Money9: સિદ્ધાર્થ ઘર ખરીદવાનું વિચારી રહ્યો છે… આ માટે તે બેંકોની વેબસાઈટ સર્ચ કરી રહ્યો છે… સિદ્ધાર્થને આ રીતે ફાંફા-ફોળા કરતો જોઈને તેના મિત્રએ તેને પત્નીના નામે ઘર ખરીદવાની સલાહ આપી.
સિદ્ધાર્થે પૂછ્યું- પત્નીના નામે પ્રોપર્ટી ખરીદવાનો શું ફાયદો થાય?
સિદ્ધાર્થની જેમ, જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન હોય તો અમે તમને જણાવીએ કે મહિલાના નામે ઘર ખરીદવાના શું ફાયદા છે અને તેનાથી કેટલા પૈસા બચી શકે છે.
રિયલ એસ્ટેટમાં મહિલાઓના રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ઘણી બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ ઓછા વ્યાજ દરે હોમ લોન આપે છે.
સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે.
બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે. આ છૂટ દેખાય છે નાની પરંતુ લાંબા ગાળે સારુએવું વ્યાજ બચાવી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો હોમ લોનનો વ્યાજ દર 9.15 ટકાથી શરૂ થાય છે… મહિલાઓને 0.05 ટકાની છૂટ છે… તેમના માટે પ્રારંભિક વ્યાજ દર 9.10 ટકા છે… તેવી જ રીતે, સેન્ટ્રલ બેંકની ગૃહ લક્ષ્મી યોજનામાં મહિલાઓ માટે હોમ લોનનો વ્યાજ દર 8.35થી 9.25 ટકા છે જ્યારે અન્ય લોકો માટે 8.5 થી 9.5 ટકા છે.
ધારો કે, સિદ્ધાર્થ તેના નામે સેન્ટ્રલ બેંકમાંથી 1 કરોડ રૂપિયાની લોન 9.50 ટકાના વ્યાજે લે છે, તો તેની EMI 93,213 રૂપિયા થશે..અને 20 વર્ષમાં, તેને મુદ્દલ સિવાય, 1, 23,71,149 રૂપિયા વ્યાજ ભરવું પડશે. પરંતુ જો તે પોતાની પત્નીના નામે લોન લે છે તો EMI 91,587 રૂપિયા થશે અને કુલ વ્યાજ 1,19,80,804 રૂપિયા થશે. આ હિસાબે EMIમાં દર મહિને લગભગ 2 હજાર જ્યારે 20 વર્ષમાં વ્યાજમાં લગભગ 4 લાખ રૂપિયાની બચત થશે.
હોમ લોન લેતા પહેલા, બેંકને જરૂર પૂછો કે પત્નીના નામે લોન લેવા અથવા તેને કો-બોરેઅર બનાવવા પર વ્યાજ દરમાં કેટલી છૂટ મળે છે. મહિલાઓને કો-બોરોઅર રાખવાનો એક બીજો ફાયદો છે.
પતિ-પત્નીની આવક કમ્બાઇન હોવાથી લોનની યોગ્યતા વધી જાય છે. એટલે કે તમે તમારા ડ્રિમ હોમ માટે વધુ લોન લઈ શકશો.
ઘર ખરીદવા સાથે સંકળાયેલા મહત્વના ખર્ચ પૈકી એક સ્ટેમ્પ ડ્યુટી છે… જેની ચુકવણી તમારે પ્રોપર્ટી ખરીદતી વખતે કરવાની હોય છે.
ઘણી રાજ્ય સરકારો મહિલાઓના નામે મકાન ખરીદવા અથવા પ્રોપર્ટીમાં જોઇન્ટ ઓનર હોવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપે છે.
દિલ્હીમાં, મહિલાના નામે ઘર ખરીદો તો સ્ટેમ્પ ડ્યુટી 4 ટકા છે જ્યારે પુરૂષ ઘર ખરીદનારાઓ માટે સ્ટેમ્પ ડ્યુટી પ્રોપર્ટીની કિંમતના 6 ટકા છે. તેવી જ રીતે, હરિયાણામાં, પુરુષો માટે સ્ટેમ્પ ડ્યુટી 7 ટકા છે જ્યારે મહિલાઓ માટે તે 5 ટકા છે. ધારો કે, સિદ્ધાર્થ દિલ્હીમાં 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી રહ્યો છે, તો પુરુષ હોવાને કારણે તેણે 6 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવી પડશે.
પરંતુ જો તે આ પ્રોપર્ટી તેની પત્નીના નામે ખરીદે છે, તો સ્ટેમ્પ ડ્યુટી તરીકે 4 લાખ રૂપિયા ભરવા પડશે. જો ઘર ખરીદનાર મહિલા હોય તો 2 લાખ રૂપિયા બચાવી શકાય છે, જે એક મોટી રકમ છે.
હોમ લોન માત્ર ઘરના સપનાને જ સાકાર નથી કરતું પરંતુ ટેક્સ પણ બચાવે છે.
આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ, હોમ લોનના પ્રિન્સિપલ રિપેમેન્ટ પર દોઢ લાખ રૂપિયાનું ડિડક્શન મળે છે. બીજી તરફ હોમ લોનની વ્યાજ ચુકવણી પર સેક્શન 24 (b) હેઠળ 2 લાખ રૂપિયા સુધીનું ડિડક્શન છે. આ રકમને તમારી કમાણીમાંથી બાદ કરવામાં આવે છે. જેનાથી ટેક્સ લાયબિલિટી ઘટી જાય છે.
મહિલાઓમાં માલિકીના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે, ભારત સરકારે વ્યાજ સબસિડી સહિત વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. આમાંની એક છે પ્રધાનમંત્રી આવાસ યોજના. જેમાં ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ એટલે કે CLSS નો વિકલ્પ છે.
આમાં લોન લઇને ઘર ખરીદનારા અને બનાવનારા આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS, લોઅર ઈન્કમ ગ્રુપ અને મિડલ ઈન્કમ ગ્રુપના લોકોને 2.67 લાખ રૂપિયા સુધીની ઇન્ટરેસ્ટ સબસિડી મળે છે. નીચા વ્યાજ દર અને સ્ટેમ્પ ડ્યુટીમાં મુક્તિ, મહિલાઓને આપવામાં આવતી બે એવી છૂટ છે જેમાં તે પુરૂષોની સરખામણીમાં બાજી મારી જાય છે.
હોમ લોનના મુદ્દલ અને વ્યાજ પર ટક્સ છૂટ અને વ્યાજ સબસિડી જેવી રાહતો મહિલા અને પુરૂષ, બંને માટે છે. જો સિદ્ધાર્થ તેની પત્નીના નામે ઘર ખરીદે છે તો તે લગભગ 6 લાખ રૂપિયા બચાવી શકે છે.
સિદ્ધાર્થની જેમ તમે પણ તમારી પત્ની કે માતાના નામે ઘર ખરીદીને પૈસા બચાવી શકો છો… બેંકો અને બિલ્ડરો પણ Women’s Day જેવા ઘણાં ખાસ દિવસોએ ઓફર લાવે છે. આ અંગે પણ તમને ખબર હોવી જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો