Marutiનો શેર વિક્રમ ટોચે પહોંચ્યો, પહેલીવાર ₹12,000ને પાર: હવે ₹15,000નો થશે...?

20 માર્ચે શેર 11,651 રૂપિયાના ભાવે ખુલ્યો હતો અને 3.7 ટકા વધીને 12,025 રૂપિયાની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. દિવસના અંતે મારુતિનો શેર 11,925.25 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.

Maruti, Maruti Stocks, Maruti Shares, Maruti Suzuki, Maruti Car, Maruti New Car, Maruti Shareholders, Maruti Customers, News in Gujarati, Corporate News, કંપનીઓના સમાચાર, ગુજરાતીમાં સમાચાર, શેરબજારના સમાચાર, મારુતિના સમાચાર,

Money9 Gujarati: Maruti Suzukiનો શેર રેકોર્ડ લેવલે પહોંચી ગયો છે. પહેલીવાર મારુતિનો શેર 12,000 રૂપિયાને પાર થયો છે. મારુતિ ભારતની સૌથી મોટી કાર કંપની છે અને તેનો શેર સતત ચોથા દિવસે વધ્યો છે. 20 માર્ચે શેર 11,651 રૂપિયાના ભાવે ખુલ્યો હતો અને 3.7 ટકા વધીને 12,025 રૂપિયાની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. દિવસના અંતે મારુતિનો શેર 11,925.25 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. આ ભાવે તેનું બજારમૂલ્ય 3.75 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે અને તે ભારતની 14મી મૂલ્યવાન કંપની બની છે.

રોકાણકારોને કરાવી જબરજસ્ત કમાણી

વર્ષ 2003માં મારુતિના IPOમાં 125 રૂપિયાના ભાવે શેર આપવામાં આવ્યા હતા. તેનું લિસ્ટિંગ 164 રૂપિયાએ થયું હતું. અત્યારે ભાવ 12 હજાર છે.., એટલે કે, 2003થી અત્યાર સુધીમાં રોકાણકારોને 24.28 ટકાના વાર્ષિક ચક્રવૃદ્ધિ દરે કમાણી થઈ છે.

તેનો શેર સપ્ટેમ્બર 2007માં 1 હજાર રૂપિયાને પાર થયો હતો. ત્યારબાદ 2 હજારનું લેવલ પાર કરવામાં સાત વર્ષ લાગ્યા હતા. પરંતુ ત્યારપછી મારુતિએ પાછું વળીને જોયું નથી. જેવી રીતે મારુતિની ગાડીઓ ચપોચપ વેચાઈ રહી છે, તેવી જ રીતે શેર પણ ઝડપભેર આગળ વધી રહ્યો છે. 2017માં મારુતિના શેરમાં જબરજસ્ત તેજી જોવા મળી હતી અને 6 હજારથી સીધો 9 હજારને પાર થઈ ગયો હતો. 2024માં તેણે 11 હજારનું લેવલ ક્રોસ કર્યા બાદ, માર્ચમાં 12 હજારનું લેવલ ક્રોસ કર્યું છે.

Marutiના શેરની સિદ્ધિ

Rs 1,000 : Sept 2007

Rs 2,000 : April 2014

Rs 3,000 : Sept 2014

Rs 4,000 : June 2015

Rs 5,000 : Aug 2016

Rs 6,000 : Feb 2017

Rs 7,000 : May 2017

Rs 8,000 : Sept 2017

Rs 9,000 : Dec 2017

Rs 10,000 : July 2023

Rs 11,000 : Feb 2024

Rs 12,000 : March 2024

 

એનાલિસ્ટ્સ શું કહે છે?

વૈશ્વિક બ્રોકરેજ કંપની CLSAના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં CNG વાહનોની માંગ વધવાનો ફાયદો મારુતિને મળશે. CNG પેસેન્જર વ્હિકલ્સનો હિસ્સો ચાલુ નાણાકીય વર્ષના 15 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2029-30માં 22 ટકાએ પહોંચી જવાની ધારણા છે. પેટ્રોલ અને ડીઝલ મોંઘા છે અને તેની સામે CNGથી વાહન ચલાવવાનો ખર્ચ ઓછો આવે છે. આ કારણસર, CNG વાહનોની માંગ વધી રહી છે. મારુતિ ભારતનાં CNG માર્કેટમાં મજબૂત સ્થાન ધરાવે છે અને તેની પાસે આ બજારનો 72 ટકા હિસ્સો છે. આથી, મારુતિને CNG વાહનોના વધતા વેચાણનો ફાયદો મળશે, એવી ધારણા બ્રોકરેજે વ્યક્ત કરી છે.

શેર 15,000ને પાર થશે?

CLSAએ મારુતિના શેર માટે ‘buy’ રેટિંગ જાળવી રાખ્યું છે અને 15,082 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. મારુતિના શેરનું મોનીટરિંગ કરનારા 49 એનાલિસ્ટ્સમાંથી 40 એનાલિસ્ટ્સે ‘Buy’ રેટિંગ આપ્યું છે. 6 એનાલિસ્ટ્સે ‘Hold’ રેટિંગ આપ્યું છે જ્યારે 3 એનાલિસ્ટ્સે ‘Sell’ રેટિંગ આપ્યું છે.

Tradebullsના એનાલિસ્ટ્સે આગામી 12થી 16 મહિના માટે 13,700નો ટાર્ગેટ આપીને નોંધ્યું છે કે, બજારમાં વોલેટાલિટીની વચ્ચે પણ મારુતિનો શેર મજબૂત પ્રદર્શન કરી રહ્યો છે. નજીકના ગાળામાં મારુતિનો શેર 12,360ની આસપાસ જોવા મળશે, આથી હોલ્ડ રેટિંગ આપીએ છીએ.

 

 

Published: March 20, 2024, 19:31 IST