Money9 Gujarati:
બેન્ક ઑફ ટોક્યો-મિત્સુબિશી UFJ (MUFG) ભારતની ખાનગી સેક્ટરની HDFC બેન્કની નોન-બેન્કિંગ પેટાકંપની HDB Financial Servicesમાં 20 ટકા હિસ્સો ખરીદવા માટે તૈયારી કરી રહી છે. આ સોદો 9થી 10 અબજ ડૉલરના વેલ્યુએશન પર થશે અને તેનો અંતિમ નિર્ણય આવતા સપ્તાહે મળી રહેલી HDFC બેન્કની બોર્ડ બેઠકમાં લેવામાં આવે તેવી ધારણા છે. ઈકૉનોમિક ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, જો આ સોદો થશે તો, ભારતના શેડો બેન્કિંગ સેક્ટરના સૌથી મોટા સોદા પૈકીનો એક સોદો બની રહેશે. અનલિસ્ટેડ માર્કેટમાં HDB Financial Servicesનો એક શેર 990 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
HDFC બેંક શેડો બેંકમાં લગભગ 95 ટકા હિસ્સો ધરાવે છે અને કર્મચારીઓ પાસે ESOPના રૂપમાં 5 ટકા હિસ્સો છે. આ અંગેની ચર્ચાઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સપ્તાહમાં તેણે વેગ પકડ્યો છે. આ ડીલ બુક વેલ્યુના 5 ગણા ભાવે કરવામાં આવી રહી છે. HDFC બેંક અને MUFGએ હજુ સુધી આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી. HDB ફાઇનાન્શિયલ પ્રવર્તમાન બજારની સ્થિતિને આધારે IPO દરમિયાન 9 અબજ ડૉલરથી 12 અબજ ડૉલર (75,000 કરોડ રૂપિયાથી 1 લાખ કરોડ રૂપિયા)ની રેન્જમાં મૂલ્યાંકન હાંસલ કરી શકે છે.
HDBનો IPO મહત્વપૂર્ણ છે કારણ કે કંપનીએ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના નિયમોનું પાલન કરવા માટે સપ્ટેમ્બર 2025 પહેલા લિસ્ટિંગ કરાવવું પડશે. 31 માર્ચ, 2023 સુધીમાં, કંપની દેશભરમાં 1,492 શાખાઓ ચલાવે છે. 17 જાન્યુઆરીએ, HDFC બેન્કના CFO શ્રીનિવાસન વૈદ્યનાથને જણાવ્યું હતું કે બેન્ક પાસે HDB Financial Servicesનું લિસ્ટિંગ કરાવવા માટે સપ્ટેમ્બર 2025 સુધીનો સમય છે. તેમણે કહ્યું હતું કે IPO લાવવાની તૈયારીનું કામ ટૂંક સમયમાં શરૂ થશે.
તેની કામગીરીમાંથી કુલ આવક ₹12,403 કરોડ હતી. HDB મુખ્યત્વે વાહન લોન, મિલકત સામેની લોન અને વ્યક્તિગત લોન પર ધ્યાન કેન્દ્રિત કરે છે. HDBનો IPO HDFC અને HDFC બેંકની સંયુક્ત એન્ટિટીનો પ્રથમ IPO હશે. મર્જર પહેલાં, HDFC એસેટ મેનેજમેન્ટ કંપની અને HDFC લાઇફ લિસ્ટેડ થનારી છેલ્લી પેટાકંપની હતી. MUFGમાં શરૂઆત માટે 1 બોર્ડ સીટ હોવાની શક્યતા છે
HDFC બેંકની પેટાકંપની HDB Financial Services દેશના રિટેલ ફાઇનાન્સ ક્ષેત્રે અગ્રસ્થાન ધરાવે છે. તેની એસેટ્સ અંડર મેનેજમેન્ટ (AUM) 31 ડિસેમ્બર, 2023 સુધીમાં વધીને 83,989 કરોડ રૂપિયા થઈ ગઈ છેસ જે તે 31 માર્ચ, 2023 સુધીમાં 70,084 કરોડ રૂપિયા અને 31 માર્ચ, 2022 સુધીમાં 61,444 કરોડ રૂપિયા હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો