NTPC Green IPO: IREDA બાદ વધુ એક સરકારી કંપની શેરબજારમાં પ્રવેશશે, LIC બાદ બીજો સૌથી મોટો IPO

NTPC Green Energyએ Rs 10,000 કરોડના IPO માટે 4 ઈન્વેસ્ટમેન્ટ બેન્કની પસંદગી કરી છે. કંપની IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ સૌર ઊર્જા, ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા જેવી યોજનાના મૂડીખર્ચ પાછળ કરવા માંગે છે.

IPO, NTPC Green Energy, NTPC Green Energy IPO, Renewables, LIC, IREDA, PSU, NTPC, Investment Banks, IPO Management, Green Hydrogen, Energy Company, HDFC, ICICI, IDBI, Investment, Stocks, Shares, Primary Markets, Money9 Gujarati

Money9 Gujarati:

NTPC Green Energy IPO: પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે સક્રિય વધુ એક કંપની શેરબજારમાં પ્રવેશવા જઈ રહી છે. જાહેર ક્ષેત્રની NTPC Green Energyએ તેના 10,000 કરોડ રૂપિયાના IPOનું સંચાલન કરવા માટે 4 ઈન્વેસ્ટમેન્ટ બેન્કની પસંદગી કરી છે. વર્ષ 2022માં સરકારી કંપની LICના મેગા-IPO બાદ પહેલીવાર કોઈ સરકારી કંપનીનો આટલો મોટો IPO આવી રહ્યો છે.

કઈ બેન્કો પસંદગી પામી?

NTPC Green Energyના IPO માટે ફાઇનાન્સિયલ અને ટેકનોલોજી બિડ પછી શોર્ટલિસ્ટ કરવામાં આવેલી ઈન્વેસ્ટમેન્ટ બેન્કમાં IDBI કેપિટલ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ, HDFC બેંક, IIFL સિક્યોરિટીઝ અને નુવામા વેલ્થ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. IDBI કેપિટલની બિડ સૌથી ઓછી છે. ગોલ્ડમેન સૅક્સ, એક્સિસ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ અને DAM કેપિટલ સહિત 10 ઈન્વેસ્ટમેન્ટ બેંકોએ IPO આદેશ માટે બિડ કરી હોવાનું સૂત્રો જણાવે છે.

IPO લાવવાનો હેતુ

IPOની આવકનો ઉપયોગ સૌર ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયામાં NTPCની પેટાકંપનીના ચાલુ અને ભાવિ પ્રોજેક્ટને ભંડોળ આપવા માટે કરવામાં આવશે. NTPC ગ્રીનને એપ્રિલ 2022માં NTPCની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે પેરેંટ કંપનીની રિન્યુએબલ એનર્જી એસેટ્સને એકીકૃત કરવા માટે સામેલ કરવામાં આવી હતી.

સરકારી કંપનીના IPO

મે-2022માં લાઈફ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન (LIC)ના 21,000 કરોડ રૂપિયાના IPO બાદ, સરકારી કંપનીનો મોટો IPO આવ્યો નથી. આમ, NTPC Greenનો 10,000 કરોડ રૂપિયાનો IPO LICના IPO પછી કોઈ સરકારી કંપનીનો સૌથી મોટો IPO બની રહેશે. ગયા વર્ષે નવેમ્બર 2023માં સરકારી કંપની IREDA (ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી)નો 2,150 કરોડ રૂપિયાનો IPO આવ્યો હતો.

COMPANY             IPO (Rs.crore)

COAL INDIA                   22,557.62

LIC                                      20,557.23

STATE BANK                  15,000.00

ONGC                                 12,766.78

NTPC LTD                        11,469.39

GENERAL INSU.           11,256.83

ONGC                                 10,542.40

કંપનીનો કારોબાર

NTPCએ અગાઉ NTPC ગ્રીનમાં 20 ટકા હિસ્સો વ્યૂહાત્મક રોકાણકારને વેચવાની યોજના બનાવી હતી. મલેશિયાની ઉર્જા કંપની પેટ્રોનાસ $460 મિલિયનની ઓફર સાથે હિસ્સા માટે સૌથી વધુ બોલી લગાવનાર તરીકે ઉભરી આવી હતી. જોકે, કંપનીએ પાછળથી હિસ્સો વેચવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો. NTPC ગ્રીન એનર્જીનો હેતુ FY25માં IPO સાથે પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશવાનો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ NTPC Green Energyના CEO મોહિત ભાર્ગવે જણાવ્યું હતું કે, કંપની નાણાકીય વર્ષ 2024-25માં IPO લાવીને શેરબજારમાં પ્રવેશવાનો ઈરાદો ધરાવે છે. કંપની 25 ગીગાવોટ ક્ષમતાના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. કંપનીએ ગ્રીન હાઈડ્રોજન અને ડેરિવેટિવ્સના ડેવલપમેન્ટ માટે જાન્યુઆરી 2024માં મહારાષ્ટ્ર સરકાર સાથે સમજૂતી કરાર કર્યા હતા.

Published: April 11, 2024, 16:57 IST