Bharti Hexacom IPO: પ્રાઈસ બેન્ડ ~542-570, IPO ભરવાની તારીખ 3-5 એપ્રિલ

Bharti Airtelની પેટાકંપની Bharti Hexacomનો ~4,275 કરોડનો IPO એપ્રિલ મહિનાની 3થી 5 તારીખે ખુલશે. કંપની એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નથી કરવાની અને IPO સંપૂર્ણપણે ઑફર-ફોર-સેલ (OFS) છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ ~50 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.

IPO, Bharti Hexacom IPO, bharti hexacom IPO GMP, Airtel, Bharti Airtel, GMP, Investment, IPO news in Gujarati, Markets, Shares, Stocks, Stock Market, Share Market, News in Gujarati, Money9 Gujarati

Money9 Gujarati:

Bharti Hexacom IPO: અગ્રણી ટેલિકોમ કંપની ભારતી એરટેલની પેટાકંપની ભારતી હેક્સાકોમનો IPO 3 એપ્રિલથી ખુલી રહ્યો છે. કંપનીએ IPO માટે એક શેરની કિંમત (price band) 542-570 રૂપિયા જાહેર કરી છે. IPOમાં સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 5 એપ્રિલ છે. શેરની ફાળવણી 8 એપ્રિલે થશે અને લિસ્ટિંગ માટે 12 એપ્રિલ નક્કી કરવામાં આવી છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 50 રૂપિયા પ્રીમિયમ (GMP) બોલાઈ રહ્યું છે.

સંપૂર્ણપણે OFS

ભારતી હેક્સાકોમના IPOનું કદ 4,275 કરોડ રૂપિયા છે અને કંપની બુક બિલ્ટ ઇશ્યુ યોજી રહી છે. આ ઈશ્યુ સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) છે, જેમાં કંપની 7.5 કરોડ ઈક્વિટી શેર (OFSના 15%) વેચવાનો ઈરાદો ધરાવે છે અને એક પણ નવો શેર ઈશ્યૂ કરવામાં નહીં આવે.

ભારતી હેક્સાકોમનો 70 ટકા હિસ્સો પેરન્ટ કંપની ભારતી એરટેલ પાસે છે જ્યારે 30 ટકા હિસ્સો સરકારી કંપની ટેલિકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિ. (TCIL) પાસે છે.

Bharti Hexacom IPO Details

IPO Open:  April 3, 2024

IPO Close: April 5, 2024

IPO Size: Approx ₹4,275 Crores

Offer for Sale: Approx 7,50,00,000 Equity Shares

Face Value: ₹5 Per Equity Share

IPO Price Band: ₹542 to ₹570 Per Share

IPO Listing on: BSE & NSE

Retail Quota: 10%

QIB Quota: 75%

NII Quota: 15%

Lot Size: 26 Shares 

 

 

લોટ સાઈઝ અને રોકાણ

IPO માટે 75 ટકા હિસ્સો ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો છે જ્યારે 15 ટકા હિસ્સો નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (NII)નો અને 10 ટકા હિસ્સો રિટેલ રોકાણકારોનો છે.

રિટેલ રોકાણકારે ઓછામાં ઓછા 26 શેર માટે બિડ કરવાની રહેશે. રિટેલ રોકાણકારો દ્વારા જરૂરી રોકાણની લઘુતમ રકમ 14,820 છે. sNII માટે લઘુત્તમ લોટ સાઇઝનું રોકાણ 14 લોટ (364 શેર) છે, જેની રકમ 2,07,480 રૂપિયા છે, અને bNII માટે, લોટ સાઈઝ 68 (1,768 શેર) છે, જેનું મૂલ્ય 10,07,760 રૂપિયા થાય છે.

કંપનીનો બિઝનેસ

ભારતી હેક્સાકોમની સ્થાપના 1995માં થઈ હતી. કંપની રાજસ્થાન અને ઉત્તર પૂર્વ ટેલિકોમ સર્કલમાં ગ્રાહકોને ફિક્સ-લાઇન ટેલિફોન અને બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડે છે. કંપની રાજસ્થાન અને અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ અને ત્રિપુરા જેવા રાજ્યોમાં સર્વિસ આપે છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપનીએ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મૂડી ખર્ચમાં 206 અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના ગ્રાહકોની સંખ્યા 2.71 કરોડ છે. વિતરણ નેટવર્કમાં 616 વિતરકો અને 89,454 રિટેલ ટચપોઇન્ટ છે. કંપની પાસે 19,144 હજાર ડેટા ગ્રાહકો છે, જેમાંથી 18,839 હજાર 4G અને 5G ગ્રાહકો છે.

 

Published: March 26, 2024, 21:13 IST