

Published: March 26, 2024, 19:37 IST