• કેમ ઘટી રહી છે સોનાની માંગ?

    કૂદકેને ભૂસકે વધતા સોનાના ભાવે તેની માંગ પર ગ્રહણ લગાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે જેમજેમ સોનાનો ભાવ દરરોજ તેની સર્વોચ્ચ સપાટી વટાવી રહ્યો છે. તેમતેમ તેનું લોકોમાં આકર્ષણ ઘટી રહ્યું છે. તેની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

  • વધુ વીમા કંપનીઓ કેટલી ફાયદાકારક?

    ઈરડાએ આ વર્ષે લગભગ એક ડઝન વીમા કંપનીઓને લાયસન્સ આપવાની યોજના બનાવી છે. વીમા ક્ષેત્રમાં નવી કંપનીઓ આવવાથી માર્કેટમાં સ્પર્ધા ઉભી થશે. જેનાથી ગ્રાહકો માટે કંપનીઓમાં નવી અને આકર્ષક પ્રોડક્ટ લૉન્ચ કરવાની હોડ લાગશે. સાથે જ કંપનીઓ વીમા પ્રીમિયમના દરમાં પણ ઘટાડો કરી શકે છે.

  • સેક્ટોરલ MFમાં રોકાણ કેટલું સુરક્ષિત?

    સેક્ટોરલ બેંક મ્યુચ્યુઅલ ફંડ એવા ફંડ હોય છે જે ખાસ કરીને ભારતીય બેંકોમાં રોકાણ કરે છે. જો બેંકિંગ સેક્ટર સારું પ્રદર્શન કરે છે તો આ ફંડ્સ પણ સારું રિટર્ન આપે છે. જો કે સેક્ટોરલ બેંક ફંડમાં તે જ રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ જેમનામાં જોખમ લેવાની ક્ષમતા વધુ હોય

  • FII ખરીદીને પગલે બજારમાં તેજી

    મે મહિનામાં વિદેશી રોકાણકારો એટલે કે FIIએ શેરબજારમાં ભારે રોકાણ કર્યું છે... આ દરમિયાન રોકાણકારોએ રૂ. 43,838 કરોડના શેર ખરીદ્યા હતા, જે નવ મહિનામાં સૌથી મોટી ખરીદી છે

  • શું ડેબિટ કાર્ડ લુપ્ત થઇ જશે?

    કોવિડ-19 પછી ડેબિટ કાર્ડનો વપરાશ ઓછો થયો છે. તેનું કારણ છે UPI. પેમેન્ટ એગ્રીગેટર્સ અને વિઝા અને માસ્ટરકાર્ડ જેવી કાર્ડ કંપનીઓ પાસેથી આવક મેળવતી બેંકો હવે ફરિયાદ કરી રહી છે. કારણ કે તેમના ગ્રાહકો હવે ડેબિટ કાર્ડમાંથી યુપીઆઈમાં માઈગ્રેટ થઈ ગયા છે.

  • સેન્ટ્રલ બેન્કો સોનાની ખરીદી ચાલુ રાખશે

    વિતેલા વર્ષ દરમિયાન, સોનાના ભાવમાં વધઘટ હોવા છતાં, વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ તેમના સોનાના જથ્થામાં વધારો કરીને દર મહિને સતત સોનું ખરીદ્યું હતું. જો કે, એપ્રિલ, 2023 દરમિયાન, જ્યારે સોનાની કિંમત મોટે ભાગે $2,000 થી ઉપર રહી, ત્યારે વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો સોનાની નેટ સેલર બની

  • શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સસ્તું થશે?

    SEBIએ Mutual Fundમાં લાગતા ચાર્જ ઘટાડવા માટે ચર્ચાપત્ર બહાર પાડ્યું છે. સેબીએ કરેલી ભલામણોથી રોકાણકારોને કેવી રીતે ફાયદો થશે તે સમજીએ….

  • હેલ્થ પૉલિસી પ્રત્યે કેમ છે નિરસતા?

    સામાન્ય લોકો સામાન્ય પોલિસી ખરીદવા વિશે જ ચર્ચા કરે છે. તેની સાથે ઘણી એવી શરતો જોડાયેલી હોય છે કે જેમાં સારવારના કુલ ખર્ચનો એક ભાગ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે,, સાથે જ છેલ્લા બે વર્ષમાં હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ લગભગ 40 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે,, આ કારણે જ લોકો પોલિસી ખરીદવાનું ટાળે છે.

  • ખાદ્ય ફુગાવો ક્યાં પહોંચ્યો?

    મોંઘવારી વધી રહી છે, પરંતુ તમારી ખાવાની થાળીમાં મોંઘવારી કેટલી ઝડપથી વધી છે અને કેટલી વધી છે, તે સમજવા માટે જુઓ આ વીડિયો.

  • ગિગ વર્કર માટે આવશે કાયદો, પણ થશે ફાયદો?

    રાજસ્થાન સરકારે ગિગ વર્કર્સ માટે તાજેતરમાં એક કાયદાને મંજૂરી આપી છે. પરંતુ ગિગ વર્કર્સ કોણ હોય છે? તેમની શું ઈચ્છા છે? અત્યારે તેમની સ્થિતિ કેવી છે? અને રાજસ્થાન સરકારના કાયદામાં તેમના માટે શું છે?