શું ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા આ મિથ વિશે તમને ખબર છે?

ઘણાંબધા લોકોની પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોય છે, ઘણાંની પાસે તો 3-4 કાર્ડ હોય છે. ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા એવા ઘણા મિથ છે, જેના કારણે લોકો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતા. શું છે તે મિથ, આવો જાણીએ.

શું ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા આ મિથ વિશે તમને ખબર છે?

Money9: નિવેદિતા ઘણાં સમયથી એક નવું ક્રેડિટ કાર્ડ લેવાનું વિચારી રહી છે. પરંતુ હજુ સુધી નથી લીધું. દરેક વખતે એવુ વિચારીને અટકી જાય છે કે બીજુ એક ક્રેડિટ કાર્ડ લીધું તો તેનો ક્રેડિટ સ્કોર ખરાબ થઇ જશે. શું નિવેદિતાનું વિચારવું યોગ્ય છે?

ઘણાંબધા લોકોની પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોય છે, ઘણાંની પાસે તો 3-4 કાર્ડ હોય છે. તો નિવેદિતાના લોજિક થી તો આવા લોકોનો ક્રેડિટ સ્કોર ઘણો જ ખરાબ હશે? તો એવુ બિલકુલ નથી…નિવેદિતા જે વિચારી રહી છે, તે એક મિથ છે..આવુ નથી હોતું. ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે, તો બે શું પાંચ કાર્ડ પણ હશે તો પણ ક્રેડિટ સ્કોર ખરાબ નહીં થાય. ઉલટાનો સુધરશે. ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલા આવા ઘણા મિથ છે, જેના કારણે લોકો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ નથી કરી શકતા. શું છે તે મિથ, આવો જાણીએ.

ક્રેડિટ કાર્ડની પહેલી માન્યતા તો આ જ છે જેને નિવેદિતા સાચુ માની બેઠી છે. એટલે કે એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોય તો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે.

બેંક હકીકતમાં ક્રેડિટ યૂટિલાઇઝેશન રેશિયો એટલે કે CUR પર ધ્યાન આપે છે. આ તમારા કાર્ડ પર મળેલી ક્રેડિટ લિમિટ અને તમે કેટલા ક્રેડિટનો ઉપયોગ કર્યો છે, તેનો રેશિયો છે. જો એક કાર્ડ પર આ રેશિયોનો મહત્તમ ઉપયોગ કરી લીધો છે તો તેનો તમારી ક્રેડિટવર્ધીનેસ એટલે કે લોન લેવાની ક્ષમતા પર નેગેટિવ મેસેજ જાય છે. જો તમારી પાસે એકથી વધુ કાર્ડ છે તો તમે તમારો ખર્ચ વહેંચી શકો છો. આનાથી દરેક કાર્ડ પર આ રેશિયો યોગ્ય લિમિટમાં જળવાઇ રહેશે. તો એકથી વધુ કાર્ડ હોવું એ કોઇ ખરાબ વસ્તુ નથી.

બીજું મિથ એ છે કે જો ક્રેડિટ કાર્ડનું પુરુ બિલ એકસાથે ચૂકવી દઇએ તો લેટ પેમેન્ટ પણ કરીશું તો કોઇ વાંધો નહીં આવે. પરંતુ સચ્ચાઇ એ છે કે ડ્યૂ ડેટ પર બિલ પેમેન્ટમાં ચૂકી જવા પર તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે. ભલે તમે બાદમાં ફુલ એમાઉન્ટ કેમ ન પે કરો. આને સારુ ક્રેડિટ બિહેવિયર નથી માનવામાં આવતું. આ ઉપરાંત તમારે લેટ પેમેન્ટ ફી અને ઇન્ટરેસ્ટ પણ ભરવું પડશે.

ત્રીજું મિથ એ છે કે દર મહિને મિનિમમ ડ્યૂ એમાઉન્ટ પે કરવાથી કામ ચાલી જશે. જે ક્રેડિટ કાર્ડ સાથે જોડાયેલું સૌથી મોટું મિથ છે. અને ઘણાંબધા લોકો આવું કરે છે. મિનિમમ ડ્યૂ પે કરવાથી તમે માત્ર લેટ પેમેન્ટ પર લાગતી પેનલ્ટીથી બચી જશો પરંતુ બાકી આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ પર તમારી પાસેથી વ્યાજ વસૂલાશે. આ ઇન્ટરેસ્ટ ટ્રાન્ઝેક્શનની તારીખથી લગાવાશે. જેનાથી તમારા ક્રેડિટ કાર્ડનું બિલ ઘણું વધી શકે છે.

ચોથું મિથ એ છે કે ક્રેડિટ કાર્ડની લિમિટ વધવાથી તમારો ખર્ચ વધી જશે. સચ્ચાઇ તો એ છે કે જો બેંક તમારી લિમિટ વધારે છે તો તે સારી વાત છે. આનો અર્થ એ છે કે તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઘણી જવાબદારીથી ઉપયોગ કરી રહ્યાં છો તો બેંક તમને એક સારા કસ્ટમર માને છે. જેવુ કે અમે તમને પહેલા જણાવ્યું, વધુ ક્રેડિટ લિમિટથી તમને તમારો credit utilisation ratio ઓછો રાખવામાં મદદ મળશે.

પાંચમું મિથ એ છે કે એન્યુઅલ ફી લેતા હોય તેવા ક્રેડિટ કાર્ડ મોંઘા હોય છે. પરંતુ સાચુ તો એ છે કે જે કાર્ડમાં એન્યુઅલ ફી લાગે છે ત્યાં સામાન્ય રીતે વધુ રિવોર્ડ પોઇન્ટ મળે છે અને બીજી બ્રાન્ડ્સની સાથે ટાઇ-અપ હોય છે જેનાથી તમને ડિસ્કાઉન્ટ અને
ઓફર મળે છે. તો એરપોર્ટ પર ફ્રી લાઉન્જ એક્સેસ પણ મળે છે. આ ઉપરાંત ઘણાં કાર્ડમાં વાર્ષિક એક ચોક્કસ એમાઉન્ટ ખર્ચ કરવા પર એન્યુઅલ ફી નથી લાગતી.

એક અન્ય મિથ એ છે કે જો તમે ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યું છે તો તમારો ક્રેડિટ સ્કોર વધી જશે. આવુ બિલકુલ નથી થતું. સચ્ચાઇ તો એ છે કે ક્રેડિટ કાર્ડ કેન્સલ કરાવથી બેંકને તમારો ક્રેડિટ એસેસ કરવામાં મુશ્કેલી પડશે. આનાથી તમને લોન મળવામાં મુશ્કેલી પડ઼ી શકે છે. એટલે આવા મિથ પર ધ્યાન ન આપો. ક્રેડિટ કાર્ડ 1 હોય કે 4, તેનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. યોગ્ય ઉપયોગથી તમારી ફાઇનાન્સિયલ હેલ્થ જળવાઇ રહેશે. એટલે જરૂરી છે કે તમે સમજી વિચારીને કાર્ડનો ઉપયોગ કરો.

Published: March 20, 2024, 18:54 IST