Home >
બેન્ક ઑફ બરોડાએ જણાવ્યું છે કે, 2 કરોડ રૂપિયાથી ઓછા મૂલ્યની FD કરાવનાર ગ્રાહકને નવા રેટ ચૂકવવામાં આવશે. તમે 7 દિવસથી લઈને 10 વર્ષની FD કરાવી શકો છો. તેના વ્યાજ દર 4.25 ટકાથી 7.25 ટકાની વચ્ચે છે.
અગાઉ સરકારે 29 સપ્ટેમ્બરે પણ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર માટે સ્મોલ સેવિંગ સ્કીમ્સના ઈન્ટરેસ્ટ રેટમાં 0.20 ટકાનો વધારો કર્યો હતો.
ડિસેમ્બરમાં 6 બેન્કોએ FDના વ્યાજ દરમાં વધારો જાહેર કર્યો છે. કોટક મહિન્દ્રા બેન્ક, DCB બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઑફ ઈન્ડિયા, ફેડરલ બેન્કે વ્યાજ દર વધારવાની જાહેરાત કરી હતી. હવે SBIએ પણ રેટ વધાર્યાં છે.
વસ્તુઓ અને સેવાઓના ભાવમાં સમયની સાથે થતી વૃદ્ધિને ફુગાવો કહેવામાં આવે છે. એક ચોક્કસ સમય બાદ ફુગાવો તમારી ખરીદ શક્તિને ઘટાડી દે છે. તો વહેલું રોકાણ કરવામાં આવે તો ચોક્કસપણે વધુ લાભ થશે. કારણ કે કમ્પાઉન્ડિંગ માટે પૂરતો સમય મળી જાય છે.
કર્મચારીને PF, મેડિકલ ઈન્સ્યોરન્સ તેમજ પેન્શન જેવા લાભ મળતા હોય તેવી નોકરીઓને ફોર્મલ જોબ કહે છે. ઓક્ટોબરમાં EPFમાં નવા સભ્યોની સંખ્યામાં 16.7% જ્યારે ESICમાં 9% ઘટાડો થયો છે. NPSમાં 4 મહિનામાં સૌથી ઓછા સભ્યો ઉમેરાયા છે.
બેન્ક FD કેટલા સમયગાળા માટે કરાવો છો તેના આધારે FD પર વધારે કે ઓછી કમાણી થાય છે. લોનનો ઉપાડ વધવાથી બેન્કોને ડિપોઝિટની જરૂર છે. સ્પર્ધામાં ટકી રહેવા માટે બેન્કો FD પર વધારે વ્યાજ દરની ઑફર કરી રહી છે.
31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદામાં નોમિની રાખવાના નિયમનું પાલન નહીં કરનાર રોકાણકારના ખાતા સ્થગિત કે ફ્રીઝ થઈ જશે, અર્થાત તેમાં વ્યવહાર નહીં થઈ શકે. તમે નોમિની નીમશો પછી જ, ખાતા ફરી કાર્યરત થશે.
BCG-CIIના રિપોર્ટમાં છેલ્લાં 10 વર્ષમાં જીવન જીવવાના ખર્ચમાં કેટલો વધારો થયો તેનો નીચોડ આપવામાં આવ્યો છે. સારી વાત એ છે કે, છેલ્લાં એક દાયકામાં ઈન્ટરનેટ પ્લાન, મોબાઈલ ફોન, પરિવહન અને નવા વાહનની કિંમતમાં સૌથી ઓછો ફેરફાર નોંધાયો છે.