ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય?

ક્રેડિટ કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફર એ પ્રોસેસને કહેવામાં આવે છે જેમાં તમારા વર્તમાન ક્રેડિટ કાર્ડનું ડેટ જેની સાથે જોડાયેલા નિયમો અને શરતો વધુ સારી હોય છે તેવા બીજા કાર્ડમાં ટ્રાન્સફર થઇ જાય છે.

ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય?

Money9: મોહસીને થોડા મહિના પહેલા એક ક્રેડિટ કાર્ડ લીધું. વધારે કંઇ વિચાર્યા વગર અને બીજાની દેખાદેખી આ કાર્ડ લઇ લીધું. કાર્ડ પર ઘણું દેવું ચડી ગયું છે. હવે તે આ લોન પર લાગતા મોંઘા વ્યાજથી પરેશાન છે.

એક મિત્રએ તેને સલાહ આપી કે તે એક નવું ક્રેડિટ કાર્ડ લઇ લે જેમાં બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા હોય. એક એવું કાર્ડ જેમાં વ્યાજ દર પણ ઓછો હોય અને રિપેમેન્ટનો એક્સટેન્ડેડ પીરિયડ મળે, એટલે કે, બિલ રિપે કરવા માટે વધુ સમય મળે. મોહસીનને આ સૂચન ઉપયોગી લાગ્યું.

માત્ર મોહસીન જ નહીં, ઘણા બધા લોકો જેઓ ક્રેડિટ કાર્ડના મોંઘા વ્યાજ દરો અને પોતાના મોટા દેવાથી પરેશાન છે. તેઓ આ સુવિધા વિશે નથી જાણતા.

છેવટે, કેવી રીતે કામ કરે છે આ સુવિધા? આવો સમજીએ.

જો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો યૂઝર દેવાદાર થઇ શકે છે. જે ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે. વધુ ઇન્ટરેસ્ટ ચાર્જથી બચવા માટે અને ક્રેડિટ સ્કોરને સારો બનાવવા માટે ક્રેડિટ કાર્ડના દેવાને ઝડપથી ચુકવવુું જરૂરી છે.

આવા સંજોગોમાં ક્રેડટ કાર્ડથી સંકળાયેલી બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા અસરકારક સાબિત થઈ શકે છે. આનાથી તમને ઊંચા વ્યાજને કારણે વધતા દેવાનો સામનો કરવામાં મદદ મળી શકે છે.

ક્રેડિટ કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફર એ પ્રોસેસને કહેવામાં આવે છે જેમાં તમારા વર્તમાન ક્રેડિટ કાર્ડનું ડેટ જેની સાથે જોડાયેલા નિયમો અને શરતો વધુ સારી હોય છે તેવા બીજા કાર્ડમાં ટ્રાન્સફર થઇ જાય છે. બેલેન્સ ટ્રાન્સફરનો મુખ્ય હેતુ નવા કાર્ડ પર લાગતા નીચા વ્યાજ દર અથવા એક્સટેન્ડેડ રિપેમેન્ટ પીરિયડનો લાભ ઉઠાવવાનો છે. તમે તમારી લોનને નવા કાર્ડમાં ટ્રાન્સફર કરીને ઇન્ટરેસ્ટ ચાર્જ ઘટાડી શકો છો. અને તમે તમારી લોન ઝડપથી ચૂકવીને પૈસા બચાવી શકો છો.

હવે તબક્કાવાર સમજીએ કે ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર કેવી રીતે થાય છે?

સૌ પ્રથમ તમારા વર્તમાન ક્રેડિટ કાર્ડની લોન. આ લોનમાં સામેલ તમામ ચાર્જિસને જાણી લો. પછી બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા આપનારા ક્રેડિટ કાર્ડ માહિતી એકત્રિત કરી લો. તેના નિયમો/શરતો, વ્યાજ દર, રિપેમેન્ટ ટેન્યોર વગેરેની સરખામણી કરો. તમારી જરૂરિયાતોને પૂરી કરી શકે તેવું કાર્ડ લો. ત્યારબાદ તમે જે કાર્ડ પસંદ કર્યું છે તે કંપનીનો કોન્ટેક્ટ કરો. મેઇલ અથવા કસ્ટમર કેર નંબર દ્વારા સંપર્ક કરી બેલેન્સ ટ્રાન્સફરની રિક્વેસ્ટ નાંખો. તમારી હાલની લોન, જે રકમ તમે ટ્રાન્સફર કરવા માંગો છો, તે રકમ સહિતની તમામ જરૂરી માહિતી તેમને આપો.

નવા કાર્ડ માટે અરજી કરતી વખતે તમારે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

સૌથી પહેલા વ્યાજ દર તપાસો. વર્તમાન કાર્ડ કરતાં વ્યાજ દર કેટલો ઓછો છે તે જુઓ.

રિપેમેન્ટ ટેન્યોર પર પણ ધ્યાન આપો. શું તમને એટલો સમય મળી રહ્યો છે કે એકસ્ટ્રા ઇન્ટરેસ્ટ ચાર્જ ન લાગે અને તમને તમારી લોન ચુકવવામાં સરળતા રહે.

એ પણ જુઓ કે શું નવા ક્રેડિટ કાર્ડમાં બેલેન્સ ટ્રાન્સફર કરવા માટે કોઈ ફી લાગી રહી છે? આને ધ્યાનમાં રાખવી જરૂરી છે કારણ કે આ ફી લોન ટ્રાન્સફર કરવાની સંપૂર્ણ કોસ્ટ પર અસર કરી શકે છે.

વધારાના ફાયદાઓ વિશે પણ જાણો. નવા ક્રેડિટ કાર્ડ સાથે ઉપલબ્ધ કેશબેક, રિવોર્ડ અથવા અન્ય લાભો પર ધ્યાન આપો. જેથી તમને બેલેન્સ ટ્રાન્સફરનો મહત્તમ લાભ મળે.

તો હવે તમે સમજી જ ગયા હશો કે ક્રેડિટ કાર્ડમાં મળતી આ સુવિધા, ક્રેડિટ કાર્ડનું દેવું ઝડપથી ચૂકવવામાં અને પૈચા બચાવવામાં કેવી રીતે તમારી મદદ કરી શકે છે. નવા કાર્ડ સાથે નીચા વ્યાજ દર અથવા એક્સટેન્ડેડ રિપેમેન્ટ જેવા ફાયદા મેળવીને તમે તમારો ફાઇનાન્સિયલ સ્ટ્રેસ ઘટાડી શકો છો અને આર્થિક સ્થિતિને પણ સુધારી શકો છો.

Published: March 20, 2024, 17:23 IST