MONEY9: નાણાકીય વર્ષ 2023નું પહેલું ક્વાર્ટર મેટલ શેર માટે ઘણું ખરાબ રહ્યું. પરંતુ જુલાઇના પહેલા સપ્તાહમાં જ મેટલ શેરોની ચમક પાછી ફરી..મેટલ શેર માટે કેટલાક સારા સંકેતોની વચ્ચે બધા એ વાતની રાહ જોઇ રહ્યા હતા કે મેટલ કંપનીઓના જૂન કવાર્ટરના પરિણામો કેવા રહેશે?
જૂન ક્વાર્ટરમાં મેટલ્સ એન્ડ માઇનિંગ સેક્ટરની કંપનીઓના પરિણામો મિશ્ર રહ્યા છે. આ વર્ષે 21 મેના રોજ સ્ટીલની નિકાસ પર 15% એક્સપોર્ટ ડ્યૂટી લાગવાથી જૂન ક્વાર્ટરમાં સ્ટીલની કિંમતોમાં ઝડપી ઘટાડો થયો. સ્ટીલVR કિંમતમાં ઘટાડો થવા છતાં કંપનીઓનું એવરેજ રિયલાઇઝેશન ત્રિમાસિક ધોરણે 6 થી 12% વધ્યું..ફેરસ કંપનીઓના એવરેજ રિયલાઇઝેશનમાં 5,850 થી 8,400 રૂપિયા પ્રતિ ટનનો વધારો થયો. જ્યારે અનુમાન 2,400 થી 4,200 રૂપિયા પ્રતિ ટનનું હતું.
જો કે, એક્સપોર્ટ ડ્યૂટી લાગવાથી અને માંગ ઘટવાથી વૉલ્યૂમમાં 16થી 33%નો ઘટાડો થયો. SAILના વોલ્યૂમમાં સૌથી વધુ જ્યારે JSPLના વૉલ્યૂમાં સૌથી ઓછો ઘટાડો થયો. કોલસાની ઉંચી કિંમતોના કારણે ખર્ચ વધવાથી અને વૉલ્યૂમમાં ઘટાડો થવાથી કંપનીઓના ઓપરેટિંગ પ્રોફિટ પર ભારે અસર થઇ.
સ્ટીલ કંપનીઓના EBITDA(એબિટડા)માં ત્રિમાસિક ધોરણે 2,350 થી 3,750 રૂપિયા પ્રતિ ટનનો ઘટાડો થયો. JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, SAILના માર્જિન સૌથી વધુ તૂટ્યા. આનાથી ઉલટું JSPLના EBITDA (એબિટડા)માં 997 રૂપિયા પ્રતિ ટનનો વધારો થયો.
બીજી બાજુ, નૉન ફેરસ કંપનીઓના પરિણામ મિશ્ર રહ્યા છે. Hindalco ના ક્વાર્ટરલી રિઝલ્ટ્સ અનુમાનથી સારા, Hind Zincના અનુમાન પ્રમાણેના અને Vedantaના પરિણામો અનુમાનથી ખરાબ રહ્યા છે.
લંડન મેટલ એક્સચેન્જ એટલે કે LME પર કિંમતોમા ઘટાડો, વોલ્યૂમમાં ઘટાડો અને ખર્ચ વધવાની અસર નોન ફેરસ કંપનીઓ પર દેખાઇ..લેડ, ચાંદીના વધારે વોલ્યૂમથી Hind Zinc ના વધેલા ખર્ચની અસર લગભગ સમાપ્ત થઇ. ઝિંક, ઓઇલ સેગમેન્ટના સારા નફા છતાં એલ્યૂમીનિયમ સેગમેન્ટના નફામાં ઘટાડાથી વેદાંતાના પરિણામ ખરાબ રહ્યાં.
જો કે માઇનિંગ કંપનીઓના પરિણામ સારા રહ્યા. કોલ ઇન્ડિયાના પરિણામ અનુમાનો કરતાં સારા રહ્યાં અને NMDCના પરિણામ અનુમાન પ્રમાણેના રહ્યાં. જો કે વોલ્યૂમ, રિયલાઇઝેશનમાં ઘટાડો અને ઉંચી રોયલ્ટી, પ્રીમિયમ ખર્ચથી NMDCનો નફો ત્રિમાસિક ધોરણે 55% ઘટ્યો છે.
બજાર જાણકારોનું માનવું છે કે બીજા ક્વાર્ટરમાં પણ સ્ટીલ કંપનીઓના માર્જિનમાં ઘટાડો થવાની આશંકા છે. જો કે કાચા માલની કિંમતો ઘટવાથી કંપનીઓને થોડીક રાહત મળી છે. પરંતુ રિયલાઇઝેશનમાં ઝડપી ઘટાડાથી માર્જિનમાં ઘટાડો યથાવત રહેશે.
હવે તમે વિચારશો કે આ શેરોને ખરીદવા જોઇએ કે નહીં. તો જાણી લો કે સેન્ટ્રમ બ્રોકિંગે મોટાભાગના ટોચના શેરમાં ખરીદીની સલાહ આપી છે. બ્રોકરેજે કોલ ઇન્ડિયાને 306 રૂપિયા, Tata Steelને 136 રૂપિયા અને JSPLને 467 રૂપિયાના ટાર્ગેટની સાથે ખરીદવાની સલાહ આપી છે.
કોલ ઇન્ડિયાના શેરની બજાર કિંમત અત્યારે 231ની આસપાસ છે. એટલે કે આ શેરમાં રોકાણ કરીને તમે સારો નફો કમાઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો