EPFOનો નવો નિયમ શું છે? તેનાથી કર્મચારીઓને શું ફાયદો થશે?

નવા નિયમ હેઠળ, જો કોઈ કર્મચારી નોકરી બદલે છે, તો તેણે જૂની સંસ્થામાંથી પીએફ ટ્રાન્સફર કરાવવા માટે કોઈ પેપરવર્ક કરવાની જરૂર નહીં રહે.

EPFOનો નવો નિયમ શું છે? તેનાથી કર્મચારીઓને શું ફાયદો થશે?

Money9: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ​​એ પોતાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આનાથી સંગઠન સાથે જોડાયેલા કરોડો કર્મચારીઓને મોટી રાહત થઈ છે. નવા નિયમ હેઠળ, જો કોઈ કર્મચારી નોકરી બદલે છે, તો તેણે જૂની સંસ્થામાંથી પીએફ ટ્રાન્સફર કરાવવા માટે કોઈ પેપરવર્ક કરવાની જરૂર નહીં રહે. આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે EPFOની નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે અને તેનાથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે? આવો સમજીએ-

સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે નવો નિયમ શું છે?
વાસ્તવમાં, EPFOના દરેક સભ્યની ઓળખ એક નંબર દ્વારા થાય છે જેને યુનિવર્સલ એકાઉન્ટ નંબર એટલે કે UAN કહેવામાં આવે છે. વ્યક્તિ ગમે તેટલી નોકરીઓ બદલે, તેનો UAN એ જ રહેશે. EPFOના નવા નિયમો અનુસાર હવે તમારે નોકરી બદલ્યા બાદ PF ટ્રાન્સફર કરાવવાની ચિંતા કરવાની જરૂર નથી. જેવી નવી કંપની તમારા પીએફ ખાતામાં પહેલું કોન્ટ્રીબ્યૂશન જમા કરાવશે, જૂની કંપનીના પીએફ ખાતામાં જમા થયેલી રકમ આપોઆપ નવા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

હવે એ જાણીએ કે જૂની સિસ્ટમ શું હતી?
અત્યાર સુધી જૂની કંપનીના પીએફના પૈસા નવી કંપનીના પીએફ ખાતામાં ટ્રાન્સફર કરવા માટે એક ફોર્મ ભરવું પડતું હતું. આ એપ્લિકેશન જૂની કે નવી કંપનીમાંથી વેરિફાઈ કરવી પડતી હતી. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગતો હતો. જો કે EPFO ​​વેબસાઈટ પર વન નેશન વન એકાઉન્ટ ઓપ્શન હેઠળ ઓનલાઈન ટ્રાન્સફરની સુવિધા છે, પરંતુ આ પ્રક્રિયા પૂર્ણ થવામાં મહિનાઓ લાગે છે. ઘણી વખત આવા ટ્રાન્સફરનો મામલો અટકી જતો હતો અને જૂનું પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર થઈ શકતું ન હતું.

EPFOના નવા નિયમોનો શું ફાયદો થશે?
નવા નિયમો હેઠળ, જૂની કંપનીની પીએફ ટ્રાન્સફર કરવામાં કોઈ ભૂમિકા નથી. ઉપરાંત, કર્મચારીને પેપરવર્કની કામગીરીમાંથી પણ મુક્તિ મળી ગઇ છે. કેટલાક લોકોએ નોકરી બદલ્યા બાદ જૂની કંપનીનો પીએફ ટ્રાન્સફર નહોતા કરાવતા પરંતુ તેના બદલે તેને ખર્ચી નાંખતા હતા. પીએફ ટ્રાન્સફર કરવામાં સમસ્યા આવે તો પણ કેટલાક લોકો પીએફ ઉપાડી લેતા હતા. નવી સિસ્ટમ લાગુ થવાથી લોકો નિવૃત્તિ માટે વધુ પૈસા ઉમેરી શકશે. હવે તેઓ પીએફમાંથી બિનજરૂરી રીતે પૈસા ઉપાડવાનું ટાળશે.

એ જાણવું પણ જરૂરી છે કે પીએફ ક્યારે ટ્રાન્સફર નહીં થઈ શકે?

