Money9: છેલ્લા કેટલાક સમયથી પ્રોપર્ટી બજારમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘણાં ધનિક ભારતીય એટલે કે HNIs વિદેશમાં સંપત્તિ ખરીદી રહ્યાં છે. વિદેશમાં ઘર ખરીદનારાનું લિસ્ટ લાંબુ છે. તેમાં બિઝનેસ જગતના દિગ્ગજોથી માંડીને ફિલ્મ સ્ટાર સુધીનાનો સમાવેશ થાય છે.
અંબાણીના દુબઇમાં બે બંગલા
દેશના બીજા સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ડ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ દુબઇમાં એક નહીં પરંતુ બે આલીશાન બંગલા ખરીદ્યા છે. તેમણે ઓક્ટોબરમાં પામ જુમેરામાં અંદાજે 16.3 કરોડ ડોલર એટલે કે 1,300 કરોડ રૂપિયાનો વીલા ખરીદ્યો. આ દુબઇની સૌથી મોંઘી રેસિડેન્સિયલ રિયલ એસ્ટેટ ડીલ છે. આ અગાઉ તેમણે બીજી એક પ્રોપર્ટી 8 કરોડ ડોલર એટલે કે અંદાજે 640 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ગયા વર્ષે લંડનમાં પણ અંબાણીએ 600 કરોડ રૂપિયાનું આલીશાન મેન્શન ખરીદ્યું હતું. અંબાણી ઉપરાંત શાહરૂખ ખાન, અભિષેક બચ્ચન, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર અને સંજય દત્ત સહિત અનેક અમીર લોકોએ પણ વિદેશમાં પ્રોપર્ટી ખરીદી છે.
વિદેશી પ્રોપર્ટી બજારમાં અમીર વર્ગના વધતા રસને RBIના આંકડાથી સમજીએ. વિદેશમાં સ્થાવર મિલકત ખરીદવા માટે દેશમાંથી બહાર મોકલવામાં આવેલી રકમમાં 2019-20ની સરખામણીમાં 2021-22માં 30 ટકાની તેજી આવી છે. RBIની (Liberalised Remittance Scheme) લિબર્લાઇઝ્ડ રેમિટેન્સ સ્કીમ હેઠળ આ રકમ વર્ષ 2019-20માં 8.64 કરોડ ડોલરથી વધીને વર્ષ 2021-22માં 11.2 કરોડ ડોલર થઇ ગઇ છે. આ સ્કીમમાં ભારતીય રોકાણકાર દર વર્ષે અઢી લાખ ડોલર સુધી વિદેશ મોકલી શકે છે. આ લિમિટથી વધુ મોકલવા માટે રિઝર્વ બેંકની મંજૂરીની જરૂર પડે છે.
HNIs ક્યાં ઘર ખરીદી રહ્યાં છે?
હવે એ પણ જાણી લઇએ કે HNIs ક્યાં ઘર ખરીદી રહ્યાં છે. નાઇટ ફ્રેન્ક ઇન્ડિયાના એગ્ઝિક્યૂટિવ ડાયરેક્ટર મુદ્દસર જૈદી જણાવે છે કે અમીર ભારતીય સૌથી વધુ લંડનમાં પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરે છે. ત્યારબાદ દુબઇ, ન્યૂયોર્ક, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા જેવી જગ્યાઓ પણ તેમના ફેવરિટ લિસ્ટમાં છે.
ઓનલાઇન રિયલ એસ્ટેટ પોર્ટલ Twindig.com (ટ્વિન્ડિંગ ડોટ કોમ)એ લેન્ડ રજિસ્ટ્રી ડેટાને ટાંકીને જણાવ્યું કે લંડનમાં મકાનની એવરેજ કિંમત 5,52,755 પાઉન્ડ એટલે કે 5 કરોડ 30 લાખ રૂપિયા છે. બીજી બાજુ દિલ્હી અને મુંબઇમાં અલ્ટ્રી લક્ઝરી ઘરોની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. તો દુબઇ ઘણાં કારણોથી ફેવરિટ છે. સૌથી પહેલા તો દુબઇ ગોલ્ડન વીઝા ઓફર કરે છે. આ વીઝા હેઠળ કોઇપણ ભારતીય 20 લાખ દિરહામ એટલે કે 4.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદીને 10 વર્ષના વીઝા પ્રાપ્ત કરી શકે છે. આ વીઝા પૂરા પરિવાર માટે છે.
દુબઇ ફેવરિટ
એક બીજુ મોટું કારણ દુબઇમાં કેપિટલ ગેઇન ટેક્સ ન હોવો પણ છે. આ ઉપરાંત ભારતથી સરળ ટ્રાન્સપોર્ટેશન અને ટેક્સના ઓછા દરો દુબઇને ભારતીયો માટે આકર્ષક બનાવે છે. અમીર ભારતીય વિદેશમાં પ્રોપર્ટી કેમ ખરીદે છે, તે અંગે જૈદી કહે છે કે સેકન્ડ હોમ કે હોલીડે હોમ ખરીદવાની ઇચ્છા, વિદેશમાં અભ્યાસ દરમિયાન બાળકોના રહેવાનું ઠેકાણું શોધવું, બીજા દેશોમાં બિઝનેસ એક્સપેન્શન તેના મુખ્ય કારણો છે.
આ ઉપરાંત, કંઇક અંશે બહારની નાગરિકતા કે ડોમિસાઇલ લેવા માટે પણ વિદેશમાં પોપર્ટી ખરીદવામાં આવે છે. વિદેશી કરન્સીના ઘટે ત્યારે પણ આ પ્રકારની પ્રોપર્ટી ખરીદવામાં આવે છે. કારણ કે આવા સંજોગોમાં મોંઘી પ્રોપર્ટી સારી કિંમતોએ મળી જાય છે. જૈદી જણાવે છે કે ભારતની સરખામણીમાં વિદેશમાં રેન્ટલ યીલ્ડ એટલે કે ભાડાની કમાણી સારી છે. ત્યારે ભાડે આપીને સારી કમાણી કરી શકાય છે. અને ઘર ખરીદવામાં થયેલો ખર્ચ પણ નીકળતો રહે છે. જેના કારણે પણ લોકો ભારતની બહાર ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો વધારે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો