વિલને પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

પ્રોબેટ કોર્ટમાં વિલની માન્યતાની પુષ્ટિ કરવાની કાનૂની પ્રક્રિયા છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય અથવા વધુ દાવેદારો હોય, તો પ્રોબેટની જરૂર પડે છે. આજના વીડિયોમાં આપણે જાણીશું કે પ્રોબેટ કેમ જરૂરી છે અને તેની પ્રક્રિયા શું છે?

વિલને પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

Money9: પિતાના અવસાન પછી જ્યારે અનિલ પોતાના નામે ઘરનું મ્યુટેશન કરાવવા માટે દસ્તાવેજ નોંધણી કચેરીએ પહોંચ્યો તો એક નવા દસ્તાવેજની માંગણી સાંભળીને તે ચિંતિત થઈ ગયો…જેને પ્રોબેટ કહેવામાં આવી રહ્યું હતું…અનિલ વિચારવા લાગ્યો કે તેના પિતાએ વસિયતનામું તો કર્યું હતું અને ઘર પણ તેના નામે જ કર્યું છે… તો પછી આ પ્રોબેટ શું છે? અને કેમ માંગવામાં આવી રહ્યું છે?

શક્ય છે કે તમે પણ પ્રોબેટ વિશે પહેલીવાર સાંભળ્યું હશે… એટલે જ આજે અમે તેના વિશે વાત કરીશું અને જાણીશું કે પ્રોબેટ હોય છે શું અને તે કેટલું જરુરી છે…

હકીકતમાં, પ્રોબેટ કોર્ટમાં વિલની માન્યતાની પુષ્ટિ કરવાની કાનૂની પ્રક્રિયા છે. જો પ્રોપર્ટી અંગે કોઈ વિવાદ હોય અથવા વધુ દાવેદારો હોય, તો પ્રોબેટની જરૂર પડે છે. પ્રોબેટનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વસિયતકર્તાની પ્રોપર્ટી તેની ઇચ્છા અનુસાર એવા લોકોને મળે જેવું કે વસિયતનામામાં જણાવવામાં આવ્યું છે. જો વસિયત એક કરતાં વધુ વ્યક્તિના નામે હોય, તો પ્રોપર્ટીની વહેંચણી વિલ મુજબ જ થવી જોઈએ.

સરળ શબ્દોમાં કહીએ તો, પ્રોબેટ એ એક સર્ટિફિકેટ હોય છે જે કોર્ટ દ્વારા વસિયતના સંબંધમાં ઇશ્યૂ કરવામાં આવે છે… એક રીતે, પ્રોબેટ એક એવો ઓર્ડર હોય છે જેમાં કોર્ટ વસિયતને લાગુ કરવાનો આદેશ આપે છે…

હવે પ્રશ્ન એ છે કે છેવટે પ્રોબેટ કરાવવાની જરૂર કેમ પડે છે?

એસ્ટેટ પ્લાનર જિતેન્દ્ર સોલંકી કહે છે કે સાદા કાગળ પર પણ વીલ લખી શકાય છે… આવા કિસ્સાઓમાં ઘણીવાર નકલી વીલના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવે છે… કેટલાક લોકો તો તેમના જીવનકાળમાં એક કરતાં વધુ વીલ લખે છે..પ્રોબેટની પ્રક્રિયા દ્વારા કોર્ટ વિલની સત્યતાની પુષ્ટિ કરે છે. વિલના પ્રોબેટને લગતી જોગવાઈ ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ 1925 માં આપવામાં આવી છે. આ કાયદા અનુસાર, વ્યક્તિની માત્ર છેલ્લી વસિયતને જ માન્ય ગણવામાં આવે છે.

હવે જાણીએ કે પ્રોબેટની પ્રક્રિયા શું છે?

પ્રોબેટ બનાવવા માટે, વસિયતકર્તાએ પોતાની જિલ્લા અદાલતમાં અરજી કરવી પડે છે..જે વ્યક્તિના નામે વિલ લખાયેલું છે અથવા વિલનો એક્ઝિક્યૂટર તેના માટે અરજી કરી શકે છે…પ્રોબેટની પ્રક્રિયાના ભાગરૂપે, બે ન્યૂઝ પેપરમાં જાહેરાત પણ પ્રકાશિત કરાવવામાં આવે છે…જેથી એ જાણી શકાય કે આ મિલકત પર અન્ય કોઈ વ્યક્તિનો અધિકાર તો નથી ને…જો વિલ અંગે કોઈ વાંધો ન હોય, તો કોર્ટ વિલનું પ્રોબેટ ઇશ્યૂ કરે છે.

પ્રોબેટ માટે કોર્ટ ફી ચૂકવવી પડે છે…જેની ચુકવણી પ્રોબેટ ઇશ્યૂ કરવાના આદેશ પછી કરવાની હોય છે…પ્રોબેટ ફી જુદાજુદા રાજ્યમાં જુદીજુદી હોય છે…કેટલાક રાજ્યોમાં તે મિલકતની કિંમતના આધારે નક્કી થાય છે.

એક પ્રશ્ન એ પણ છે કે શું વિલનું પ્રોબેટ કરવું ફરજિયાત છે?

વાસ્તવમાં, જ્યારે પ્રોપર્ટી સંપૂર્ણ રીતે વિલ કરનાર વ્યક્તિની હોય છે, ત્યારે પ્રોબેટથી વિલની પુષ્ટિ થઇ જાય છે… અને કાનૂની વારસદાર સરળતાથી પ્રોપર્ટીને તેના નામે ટ્રાન્સફર કરી શકે છે. જ્યારે વસિયતનામું કરનાર પાસે અલગ-અલગ રાજ્યોમાં સ્થાવર મિલકત હોય છે, ત્યારે તેને ટ્રાન્સફર કરાવવા માટે પ્રોબેટ કરાવવું પડે છે. ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ 1925 મુજબ, જો વસિયત કરવામાં આવેલી પ્રોપર્ટી કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈની ભૌગોલિક સીમામાં આવે છે, તો વસિયતનું પ્રોબેટ કરવું ફરજિયાત છે…જો વિલનો કોઈ એક્ઝિક્યૂટર નથી તો કોર્ટ એક એડમિનિસ્ટ્રેટરની નિમણૂક કરી દે છે જે વિલ મુજબ મિલકતની વહેંચણી કરે છે.

આવી સ્થિતિમાં અનિલે પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જઈને વિલનું પ્રોબેટ કરાવવું પડશે. આ સર્ટિફિકેટના આધારે તેના પિતાની મિલકત તેના નામે ટ્રાન્સફર થઈ જશે.

Published: April 5, 2024, 18:48 IST