Adani Portsએ ₹1,349 કરોડમાં ગોપાલપુર પોર્ટ્સનો 95% હિસ્સો ખરીદ્યો

ઓડિશામાં નિર્માણાધીન ગોપાલપુર બંદર ખરીદવાથી અદાણી ગ્રૂપને દેશનાં પૂર્વ કાંઠે પણ પોતાની હાજરી મજબૂત કરવામાં મદદ મળશે. શાપૂરજી પલોનજી ગ્રૂપે 2017માં ગોપાલપુર બંદર ખરીદ્યું હતું. અદાણી સાથેના સોદામાં શાપૂરજી પલોનજી ગ્રૂપ તેનો 56% હિસ્સો વેચશે.

Adani Portsએ ₹1,349 કરોડમાં ગોપાલપુર પોર્ટ્સનો 95% હિસ્સો ખરીદ્યો

Money9 Gujarati:

અમદાવાદ સ્થિત ઔદ્યોગિક ગ્રૂપ અદાણી ગ્રૂપની કંપની Adani Ports and Special Economic Zone (APSEZ)એ મહત્ત્વનો સોદો કર્યો છે. અદાણી પોર્ટ્સે શાપૂરજી પલોનજી (SP) ગ્રૂપની Gopalpur Port Limitedનો 95 ટકા હિસ્સો ખરીદવાના નિશ્ચયાત્મક કરાર (definitive agreement) કર્યા છે. આ સોદાનું ઈક્વિટી મૂલ્ય (equity value) 1,349 કરોડ રૂપિયા છે જ્યારે એન્ટરપ્રાઈઝ મૂલ્ય (enterprise value) લગભગ 3,080 કરોડ રૂપિયા છે. આ સમાચારને પગલે, Adani Portsનો શેર 26 માર્ચે 2 ટકાથી પણ વધુ ઉછળીને 1,300 રૂપિયાને પાર થઈ ગયો હતો.

કોની-કોની પાસેથી ખરીદશે હિસ્સો?

અદાણી પોર્ટ્સે શેરબજારોને પાઠવેલા નિવેદનમાં જણાવ્યું છે કે, ગોપાલપુર પોર્ટ લિ.નો 56 ટકા હિસ્સો SP ગ્રૂપ પાસેથી અને 39 ટકા હિસ્સો Orissa Stevedores Limited (OSL) પાસેથી ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, SP ગ્રૂપે ઓડિશામાં નિર્માણાધીન ગોપાલપુર બંદરને 2017માં ખરીદ્યું હતું. આ બંદરની વર્તમાન કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા 20 MTPA છે.

શાપૂરજી પલોનજી દેવું ઘટાડશે

શાપૂરજી પલોનજી ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ગોપાલપુર પોર્ટ અને ધરમતર પોર્ટનું નોંધપાત્ર એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર આયોજિત ડિસઇન્વેસ્ટમેન્ટ એ અમારા જૂથની અસ્કયામતોમાં પરિવર્તન લાવવાની અને પ્રમાણમાં ટૂંકા ગાળામાં હિસ્સેદાર મૂલ્ય બનાવવાની ક્ષમતાને પ્રતિબિંબિત કરે છે…’ SP ગ્રુપ તેનું દેવું ઘટાડવાનું વિચારી રહ્યું છે. આ માટે અનેક પગલાઓ પર વિચાર કરી રહી છે.” એવી અટકળો છે કે જૂથ પર લગભગ 20,000 કરોડ રૂપિયાનું દેવું હોઈ શકે છે.

અદાણીની પહોંચ વધી

APSEZના MD કરણ અદાણીએ જણાવ્યું હતું કે, “ગોપાલપુર પોર્ટનું અધિગ્રહણ અમને અમારા ગ્રાહકોને વધુ સંકલિત અને ઉન્નત ઉકેલો પહોંચાડવાની મંજૂરી આપશે. તેનું સ્થાન અમને ઓડિશા અને પડોશી રાજ્યોના ખાણકામ કેન્દ્રોમાં અભૂતપૂર્વ પ્રવેશની મંજૂરી આપશે અને અમને અંતરિયાળ વિસ્તારમાં અમારી લોજિસ્ટિક્સ હાજરીને વિસ્તૃત કરવાની મંજૂરી આપશે. GPL અદાણી ગ્રૂપના સમગ્ર ભારતના પોર્ટ નેટવર્કમાં ઉમેરો કરશે.”

 

 

Published: March 26, 2024, 15:09 IST