ઘર ખરીદવામાં આસપાસનું લોકેશન કેટલું મહત્વનું? તેના શું ફાયદા થાય?

તમે જ્યાં પણ ઘર ખરીદો..તેની આસપાસમાં કેટલીક ખાસ ચીજો જરૂર ચેક કરો..આનાથી તમને રહેવામાં તો સરળતા રહેશે જ, સાથે નવું ઘર ખરીદવા માટે જુનું ઘર વેચવાની સ્થિતિ આવે તો ભાવ પણ સારા મળશે

ઘર ખરીદવામાં આસપાસનું લોકેશન કેટલું મહત્વનું? તેના શું ફાયદા થાય?

Money9: ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ પ્રોપર્ટી ખરીદો કે રહેવા માટે…ફ્લેટ, જમીન કે મકાન ખરીદવા માટે મોટાભાગના લોકો ફક્ત બજેટ જ જુએ છે. બજેટ જોવું પણ જોઇએ કારણ કે આ ખિસ્સાનો સવાલ છે. પરંતુ બજેટના ચક્કરમાં ફ્યૂચરમાં થનારા ફાયદાને Ignore ન કરો..તમે જ્યાં પણ ઘર ખરીદો..તેની આસપાસમાં કેટલીક ખાસ ચીજો જરૂર ચેક કરો..આનાથી તમને રહેવામાં તો સરળતા રહેશે જ, સાથે નવું ઘર ખરીદવા માટે જુનું ઘર વેચવાની સ્થિતિ આવે તો ભાવ પણ સારા મળશે. આવો હવે એક-એક કરીને જાણીએ કે આસપાસમાં કઇ ખાસ ચીજો ચેક કરવી જોઇએ અને તેનાથી શું ફાયદો થશે?

ઘર ખરીદવાનો નિર્ણય મોટાભાગના લોકો એવા સમયે કરે છે જ્યારે તે લગ્ન કે બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હોય છે. આવા લોકો માટે ઘરની આસ-પાસ સારી એજ્યુકેશન ઇન્સ્ટીટ્યૂટ એટલે કે સ્કૂલ-કોલેજ હોવી ઘણું મહત્વ રાખે છે. પ્રેક્ટિકલ લાઇફમાં પણ તમે જોશો કે જાણીતી સંસ્થાઓની આસપાસના વિસ્તાર મોટાભાગે થોડા મોંઘા હોય છે. તેથી એવા વિસ્તારમાં ઘર ખરીદવું જ્યાં સ્કૂલ-કોલેજ પહેલેથી હોય અથવા તો તેના બનવાની સંભાવના હોય, આ ઘણું ફાયદાકારક સાબિત થશે. આવા વિસ્તારોમાં ભાડાની કમાણીનો પણ ઘણો સ્કોપ હોય છે.

તમે જે વિસ્તારમાં ઘર જોઇ રહ્યા છો, ત્યાંથી બીજા લોકેશનની કનેક્ટિવિટી હોવી એ સોનામાં સુગંધ ભળવા જેવી વાત છે. કોઇ પ્રોપર્ટી જે એવા વિસ્તારમાં છે જે બસ, મેટ્રો કે પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા શહેરના બાકીના ભાગ સાથે જોડાયેલી હોય, તેને પ્રીમિયમ પ્રોપર્ટી માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે ગ્રેટર નોઇડા વેસ્ટમાં બસ અને મેટ્રો જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી. તો દિલ્હીના મયૂર વિહાર ફેસ-1માંથી બે મેટ્રો, બ્લૂ લાઇન અને પિંક લાઇન પસાર થાય છે. જેના કારણે લોકો અહીં રહેવાનું પસંદ કરે છે. હંમેશા એવા વિસ્તારમાં ઘર લો જ્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય કે થોડાક સમયમાં આવવાની આશા હોય. કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ આવવાથી ઘરોની કિંમતો વધે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટના અભાવમાં સમય અને પૈસા બન્ને બર્બાદ થાય છે.

મોટાભાગના પરિવારમાં નાના બાળકો અને વડીલ માતા-પિતા હોય છે જેને નિયમિત રીતે મેડિકલ તપાસની જરૂરિયાત હોય છે. આ પરિસ્થિતિમાં ઘર ખરીદનારે એવા વિસ્તારમાં ઘર ખરીદવું જોઇએ જ્યાં હોસ્પિટલ નજીક હોય. જેથી સમયસર મેડિકલ સારવાર મળી શકે.

શહેરીકરણના યુગમાં, સાપ્તાહિક અથવા સ્થાનિક બજારોનું સ્થાન શોપિંગ મોલ્સ અને કરિયાણાની દુકાનોના બદલે હાઇ-એન્ડ ગ્રોસરી સ્ટોર લઇ રહ્યા છે. આવા લોકેશન કે સોસાયટી જેની આસપાસમાં શોપિંગ મોલ્સ અને રિટેલ સ્પેસ છે, તે આજના સમયમાં વધુ ડિમાંડમાં રહે છે..આ રિટેલ સ્પેસમાં જરૂરિયાતના દરેક સામાનની દુકાનો, ક્લિનિક અને મેડિકલ સ્ટોર સરળતાથી ઉપલબ્ધ થઇ જાય છે. આવી સ્થિતિમાં, તેમની માંગ વધુ હોવાને કારણે કિંમતોમાં વધારો થવો સ્વાભાવિક છે.

લોકાલિટી અને સેફ્ટી, ઘર ખરીદવાની દ્રષ્ટિએ ઘણા મહત્વના છે. તમારે ઘર એક એવા વિસ્તારમાં લેવાનો પ્રયાસ કરવો જોઇએ જે તમારી લાઇફસ્ટાઇલની આસપાસ હોય. તમારી આસપાસ તમારા જેવા લોકોના રહેવાથી તમને સુરક્ષાની લાગણી થાય છે. તમારે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તમે જ્યાં ઘર ખરીદી રહ્યા છો તે વિસ્તાર રહેવાની દ્રષ્ટિએ કેટલો સુરક્ષિત છે.

સરકારો ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની દિશામાં સતત કામ કરી રહી છે…જો તમે એવા ક્ષેત્રોમાં પ્રોપર્ટી ખરીદો છો…જ્યાં ડેવલપમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ આવવાની શક્યતાઓ વધારે છે, તો તે પ્રોપર્ટીની કિંમત વધારવામાં વરદાન સાબિત થઈ શકે છે…ખાસ કરીને જો આ પ્રોજેક્ટના કારણે વિસ્તારમાં સુવિધાઓ અથવા રોજગારીની તકો ઊભી થઇ રહી હોય.

રિસેલ પ્રોપર્ટી એટલે કે જૂનું મકાન કે ફ્લેટ ખરીદતી વખતે તેની age જરૂર ચેક કરો… પ્રોપર્ટીની age ચેક કરવા માટે તમે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની મદદ લઈ શકો છો… આ ઉપરાંત કન્સ્ટ્રક્શન ક્વોલિટી અંગે પણ તપાસ કરો. આ બંને પ્રોપર્ટીની કિંમતો પર અસર કરે છે.

ઘર એવી વસ્તુ નથી કે જેને તમે વારંવાર ખરીદી કે વેચી શકો અથવા બનાવી શકો. તેથી, ઘર ખરીદતી વખતે, લોકેશન, સુખ-સુવિધાઓ, પબ્લિક ટ્રાન્સપોર્ટ અને સેફ્ટીને ધ્યાનમાં રાખો. આ ફિચર્સ તમારી પ્રોપર્ટીની રિસેલ વેલ્યૂ વધારવાની સાથે ભાડામાંથી પણ સારી કમાણી કરાવી શકે છે..અનીતાની જેમ, જ્યારે પણ તમે ઘર ખરીદવાનો નિર્ણય લો…આસપાસ વસ્તુઓ પર નજર જરૂર નાખો.

Published: March 28, 2024, 17:44 IST