નવી સિસ્ટમમાં, ફક્ત તે જ કર્મચારીઓ કે જેમણે તેમના પીએફ ખાતામાં UAN લિંક કર્યું છે અને KYC પૂર્ણ કર્યું છે, તેમને નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સફર મળશે. જો KYC પૂર્ણ નહીં થાય તો ફંડ ટ્રાન્સફર કરવામાં નહીં આવે.

હવે તમને એ જણાવીએ કે આ UAN શું હોય છે?
વાસ્તવમાં UAN એ 12 અંકનો યૂનિક નંબર છે જે EPFમાં કોન્ટ્રીબ્યૂશન આપનારા દરેક કર્મચારીને આપવામાં આવે છે. આ નંબર દરેક કર્મચારી માટે જીવનભર એક જ રહે છે. પછી ભલે તે ગમે તેટલી વાર નોકરી બદલે. આ નંબર આધારની જેમ કામ કરે છે. UAN દ્વારા, એક ક્લિકમાં જ તમારી સંપૂર્ણ વિગતો જાણી શકાય છે.

EPFO ​​ના કેટલા સભ્યો છે?
EPFOની વેબસાઈટ અનુસાર, સંગઠનમાં 7.5 લાખ યુનિટ રજીસ્ટર્ડ છે. આ કંપનીઓના 7.5 કરોડ સભ્યો EPFO ​​સાથે જોડાયેલા છે. EPFO દ્વારા 78.42 લાખ લોકો પેન્શન સુવિધાનો લાભ લઈ રહ્યા છે.

હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે છેવટે કેટલું પીએફ કપાય છે?
તો તમને જણાવી દઈએ કે EPF નિયમો અનુસાર કર્મચારીઓએ તેમના બેઝિક પે એટલે કે માસિક બેઝિક સેલરીના 12 ટકા કોન્ટ્રીબ્યૂશન આપવું પડે છે. આટલી જ રકમ કંપની દ્વારા જમા કરવામાં આવે છે. જે લોકો કોસ્ટ ટુ કંપની એટલે કે સીટીસી પર કામ કરી રહ્યા છે, તેમના બંને તરફનું કોન્ટ્રીબ્યૂશન કર્મચારીના પગારમાંથી કાપવામાં આવે છે.

આમાં તમને પેન્શનની સુવિધા પણ મળે છે
કંપની કર્મચારીના પગારમાંથી બેઝિક અને ડીએના 12 ટકા કાપી લે છે અને આખી રકમ પીએફ ખાતામાં જમા કરવામાં આવે છે. કંપની જે 12 ટકા શેર આપે છે તેમાંથી 8.33 ટકા એમ્પ્લોયી પેન્શન સ્કીમ એટલે કે EPSમાં જાય છે જ્યારે બાકીની રકમ PF એકાઉન્ટમાં જાય છે. પેન્શનની રકમ 15,000 રૂપિયાના મૂળ પગાર પર ગણવામાં આવે છે. જો કે, 11 જુલાઈ, 2023 સુધીના સંપૂર્ણ પગાર પર પેન્શનની રકમ કાપવાનો પણ વિકલ્પ મળ્યો હતો.

જો તમે ઈચ્છો તો પીએફની રકમ પણ જાણી શકો છો.
તમારા પીએફ ખાતામાં કેટલી રકમ જમા છે તે જાણવાની ઘણી રીતો છે. પ્રથમ રીત છે UAN દ્વારા લોગ ઇન કરીને પાસબુક જોઇ શકાય છે. બીજું, તમે ઉમંગ એપ ડાઉનલોડ કરીને પીએફ ખાતાની વિગતો જાણી શકો છો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 9966044425 પર મિસ્ડ કોલ કરો. આ નંબર પર SMS આવશે. આમાં લેટેસ્ટ બેલેન્સ અને છેલ્લું કોન્ટ્રીબ્યૂશન જાણવા મળશે.

પ્રોવિડન્ટ ફંડ તમારી નિવૃત્તિ માટે છે. જો અરજન્સી હોય તો જ આ ખાતામાંથી પૈસા ઉપાડો. જો તમારી જૂની કંપનીમાં તમારું પીએફ એકાઉન્ટ છે, તો તેને હાલની કંપનીના એકાઉન્ટ સાથે મર્જ કરો. હાલમાં, પીએફ પર 8.25 ટકા વ્યાજ મળી રહ્યું છે, જે તમામ નાની બચત યોજનાઓની તુલનામાં સૌથી વધુ છે.

Published: April 23, 2024, 19:11 IST