• ખેડૂતોને જોઈએ ખુશીઓની ખાતરી

    કરસનભાઈ એક નાના ખેડૂત છે. પરિવારનું ગુજરાન ચાલે એટલી જ ખેતી કરે છે, પણ જો ચોમાસું ખરાબ જાય અથવા માવઠું આવે તો ખાવાનાં ફાંફાં પડી જાય છે. આ વખતનું બજેટ કંઈક ગેરન્ટી આપશે તેવી આશા કરસનભાઈ જેવા નાના ખેડૂત રાખીને બેઠા છે. તેમને આ વખતના બજેટથી બે વાતની ગેરન્ટી જોઈએ છે... તો ચાલો જાણીએ કે તેમને કઈ વાતની ગેરન્ટી જોઈએ છે...

  • પગારદાર વર્ગને શું છે આશા?

    Budget 2024: મધ્યમવર્ગના પગારદાર લોકોનો પગાર તો બાળકોની સ્કૂલ ફી અને મહિનાનું રાશન ભરવામાં વપરાઈ જાય છે. થોડાઘણા પૈસા બચે છે તો મકાનનું ભાડું, હપ્તા, પેટ્રોલ જેવા ખર્ચામાં વપરાઈ જાય છે.

  • MSMEને બજેટ પાસે છે ઘણી આશા

    દેશમાંથી થતી કુલ નિકાસમાં MSMEનો હિસ્સો 45% છે અને GDPમાં આ સેક્ટરનો હિસ્સો 29% છે. આથી, MSMEની અપેક્ષા પૂરી કરવાથી જ ભારતનું 5 ટ્રિલિયન ડૉલરનું અર્થતંત્ર બનવાનું સપનું પૂરું થશે.

  • ગૃહિણીઓ બજેટમાં શું ઈચ્છે છે?

    મધ્યમવર્ગની ગૃહિણીઓ મોંઘવારીથી પરેશાન છે. તેઓ ઈચ્છે છે કે, આ વખતના બજેટમાં સરકાર કોઈ એવી જાહેરાત કરે જેથી તેમના હાથમાં બે પૈસા બચે અને મોંઘવારીમાં રાહત મળે....

  • બચત કરનારા લોકોને બજેટમાં શું મળશે?

    નવી ટેક્સ વ્યવસ્થામાં PPF જેવા રોકાણ પર કોઈ કરલાભ નથી. જૂની ટેક્સ વ્યવસ્થા પસંદ કરનારા PPFના સાવ નજીવા વ્યાજ દરથી ખુશ નથી. આથી, PPFમાં દર વર્ષે રોકાણ કરનારા લોકો બજેટ તરફ મીટ માંડીને બેઠા છે. તેઓ શું ઈચ્છે છે, તે જાણીએ આ વીડિયોમાં...