MONEY9 GUJARATI: સૌથી વધુ લોકપ્રિય CREDIT CARDS પર ઉપલબ્ધ લાભો ઘટી રહ્યા છે. કેટલાક બેઝિક કાર્ડ્સમાં, એરપોર્ટ પર FREE LOUNGE ACCESS દૂર કરવામાં આવી છે, જ્યારે કેટલાક કાર્ડ્સમાં, ત્રિમાસિક, માસિક ધોરણે ચોક્કસ રકમ ખર્ચ્યા પછી જ ફ્રી લાઉન્જ એક્સેસ ઉપલબ્ધ છે. એ જ રીતે, કેટલીક જગ્યાએ REWARD POINTS ને લગતા નિયમો બદલાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ એર માઈલ ઘટાડવામાં આવી રહ્યા છે… તેથી, જો તમે આકર્ષક લાભો અને પુરસ્કારોને જોઇને ક્રેડિટ કાર્ડ લીધું હોય અથવા નવું કાર્ડ લેવાનું વિચારી રહ્યાં હોવ, તો તમારે ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ક્રેડિટ કાર્ડના અવમૂલ્યન એટલે કે ડિવેલ્યૂએશન વિશે જાણવું જોઈએ. આ ડિવેલ્યુએશનનું કારણ શું છે અને તે તમારા પર શું અસર કરી શકે છે, ચાલો જાણીએ,
કાર્ડનું ડિવેલ્યૂએશન એટલે શું ?
વાસ્તવમાં, ક્રેડિટ કાર્ડનું ડિવેલ્યૂએશન ત્યારે થાય છે જ્યારે ક્રેડિટ કાર્ડ સાથે આપવામાં આવેલ મૂલ્ય અને લાભો સમય જતાં ઘટે છે. આવું ત્યારે થાય છે જ્યારે બેંક અથવા ક્રેડિટ કાર્ડ કંપની કાર્ડની શરતો, રિવોર્ડ પ્રોગ્રામ્સ અથવા ફી સંબંધિત નિયમોમાં ફેરફાર કરે છે અને આ કાર્ડધારકને કાર્ડ માટે મેળવેલા મૂલ્યને અસર કરે છે.
તાજેતરમાં, દેશની બે મોટી બેંકો, એક્સિસ બેંક અને HDFC બેંકે તેમના લોકપ્રિય ક્રેડિટ કાર્ડની સુવિધાઓમાં ઘટાડો કર્યો છે કારણ કે તેઓ ઇચ્છે છે કે ગ્રાહકો લાભ મેળવવા માટે ખર્ચમાં વધારો કરે, એટલે કે, લાભ હવે ત્યારે જ મળશે જ્યારે ગ્રાહકો વધુ ખર્ચ કરે.
ઉદાહરણ તરીકે…HDFC બેંકનું Regalia ક્રેડિટ કાર્ડ લો…બેંકે Regalia ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે…1લી ડિસેમ્બરથી, આ ક્રેડિટ કાર્ડ પર લાઉન્જ સુવિધા મેળવવા માટે અમુક શરતો પૂરી કરવી પડશે. … અત્યાર સુધી રેગાલિયા ક્રેડિટ કાર્ડ પર લાઉન્જ એક્સેસ માટે કોઈ શરત નહોતી… પરંતુ હવે માત્ર એવા યુઝર્સને જ લાઉન્જ એક્સેસ મળશે જેઓ એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂ. 1 લાખનો ખર્ચ કરે છે… HDFC બેંકે પણ કમ્પ્લિમેન્ટ્રી લાઉન્જ સુવિધામાં ઘટાડો કર્યો છે. હવે જે ગ્રાહકો ત્રિમાસિક ખર્ચ મર્યાદાને પૂર્ણ કરે છે તેમને પણ મહત્તમ બે જ વખત ફ્રી લાઉન્જ ઍક્સેસ મળશે. તેવી જ રીતે, SBI કાર્ડે તેના ખર્ચ ઘટાડવા માટે SBI કેશબેક ક્રેડિટ કાર્ડમાંથી ફ્રી લાઉન્જ એક્સેસ દૂર કરી છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં, એક્સિસ બેંકે તેના મેગ્નસ ક્રેડિટ કાર્ડની શરતોમાં ફેરફાર કર્યા છે. તેમાં વાર્ષિક ફી રૂ. 10,000 થી વધારીને રૂ. 12,500 કરવી. દર મહિને રૂ. 1 લાખ ખર્ચવા પર 25,000 EDGE રિવોર્ડ પોઈન્ટનો માસિક માઈલસ્ટોન લાભ અટકાવવો વગેરેનો સમાવેશ થાય છે.
તે જ રીતે, તાજેતરમાં ઘણા કાર્ડ્સના ફાયદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે સવાલ એ થાય છે કે ક્રેડિટ કાર્ડના લાભો એક પછી એક કેમ ઓછા થઈ રહ્યા છે?
નિષ્ણાતો આ માટે કોવિડ બાદ બદલાયેલી આર્થિક સ્થિતિને જવાબદાર માને છે. ખાસ કરીને મોંઘવારી સતત વધી રહી છે. ગૂડ્ઝ અને સર્વિસિસના વધતા ખર્ચને કારણે, ક્રેડિટ કાર્ડ કંપનીઓ તેમના રિવોર્ડ પ્રોગ્રામ્સને જાળવવા માટે સંઘર્ષ કરી રહી છે.
તેવી જ રીતે, એરપોર્ટ સર્વિસ એગ્રીગેટર કંપની ડ્રીમફોક્સના જણાવ્યા અનુસાર, જ્યાં બે વર્ષ પહેલાં બેંકો એરપોર્ટ લાઉન્જ માટે સરેરાશ રૂ. 600 ચૂકવતી હતી, આ સરેરાશ ખર્ચ 2023ના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધીને રૂ. 990 થયો છે. એટલે કે 2 વર્ષમાં આ ખર્ચમાં 65 ટકાનો વધારો થયો છે.
આથી હવાઈ ટ્રાફિક વધવાથી, ફ્રી લાઉન્જ એક્સેસ આપવી બેંકો માટે નાણાકીય પડકાર બની ગયું છે. ઘણા ગ્રાહકો કે જેઓ નિયમિતપણે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી તેઓ પણ ફ્રી લાઉન્જ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના કારણે બેંકો તે ગ્રાહકો પાસેથી કોઈ આવક મેળવી શકતી નથી. આથી જ બેંકો હવે ખર્ચ માટે અમુક માપદંડો નક્કી કરી રહી છે જેને ગ્રાહકોએ ફ્રી લાઉન્જ એક્સેસ મેળવવા માટે નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાના હોય છે.
વાંચો અન્ય સમાચાર
ઑનલાઇન વિઝા ફ્રોડથી કેવી રીતે સાવધ રહેવું?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો