Money9: શેર બજારના ઘટાડાના સમયમાં દરેક એવું જાણવા માંગે છે કે ઘટાડો કેટલો લાંબો ચાલશે? તે એટલા માટે કારણ કે દરેક વ્યક્તિ નિફ્ટીમાં પૈસા લગાવવા માંગે છે. પરંતુ એટલા માટે કારણ કે બજારના સેન્ટિમેન્ટથી દરેક શેરનું સેન્ટિમેન્ટ પણ જોડાયેલું છે. જો બજારમાં ઘટાડો થશે તો પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલા શેરો પર પણ તેની અસર જોવા મળશે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હાલના ઘટાડામાં શું બજારમાં નાના પ્રમાણમાં રોકાણની શરૂઆત કરવી જોઇએ. જો હાં તો શું દેવા મુક્ત કંપનીઓમાં પૈસા લગાવીને પોર્ટફોલિયો તૈયાર કરવાનું શરૂ કરી શકાય? આવો જાણીએ…
દિલ્હીના મોતીબાગમાં રહેતી અંશૂએ ટેક્નિકલ કરતાં વધારે હંમેશા ફંડામેન્ટલને પ્રાથમિકતા આપી છે. કોઇપણ શેર ખરીદતા પહેલા પ્રમોટર, લોન, ફાઇનાન્સિયલ રેશિયો અંગે જાણવું અંશૂ માટે જાણે કે રૂટિન હાઇજીન છે. આવા જ દેવામુક્ત, સાઉન્ડ ફંડામેન્ટલ્સવાળા કેટલાક શેરો અંગે માહિતી લેવા માટે અંશૂએ પોતાની કઝીન સિસ્ટર પલ્લવીને ફોન કર્યો જે ગુડગાંવમાં એક રિસર્ચ ફર્મ સાથે જોડાયેલી છે. પલ્લવીએ અંશૂને જણાવ્યું કે નિફ્ટી 500 ઇન્ડેક્સમાં અત્યારે 73 એવી કંપનીઓ છે જેની પર કોઇ જવાબદારી નથી. એટલે કે જે દેવામુક્ત છે. પરંતુ 73 કંપનીઓની લાંબી યાદીમાં 8 નામ IT સેક્ટરમાંથી છે. IT કંપનીઓની પાસે સામાન્ય રીતે સારી એવી રોકડ હોય છે જેનાથી પોતાના શેરહોલ્ડર્સને રિવોર્ડ કરવા માટે આ કંપનીઓ શેર બાયબેક, મોટા ડિવિડન્ડની જાહેરાત કરતી રહે છે. ઉદાહરણ તરીકે 11 ઓક્ટોબરની સાંજે જાહેર સેકન્ડ ક્વાર્ટરના પરિણામોની સાથે દેશની સૌથી મોટી IT કંપની TCSના બોર્ડે 4,150 રૂપિયા પ્રતિ શેરના ભાવે કુલ 17 હજાર કરોડ રૂપિયાના બાયબેકની પણ મંજૂરી આપી દીધી. છેલ્લા 6 વર્ષમાં કંપની તરફથી આ પાંચમું બાયબેક છે. તો આ લિસ્ટમાં આ 8 કંપનીઓને હટાવી દઇએ તો વધે છે 65 કંપનીઓ.
પલ્લવીના જણાવ્યા અનુસાર આ 65 લોનમુક્ત કંપનીઓને પરખવા માટે બે માપદંડ ઘણાં જ મહત્વના છે. જેનાથી એ વાતનો નિર્ણય થઇ જશે કે આમાંથી કઇ કંપનીઓને પોર્ટફોલિયોમાં જગ્યા આપી શકાય છે. પ્રથમ માપદંડ છે RoCE એટલે કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ…RoCEથી એ વાતનો અંદાજ લાગે છે કે કંપની પોતાની મૂડીને બિઝનેસ માટે યોગ્ય રીતે મેનેજ કરી રહી છે કે નહીં..જેટલો વધુ RoCE, એટલી સારી કંપનીની નાણાકીય સ્થિતિ હશે. તો જો 30 ટકાની ઉપરની RoCEવાળી કંપનીઓની વાત કરીએ તો 65 શેરોની આ યાદીમાંથી ફક્ત 24 કંપનીઓ જ બચે છે.
પંરતુ જો આ કંપનીઓ પોતાની મૂડીને સારી રીતે મેનેજ કરી રહી છે અને તેની નાણાકીય સ્થિતિ સારી છે તો આ કંપનીઓનો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો પણ સારો હોવો જોઇએ. ડિવિડન્ડ પે આઉટ રેશિયો એટલે કે કુલ નફાની રકમમાંથી ડિવિડન્ડ તરીકે આપવામાં આવતી રકમનો રેશિયો. જેને આપણે DPS ભાગ્યા EPSના ફોર્મૂલાથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. DPS એટલે કે dividend per share અને EPS એટલે કે પ્રતિ શેર નફો.
આ 24માંથી પલ્લવીએ એવી કંપનીઓને શોર્ટલિસ્ટ કરી જેનો ડિવિડન્ડ પેઆઉટ રેશિયો 50 ટકાથી વધુ છે. તો આ માપદંડ પર 9 કંપનીઓ ખરી ઉતરે છે. આ 9 કંપનીઓમાં 3M India, રાઇટ્સ લિમિટેડ, GSK Pharma, HDFC AMC, કેમ્સ, CRISIL, CDSL, Bata India અને વેદાંત ફેશન્સ સામેલ છે.
હવે આ 9 કંપનીઓમાં પણ અંશૂને ઘણું કન્ફ્યુઝન થઇ રહ્યું હતું. તો આ કન્ફ્યૂઝનને દૂર કરવા માટે માર્કેટ એક્સપર્ટ રવિ સિંહ કહે છે કે આ 9 કંપનીઓમાં HDFC AMC અને વેદાંત ફેશન્સને બાદ કરતાં બાકી સાતેય કંપનીઓમાં રોકાણ કરી શકાય છે. જો કે CDSL, Bata અને રાઇટ્સ તેમના 3 પસંદગીના શેર છે. આ શેરોમાં હાલના સ્તરે 30 ટકા રકમ, 3-5 ટકા ઘટાડે બીજી 30 ટકા રકમ અને 2-3 ટકા ઘટાડે બાકી વધેલી 40 ટકા મૂડી નાંખવાની સલાહ હશે. આ રીતે એવરેજ ખરીદ ભાવ 5 ટકા નીચે આવશે અને તેમાં 12 ટકાનું વાર્ષિક રિટર્ન મળવાની આશા છે. જે એવરેજ ભાવથી અંદાજે 17 ટકાની આસપાસ હશે. તો ઘટતા બજારમાં અંશૂએ પલ્લવીને સમજાવ્યું કે કેવી રીતે લોનમુકત અને સારા ફાઇનાન્સિયલ રેશિયોવાળી કંપનીઓમાં થોડુ થોડુ રોકાણ કરીને લાંબાગાળાનો પોર્ટફોલિયો તૈયાર કરવાની શરૂઆત કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો