Money9 Gujarati:
ઘર ખરીદદારો માટે સારા સમાચાર છે. બિલ્ડરની ભૂલને કારણે ગ્રાહકે હેરાન નહીં થવું પડે. જો બિલ્ડર ડિફોલ્ટ થશે તો ઘર ખરીદવા માટે પૈસા ભરનારા લોકોને તેમના પૈસા પાછા મળી જશે. હવે જો બિલ્ડર/ડેવલપર ડિફોલ્ટ કરશે તો ગ્રાહકોને સરળતાથી તેમના પૈસા પરત મળી જશે. હાઉસિંગ મિનિસ્ટ્રી (Housing Recovery Mechanism)એ તમામ રાજ્યોના RERA (રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી) વિભાગને એક એડવાઈઝરી જાહેર કરી છે અને રિકવરી માટે મીકેનિઝમ બનાવવાની સૂચના આપી છે.
હાઉસિંગ મંત્રાલયે તમામ રાજ્યોના RERAને ગુજરાત મોડલ અપનાવવા જણાવ્યું છે. સેન્ટ્રલ એડવાઇઝરી કાઉન્સિલ હેઠળ રચાયેલી પેટા સમિતિની બીજી બેઠકમાં મંત્રાલયે આ વાત કહી છે. એડવાઈઝરી જારી કરીને, રાજ્યોને ગુજરાત RERA સમકક્ષ રિકવરી માટે એક મિકેનિઝમ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, મંત્રાલયે RERAને રિકવરી ઓફિસરની નિમણૂક કરવા પણ કહ્યું છે. મંત્રાલયને આશા છે કે રિકવરી મિકેનિઝમ દ્વારા ઘર ખરીદનારાઓને સમયસર રિફંડ મળશે.
આવાસ મંત્રાલયે ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા અને તમિલનાડુ રાજ્યો પાસેથી સલાહ માંગી હતી. રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ હેઠળ સમયસર પાલન અને રિકવરી ઓર્ડર સંબંધિત બાબતો પર તેમની પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, ગુજરાત અને તમિલનાડુના રેરાએ મંત્રાલયને સૂચનો આપ્યા હતા. મંત્રાલયે ત્રણેય સૂચનોને ધ્યાનમાં લીધા બાદ આ એડવાઈઝરી જારી કરી છે.
મંત્રાલયને ઘણી ફરિયાદો મળી છે જેમાં કહેવામાં આવ્યું છે કે RERA આદેશ પછી પણ ઘર ખરીદનારાઓને સમયસર રિફંડ મળ્યું નથી. રિકવરી ઓર્ડર પછી પણ ડિફોલ્ટિંગ ડેવલપર્સ પાસેથી રિફંડ મેળવવામાં વિલંબની ફરિયાદ ઘર ખરીદનારાઓ કરી રહ્યા હતા. આ પહેલા ઉત્તર પ્રદેશના નોઈડા શહેરના ડિફોલ્ટિંગ ડેવલપર્સની યાદી બહાર પાડવામાં આવી હતી. આ યાદીમાં મોટા ભાગના મોટા બિલ્ડરો ડિફોલ્ટર હોવાનું બહાર આવ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે મોટું નામ પણ ઘર ખરીદનારના પૈસા સુરક્ષિત હોવાની ગેરંટી નથી.
ઉત્તર પ્રદેશ સરકારે આ પહેલા પણ બિલ્ડરો પર કડકાઈ કરી છે. આ અંતર્ગત જિલ્લા અને તાલુકામાં ટોચના 10 ડિફોલ્ટર બિલ્ડરોની યાદી તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. સરકારના આદેશ મુજબ તેમની ઓફિસને સીલ કરવા જણાવાયું હતું. નોઇડા, ગાઝિયાબાદ અને ગ્રેટર નોઇડા, લખનૌ અને અન્ય જિલ્લાઓમાં RERA ડિફોલ્ટર્સની મોટાભાગની ઓફિસોને સીલ કરવા માટે કહેવામાં આવ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો