સ્ટુડિયો એપાર્ટમેન્ટ શું છે? કેવી રીતે વન-બીએચકે ફ્લેટથી છે અલગ?

આજકાલ સ્ટુડિયો એપાર્ટમેન્ટનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને મેટ્રો શહેરમાં..જ્યાં દેશના ખૂણે-ખૂણાથી લોકો નોકરી કે કામ કરવા આવે છે. સામાન્ય રીતે અહીં પ્રોપર્ટીની કિંમત વધારે છે.

સ્ટુડિયો એપાર્ટમેન્ટ શું છે? કેવી રીતે વન-બીએચકે ફ્લેટથી છે અલગ?

Money9: આજકાલ સ્ટુડિયો એપાર્ટમેન્ટનો ક્રેઝ ઝડપથી વધ્યો છે. ખાસ કરીને મેટ્રો શહેરમાં..જ્યાં દેશના ખૂણે-ખૂણાથી લોકો નોકરી કે કામ કરવા આવે છે. સામાન્ય રીતે અહીં પ્રોપર્ટીની કિંમત વધારે છે. આવી સ્થિતિમાં સ્ટુડિયો એપાર્ટમેન્ટ રોકાણકારોની સાથે-સાથે ભાડેથી રહેનારા લોકોની પણ પસંદ બની રહ્યા છે. આવો જાણીએ સ્ટુડિયો એપાર્ટમેન્ટ શું છે…કેવી રીતે વન-બીએચકે ફ્લેટથી અલગ છે. અને શું તેને ખરીદવો ફાયદાનો સોદો હોઇ શકે છે?

સ્ટુડિયો એપાર્ટમેન્ટ એક નાની સાઇઝનું યૂનિટ છે..જેમાં એક મોટા રૂમમાં બેડરૂમ, કિચન અને લિવિંગ રૂમ એમ બધુ જ હોય છે. આમાં બાથરૂમ જ એકમાત્ર બંધ જગ્યા છે. જેના માટે એક અલગ દરવાજો હોય છે… સ્ટુડિયો એપાર્ટમેન્ટને સ્ટુડિયો ફ્લેટ પણ કહેવામાં આવે છે.

સામાન્ય રીતે સ્ટુડિયો એપાર્ટમેન્ટ અને 1 BHK ફ્લેટ અંગે લોકો કન્ફ્યૂઝ રહેતા હોય છે. સ્ટુડિયો અને 1-BHK ફ્લેટ વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે 1-BHK ફ્લેટમાં દિવાલો દ્વારા દરેક રૂમ અલગ કરવામાં આવે છે… બેડરૂમ, લિવિંગ રૂમ, રસોડું અને બાથરૂમ બધું અલગ હોય છે.

સાઇઝ વિશે વાત કરીએ તો, સ્ટુડિયો એપાર્ટમેન્ટની સાઇઝ 1-BHK ફ્લેટ કરતાં ઓછી હોય છે. તેની સાઇઝ 250 થી 500 ચોરસ ફૂટની વચ્ચે હોય છે, જ્યારે 1-BHK ફ્લેટની સાઇઝ સામાન્ય રીતે 500 થી 600 ચોરસ ફૂટ હોય છે.

બીજો તફાવત એ છે કે 1-BHK ફ્લેટ રહેવા માટે બનાવવામાં આવે છે…

જ્યારે સ્ટુડિયો એપાર્ટમેન્ટ કોમ્પેક્ટ લિવિંગ માટે બનાવવામાં આવે છે… જેનો ઉપયોગ રહેવાની સાથે સાથે કોમર્શિયલ પર્પઝ માટે પણ કરવામાં આવે છે. જેમ કે ઘણી કંપનીઓ કર્મચારીઓના રહેવા માટે તેને ભાડે લે છે. ઘણા લોકો સ્ટુડિયો ફ્લેટમાં જ ઓફિસ બનાવે છે.

સાઇઝમાં નાનો…મેન્ટેન કરવામાં સરળ સ્ટુડિયો ફ્લેટની મોટાભાગની અવાઇલેબિલિટી એટલે ઉપલબ્ધતા..મુંબઈ, પુણે, બેંગલુરુ, હૈદરાબાદ, ગુરુગ્રામ, નોઈડા અને નોઈડા એક્સટેન્શન જેવા મેટ્રો કે મોટા શહેરોમાં છે.

સ્ટુડિયો એપાર્ટમેન્ટ્સ શહેરના પ્રાઇમ લોકેશનમાં બાંધવામાં આવે છે… જેથી તેનો ઉપયોગ રહેવાની સાથે સાથે ઓફિસ તરીકે પણ થાય છે…

દિલ્હી-NCR, મુંબઈ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં સ્ટુડિયો એપાર્ટમેન્ટની કિંમત 25 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધી જઇ શકે છે. દિલ્હી-એનસીઆરના આઈટી હબ્સની વાત કરીએ તો, અહીં સ્ટુડિયો એપાર્ટમેન્ટ 40 થી 45 લાખ રૂપિયામાં પડે છે…

તે પ્રોપર્ટીનું લોકેશન અને સ્ટુડિયો ફ્લેટ સાથે આવતી સુવિધાઓ પર નિર્ભર કરશે.
તો આ જ લોકેશનમાં 1-BHK ફ્લેટ 25 થી 30 લાખ રૂપિયા પડી શકે છે…

મેટ્રો સિટીમાં નોકરી કરતા યુવાનો, જેમની ઓફિસ પાસે સ્ટુડિયો એપાર્ટમેન્ટ છે તેઓ તેને ભાડેથી લઇ શકે છે. એવા પેરન્ટ્સ જેમના બાળકો ઉચ્ચ શિક્ષણ માટે મોટા શહેરોમાં રહે છે… તેમના માટે માટે સ્ટુડિયો ફ્લેટ ઉપયોગી થઈ શકે છે… એવા લોકો જેઓ કામ માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર મેટ્રો શહેર જાય છે અને હોટલ પર પૈસા ખર્ચવા નથી માંગતા તે પણ આને જોઇ શકે છે.

આવો હવે સમજીએ સ્ટુડિયો ફ્લેટના ફાયદા-ગેરફાયદા વિશે… ફાયદાની વાત કરીએ તો સ્ટુડિયો ફ્લેટમાં લોકેશન અને કનેક્ટિવિટીનો બેનિફિટ મળે છે…આ પ્રકારના ફ્લેટ કોમર્શિયલ હબ અથવા કોર્પોરેટ ઓફિસ એરિયા જેવા પ્રાઇમ લોકેશનમાં બનાવવામાં આવે છે… જ્યાં ટ્રાન્સપોર્ટની સારી વ્યવસ્થા હોય છે… આનાથી આવવા-જવાનો ખર્ચ અને સમય બંનેની બચત થાય છે. મોટાભાગના સ્ટુડિયો એપાર્ટમેન્ટ વુડન વર્ક, મોડ્યુલર કિચન, એસી, ટીવી-ફ્રિઝ જેવી સુખ-સુવિધાથી સજ્જ હોય છે. તેથી તેમાં તરત શિફ્ટ થઇ શકાય છે. સ્ટુડિયો એપાર્ટમેન્ટ રેન્ટલ ઇનકમ એટલે કે ભાડામાંથી કમાણીનું સારુ સાધન છે..સ્ટુડિયો એપાર્ટમેન્ટની સાઇઝ નાની હોવાના કારણે, તેની સાફ-સફાઇમાં સમય અને મહેનત બન્ને ઓછી લાગે છે…

ફાયદાની સાથે સાથે કેટલાક ગેરફાયદા પણ છે… જેના પર ધ્યાન આપવું જરૂરી છે…

પહેલો ગેરફાયદો એ છે કે સ્ટુડિયો એપાર્ટમેન્ટ બે કરતા વધુ લોકો માટે યોગ્ય નથી… તેથી, ફેમિલી પ્લાનિંગ કરી રહેલા કપલ અને મોટા પરિવારો માટે તે યોગ્ય નથી..સાઇઝ ઓછી હોવાના કારણે તેમાં સોશિયલાઇઝિંગ એટલે કે વધુ લોકો નથી બેસી શકતા. જો તમારા ઘરનો સામાન વધુ છે તો સ્ટુડિયો ફ્લેટ તમારા માટે નાનો પડી શકે છે.

સ્ટુડિયો એપાર્ટમેન્ટ ખરીદતી વખતે તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ…

પહેલું- સ્ટુડિયો ફ્લેટ બિઝનેસ અથવા કોર્પોરેટ હબની નજીક હોવો જોઈએ… બીજું- ડેવલપરના જૂના પ્રોજેક્ટ્સ પર નજર નાખો… એવા ડેવલપરને પસંદ કરો જે સમયસર પ્રોજેક્ટ ડિલિવર કરે… ત્રીજું- સ્ટુડિયો એપાર્ટમેન્ટના સુપર એરિયાને બદલે કાર્પેટ એરિયા જુઓ… કાર્પેટ એરિયા ઓછામાં ઓછો 150 થી 200 સ્ક્વેર ફૂટ હોવો જોઈએ.. કાર્પેટ એરિયા એવી નેટ યૂઝેબલ સ્પેસ છે જે તમને ફ્લેટની અંદર ઉપયોગ માટે મળે છે.

સ્ટુડિયો એપાર્ટમેન્ટ રહેવા કરતા કમાણીની દ્રષ્ટિએ સારો છે. ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ તમે સ્ટુડિયો ફ્લેટ ખરીદીને ભાડામાંથી સારી આવક મેળવી શકો છો..જ્યારે તમે રહેવા માટે મોટું ઘર ખરીદવા ઇચ્છો ત્યારે તમે સ્ટુડિયો ફ્લેટ વેચીને તેમાંથી મળેલા પૈસાથી ડાઉન પેમેન્ટ કરી શકો છો.

Published: April 23, 2024, 19:45 IST