Money9: લગભગ એક દાયકાથી IT સેક્ટરમાં રોકાણ કરીને મોટી કમાણી કરી રહેલો સુરતનો રજત… બીજા ક્વાર્ટરના પરિણામોથી એકદમ નિરાશ જણાય છે…કારણ કે મોટાભાગની મોટી આઈટી કંપનીઓના પરિણામો ક્યાંતો બજારના અંદાજ મુજબ આવ્યા છે અથવા તો અંદાજ કરતાં ઓછા.
નાણાકીય વર્ષ 24 ના બીજા ક્વાર્ટરમાં, ટેક મહિન્દ્રાના નફામાં એક દાયકા કરતાં પણ વધુ સમયનો સૌથી મોટો વાર્ષિક ઘટાડો નોંધાયો..જ્યારે ઈન્ફોસિસ અને એચસીએલ ટેકએ પણ તેમની ઇનકમ ગ્રોથ ગાઇડન્સમાં કાપની જાહેરાત કરી.
રજતે જ્યારે તેના મિત્ર અને નાણાકીય સલાહકાર રાજીવને ફોન કર્યો.તો રાજીવે તેને કહ્યું કે ભલે મોટી આઈટી કંપનીઓએ નિરાશ કર્યા હોય… પરંતુ મોટાભાગની મિડકેપ આઈટી કંપનીઓએ વર્ષ-દર વર્ષે નફામાં સારી વૃદ્ધિ નોંધાવી છે…
મોટી કંપનીઓથી વિપરીત, કોફોર્જે તેનું અર્નિંગ ગ્રોથ ગાઇડન્સ જાળવી રાખ્યું છે. જ્યારે KPIT ટેકે FY24 ની CC આવક ગ્રોથ ગાઇડન્સ 27-30 ટકાથી વધારીને 37 ટકા પ્લસ કર્યું છે અને તેના ઓપરેટિંગ પ્રોફિટના ગ્રોથ આઉટલૂકને પણ અગાઉના 19-20 ટકાની સરખામણીમાં 20 ટકા પ્લસ કરી દીધું છે.
પરંતુ સમસ્યા એ છે કે મિડકેપ આઈટી સેક્ટરની મોટાભાગની કંપનીઓના શેર 42 થી ઉપરના પીઈ મલ્ટિપલ પર ટ્રેડ થઈ રહ્યા છે. PE એટલે કે પ્રાઇસ ટુ અર્નિંગ્સ મલ્ટિપલથી આપણને શેરના વેલ્યૂએશન અંગે ખબર પડે છે.
આ ઉપરાંત, પ્રોડક્ટ્સ પર ફોકસ કરનારી ઈન્ટેલેક્ટ ડિઝાઈન અને ઝેન્સર ટેક જેવી પસંદગીની નાની આઈટી કંપનીઓના નફામાં વર્ષ દર વર્ષ 54 થી 205 ટકા સુધીની વૃદ્ધિ જોવા મળી છે. એટલે કે નબળા વાતાવરણમાં પણ પરિણામો ખૂબ સારા રહ્યા છે. કારણ કે તેમની ઓર્ડર બુક ઘણી મજબૂત છે.
રસપ્રદ વાત એ છે કે મોટાભાગની નાની IT કંપનીઓના શેર 39 ગણાની નીચેના PE મલ્ટીપલ વેલ્યુએશન પર ટ્રેડિંગ કરી રહ્યા છે. હવે સવાલ એ છે કે આ સેક્ટરનું આઉટલૂક કેવું છે. એટલે કે આવનારા ક્વાર્ટર કેવા રહી શકે છે?
નિષ્ણાતો માને છે કે અમેરિકા અને યુરોપમાં આર્થિક અનિશ્ચિતતા અને વધતા વ્યાજ દરોને કારણે આ ક્ષેત્રનું ટૂંકા ગાળાનું આઉટલૂક બહુ સકારાત્મક જણાતું નથી. જો ઇઝરાયેલ-હમાસ યુદ્ધ આગળ લંબાશે તો મોંઘવારી ટૂંક સમયમાં નીચે આવવાની આશાઓ પણ ધૂંધળી થઇ શકે છે. જો યુદ્ધને કારણે મોંઘવારી વધશે તો સેન્ટ્રલ બેંક દરો વધારતા અચકાશે નહીં. આનાથી IT કંપનીઓના ગ્રોથ પર અસર થવાની સંભાવના વધુ વધી જશે.
માર્કેટ એક્સપર્ટ સંતોષ સિંઘ કહે છે કે… યુએસમાં વ્યાજદરમાં વધારો અને રેટિંગમાં ઘટાડાથી કોસ્ટ ઓફ કેપિટલ 4 થી 4.5 ટકાની રેન્જમાં છે. જેને મોટાભાગની કંપનીઓએ ધ્યાનમાં નથી લીધી.
જો ફેડે નજીકના ભવિષ્યમાં દરો ન પણ વધાર્યા અને 6-12 મહિના સુધી મૂડીનો ખર્ચ ઊંચો રહે તો પણ કંપનીઓના મૂડીખર્ચ પર મોટી અસર પડી શકે છે… તેથી ભવિષ્યમાં IT સેક્ટર ભવિષ્યમાં અંડરપરફોર્મ કરે તેવી શક્યતા છે. એટલું જ નહીં ચાર અગ્રણી આઈટી કંપનીઓના હેડકાઉન્ટ એટલે કે કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
ઈન્ફોસિસે તો એમ પણ કહ્યું છે કે તેમની બેન્ચ સ્ટ્રેન્થ પર્યાપ્ત છે અને તેઓ હાયરિંગ માટે આ વર્ષે કૉલેજોમાં નહીં જાય. હવે મોટો પ્રશ્ન એ છે કે જો આખા સેક્ટરનો આઉટલૂક સારો ન હોય તો આ સેક્ટરના શેરો માટે કેવી વ્યૂહરચના તૈયાર કરવી જોઈએ?
સંતોષ સિંઘ માને છે કે… ત્રિમાસિક પરિણામો પછી, ટોચની 4 મોટી આઈટી કંપનીઓ સહિત ટેક મહિન્દ્રાના શેરથી દૂર રહો… જો કે, જ્યારે રિવર્સલ થશે એટલે કે સેક્ટરમાં સુધારો થવા લાગશે… તો HCL ટેક પ્રથમ પસંદગી હશે. ઝેન્સર ટેક, KPIT ટેક્નોલોજી, બોશ, ટાટા એલેક્સાઇ, બિરલાસોફ્ટ, લેટેન્ટ વ્યૂ અને કોફોર્જ એ સેક્ટરના મનપસંદ શેરો છે. જેમાં 10 થી 15 ટકા ઘટાડે ખરીદી કરો. 1 થી 1.5 વર્ષના દ્રષ્ટિકોણથી આ શેરોમાં 30 થી 35 ટકા રિટર્ન મળવાની આશા છે.
તો ભલે IT સેક્ટર માટે બીજા ક્વાર્ટરના પરિણામો સારા ન રહ્યા હોય પરંતુ આગામી ઓછામાં ઓછા 1 થી 2 ક્વાર્ટર માટે આઉટલૂક પણ સારો નથી. આવી સ્થિતિમાં, સોફ્ટવેરના બદલે પ્રોડક્ટ્સ પર ફોકસ કરનારી મિડકેપ અને નાની IT કંપનીઓમાં રોકાણ કરવું વધુ ફાયદાકારક છે. જો તમારુ 1 થી 1.5 વર્ષનું વિઝન છે તો ઘટાડે પસંદગીની IT કંપનીઓમાં રોકાણ કરીને પોર્ટફોલિયો તૈયાર કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો